Abtak Media Google News

એક મહિનામાં 3પ લાખની અધધ આવક સાથે મુલાકાતીઓને સંતોષ

જૂનાગઢના સકરબાગ ઝુને ઉનાળુ વેકેશન ફળિયું છે, છેલ્લા 30 દિવસમાં ઝુ ને રૂ 35 લાખની આવક થઈ છે અને છેલ્લા એક માસમાં 1.22 લાખ પ્રવાસીઓ એ સિંહ, દીપડા, વાઘ, હિપોપોટેમસ, સહિતના પ્રાણીઓ અને પક્ષીઓને નિહાળી રોમાંચિત થયા છે.

સમગ્ર દેશની સાથે વિશ્વભરમાં જગવિખ્યાત એવા જૂનાગઢના નવાબીકાળના સકરબાગ ઝૂ જુનાગઢ આવતા પ્રવાસીઓ માટેનું હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, કારણ કે, અહી 1500 થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓનો વસવાટ છે. જેમાં ખાસ કરીને સિંહ, દીપડા, વાઘ, શિયાળ, હરણ, ઝરખ, કાળિયાર, હિપોપોટેમસ, જંગલી બિલાડી, સહિત દેશ વિદેશના વિવિધ પક્ષીઓ પ્રદર્શનમાં રખાયા છે.

જૂનાગઢનું સક્કરબાગ ઝૂ વન વિભાગ હસ્તક રખાયું છે, ત્યારે આ સક્કરબાગ ઝુ ને ખુબ રળિયામણું બનાવાયું છે, અહી પ્રવાસીઓ માટે ખૂબ સરસ સગવડો ઊભી કરાઇ છે, તથા અહી આવતા પ્રવાસીઓ પ્રાણીઓ અને પક્ષીઓને નિહાળી બગીચાઓ અને કોઈ વનમાં વિહરતા એવા કુદરતી વૃક્ષો વચ્ચે હળવાશની પળો માને છે, તો બાબો બાળકોના મનોરંજન માટે વિવિધ સાધનો પણ અહીં ગોઠવી સકરબાગને બેનમૂન આકર્ષણના કેન્દ્ર તરીકે જાળવી રાખવા ભારે કાળજી રાખવામાં આવે છે. જેના કારણે આ ઝુ ની મુલાકાતે નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધીના પ્રવાસીઓ આવે છે.

આ વર્ષેના ઉનાળુ વેકેશનમાં છેલ્લા એક માસમાં 1.22 લાખ પ્રવાસીઓએ સક્કરબાગ ઝુ ની મુલાકાત લીધી હતી.

દરમિયાન સકરબાગ ઝુ ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નીરવ મકવાણાના જણાવ્યા મુજબ, આ ઉનાળુ વેકેશનમાં  છેલ્લા 30 દિવસ દરમિયાન 1.22 લાખ કરતાં વધુ પ્રવાસીઓએ જુનાગઢ ઝુ ની મુલાકાત લીધી છે. જો કે, સામાન્ય દિવસોમાં પણ ઝુ ની મુલાકાત લેવા રોજ બે થી ત્રણ હજાર પ્રવાસીઓ સરેરાશ આવતા હોય છે, પરંતુ ઉનાળુ વેકેશનમાં તે સંખ્યા પાંચ હજાર આસપાસ થી જાય છે અને એમાંય ખાસ કરીને શનિ-રવિની રજામાં પ્રવાસીઓની સંખ્યા બમણી નોંધાતી હોય છે. ત્યારે આ છેલ્લા માસમાં 1.22 લાખ કરતાં વધુ પ્રવાસીઓએ જુનાગઢ ઝુ ની મુલાકાત લેતા ઝુ ને રૂ. 35 લાખ કરતા વધુની આવક નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.