Abtak Media Google News

વેદાંતા અને ફોક્સકોનના સંયુક્ત સાહસે જગ્યા શોધવા નિષ્ણાંતોને કામે લગાડ્યા : દસાડા કે પાટડી આસપાસના તાલુકાની જગ્યા પસંદ થાય તેવી શકયતા

વેદાંતા અને ફોક્સકોનએ સંયુક્ત રીતે ગુજરાતમાં પોતાનો સેમિ કન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે, તેણે પ્લાન્ટના સંભવિત સ્થાનોનું મૂલ્યાંકન કરવા નિષ્ણાતોની નિમણૂક કરી છે.

આ માહિતી આપતાં ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ જણાવ્યું હતું કે આ સૂચિત પ્લાન્ટની સાઇટ આગામી બે સપ્તાહમાં ફાઇનલ થઈ શકે છે. નેહરાએ કહ્યું કે અત્યાર સુધી જોઈન્ટ વેન્ચર કંપનીએ પ્લાન્ટની જગ્યા નક્કી કરી નથી.  હકીકતમાં, રાજ્યમાં સેમિક્ધડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ સ્થાપવા માટે ટેકનિકલ પાસાઓ, વ્યાપારી શક્યતા અને કનેક્ટિવિટી સુવિધાના આધારે ગુજરાતમાં વિવિધ સ્થળોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

વેદાંતા અને ફોક્સકોન વચ્ચેના સંયુક્ત સાહસે 14 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સરકાર સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જે ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું કોર્પોરેટ રોકાણ છે.  આ અંતર્ગત પ્લાન્ટની સ્થાપના પર લગભગ 1,54,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.રાજ્ય સરકાર વતી એમઓયુ પર હસ્તાક્ષર કરનાર નેહરાએ જણાવ્યું હતું કે, વેદાંત અને ફોક્સકોને ક્ષેત્ર નિષ્ણાતોની નિમણૂક કરી છે, જેઓ પ્લાન્ટ માટે સંભવિત સ્થળોનું મૂલ્યાંકન કરી રહ્યા છે.  જ્યારે કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2021 માં ’ભારત સેમિ કન્ડક્ટર મિશન’ની જાહેરાત કરી, ત્યારે તેઓએ અહીં શક્યતાઓ શોધવાનું શરૂ કર્યું.  આ પ્લાન્ટ માટે ભારતના વિવિધ રાજ્યોમાંથી ગુજરાતની પસંદગી કરવામાં આવી છે. નેહરાએ જણાવ્યું હતું કે પ્રમોટરો હવે વિવિધ તકનીકી પાસાઓ, વ્યાપારી સદ્ધરતા, કનેક્ટિવિટી અને ઉપયોગિતાના દૃષ્ટિકોણથી ગુજરાતમાં સ્થાનોનું મૂલ્યાંકન કરી રહ્યા છે.  આગામી બે સપ્તાહમાં લોકેશન ફાઈનલ થઈ શકે છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લાન્ટની નજીક કોઈ હાઇવે કે રેલવે ટ્રેક પણ ન હોવા જોઈએ. આ જગ્યા એકદમ શાંત હોવી જરૂરી હોય આ માટે દસાડા આસપાસના કોઈ તાલુકાની પસંદગી થાય તેવી શકયતા સેવાઈ રહી છે.

ગુજરાત સરકારે આ વર્ષે જુલાઈમાં જાહેર કરેલી ’ગુજરાત સેમિક્ધડક્ટર પોલિસી 2022-27’ હેઠળ વેદાન-ફોક્સકોન પ્રોજેક્ટને મોટી સબસિડી અને પ્રોત્સાહનો મળવાની શક્યતા છે.  તેમાં જમીનની ખરીદી પર ઝીરો સ્ટેમ્પ ડ્યુટી અને પાણી અને વીજળી પર સબસિડીનો પણ સમાવેશ થાય છે.

પ્લાન્ટ માટે શાંત જગ્યા જોઈએ, એક સેક્ધડનો પાવર કટ પણ ન થવો જોઈએ

નેહરાએ જણાવ્યું કે લોકેશન પસંદ કરતી વખતે ઘણી નાની-નાની બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે.  ઉદાહરણ તરીકે, જો નજીકમાં કોઈ રેલ ટ્રેક હોય, તો ટ્રેનોની હિલચાલ ઉત્પાદન પ્રક્રિયાને અસર કરી શકે છે.  આ પ્લાન્ટની નજીક કોઈપણ પ્રકારનું કંપન ન હોવું જોઈએ.  આ સિવાય વર્ષમાં એક સેક્ધડ માટે પણ પાવર કટ થવાથી કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.