Abtak Media Google News

સ્વતંત્રતાના બંધારણીય અધિકારની સામે સ્વછંતાની પાતળી ભેદરેખા સ્પષ્ટ બનશે

ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને હિમાચલપ્રદેશ બાદ ગુજરાતમાં લવ જેહાદ બીલ કાલે રજુ થશે?

ધર્મ પરિવર્તનમાં સંસ્થાની સંડોવણી ખુલશે તો સંચાલકને દસ વર્ષની સજા, રૂા.5 લાખનો દંડ સંસ્થા સરકારી ગ્રાન્ટ માટે ગેરલાયક ઠરશે

સગીર વયની બાળાઓ અને યવુતીઓને પ્રભાવિત કરી પ્રેમ ઝાળમાં ફસાવી ધર્મ પરિવર્તનના ચાલતા ષડયંત્ર પર અંકુશ લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આવતી કાલે બજેટ સત્રના અંતિમ દિવસે લવ જેહાદ બીલ લાવવામાં આવશે તેવા નિર્દેશ મળી રહ્યા છે.

લવ જેહાદ શું છે તે અંગે અવાર નવાર ચર્ચા થઇ છે. જેમાં મુસ્લિમ યુવક બીન મુસ્લિમ યુવતીને પ્રેમઝાળમાં ફસાવી તેનું ધર્મ પરિવર્તન કરી તેણી સાથે લગ્ન કરવામાં આવે તેને લવ જેહાદ કહેવામાં આવે છે. ભારતીય બંધારણમાં પ્રત્યેક વ્યક્તિને કોઇ પણ ધર્મ માનવાની અને આચરણ કરવાની તેમજ ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા મળી છે. આ અધિકાર તમામ ધર્મના નાગરિકોને મળે છે. પરંતુ બંધારણીય અધિકાર અને સ્વતંત્રતાનો સ્વછંદતાથી કરવામાં આવે ત્યારે લવ જેહાદની ઘટના સામે આવે છે. આવી ઘટનાનું વારંવાર પરિવર્તન થતું હોવાથી લવ જહેદા બીલ લાવવું જરૂરી બન્યું છે. દગાથી, લાલચથી કે દબાણ કરીને ધર્મ પરિવર્તન કરાવવું તે વ્યક્તિ કોન્સિયન્સના અધિકારનું ઉલંઘન છે. તેને પોતાની સ્વતંત્રતા વિરૂધ્ધ જઇને કંઇ પણ કરવા માટે મજબુર કરી શકાય નહી.

ગુજરાતમાં લવ જેહાદ પર રોક લગાવવા તા.1 એપ્રિલના રોજ ધર્મ સ્વતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે બીલ વિધાનસભામાં પસાર કરવામાં આવનાર છે. લવ જેહાદના કાયદો અમલમાં આવ્યા બાદ ગુનાની તપાસ જિલ્લા પોલીસ વડા અને ડીવાય.એસ.પી. કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવશે. લવ જેહાદ બીલ માટે સરકાર દ્વારા પુરી તૈયારી કરવામાં આવી છે. આ બીલમાં લવ જેહાદના મામલે કડક સજા અને દંડની જોગવાય કરવામાં આવી છે.

લવ જેહાદ બીલમાં આરોપીને પાંચ વર્ષની સજા અને રૂા.2 લાખથી વધુનો દંડની જોગવાય કરવામાં આવી છે. અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતીની મહિલાઓ સાથે બનેલા બનાવમાં સાત વર્ષની કેદ અને રૂા.3 લાખથી વધુ દંડની જોગવાય કરવામાં આવી છે. ધર્મ પરિવર્તનના કેસમાં સંસ્થા કે કોઇ સંગઠનની સંડોવણી ખુલશે તો સંચાલકને ત્રણથી દસ વર્ષ સુધીની સજા અને રૂા.5 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે તેમજ સંસ્થાને મળતી સરકારી ગ્રાન્ટ માટે ગેર લાયક ઠેરવવામાં આવશે.

તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સભામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લવ જેહાદ મામલે મહત્વની જાહેરાત કરી આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદ માટે કાયદો ઘડી કાઢવામાં આવશે તેમ કહ્યું હતું અને લવ જેહાદના નામે ચાલતી પ્રવૃતિઓને કડક હાથે ડામી દેવા સરકાર કટ્ટીબધ હોવાનો નિર્દેશ આપ્યો હતો. તેનો મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા અમલ કરાવવા આવતીકાલે વિધાનસભામાં બીલ રજુ કરવામાં આવનાર છે.

બળજબરી પુર્વક ધર્મ પરિવર્તન કરી લગ્ન કરતા શખ્સો સામે તેમને શિક્ષા આપવાના હેતુથી કડક કાયદો બનાવી સજા કરવાની જોગવાય કરવામાં આવી છે. લવ જેહાદ બીલમાં આરોપીએ બળજબરીથી ધર્મ પરિવર્તન નથી કરાવ્યું અને યુવતીએ પોતાની સ્વૈચ્છાએ ધર્મ પરિવર્તન કર્યુ છે. તેવું સાબીત કરવું પડશે. ધર્મ પરિવર્તનમાં પ્રભાવ, બળ પ્રયોગ, જબરજસ્તી, દબાણ કે છળકપટથી કરવામાં આવ્યા અંગેના પુરાવા રજુ કરવા પડશે તેવી જોગવાય કરવામાં આવી છે. બળજબરીથી કરાયેલા લગ્નને ફેમીલી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે ભોગ બનનાર પિડીતા સાથે જેઓને લોહીનો સંબંધ છે તેઓ આ અંગેની ફરિયાદ નોંધાવી શકશે તેવી જોગવાય કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.