Abtak Media Google News

બંગાળમાં સાચા પરિવર્તનની જરૂર છે. અને એ યુવાનો જ કરી શકશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ. બંગાળના કાંધીની જાહેરસભામાં જણાવ્યું હતુ.

તેમણે જણાવ્યું કે બીજી મેએ બંગાળમાં ભાજપની સરકાર બનશે તોકેન્દ્ર સરકાર ખેડુતોને ત્રણ વર્ષની સમ્માન નિધિની રકમ ચૂકવશે.

કાંધીની જાહેરસભામાં વડાપ્રધાને જણાવ્યું કે રાજયની ટીએમસી સરકારને બંગાળનાં લોકોની ચિંતા નથી ટીએમસી સરકારે કેન્દ્રની યોજનાઓને રોકવાનું જ કામ કર્યું છે.

રાજયમાં બીજી મેએ ભાજપની સરકાર રચાશે તો અહીંની સરકારે રોકેલા કેન્દ્ર સરકારની સમ્માનનિધિની છેલ્લા ત્રણ વર્ષથી રકમ ખેડુતોને ચૂકવવામાં આવશે. રાજયમાં ભાજપ સરકાર રચાશે તો રાજયમાંથી રાતોરાત તોડબંધી ખતમ કરી દેવાશે.

બંગાળે આખા ભારતને વંદે માતરમનો નારો આપ્યો છે. બંગાળની ભૂમિ પર કોઈ બહારનું નથી ગુરૂદેવની ધરતી પર કોઈ બહારનું નથી. પ્રવાસી કહીને મજાક કરવામા આવે છે.બંગાળના લોકો કોઈને બહારનાં માનતા નથી.

વડાપ્રધાને જણાવ્યું કે બીજી મે એ મમતા દીદીની વિદાય નકકી છે. મમતા દીદી મેદીનીપૂરમાં આવીને બહાના બતાવી રહ્યા છે. આજે બંગાળની જનતા પૂછે છે કે લોકોનું અનાજ કોણે લૂંટયું? રાજયમાં ચૂંટણી આવી એટલે દીદી સરકાર દ્વારે દ્વારેની વાત કરે છે. અને આજ તેનો ખેલ છે. બંગાળનો એક એક બાળક એક એક નાગરિક દીદીના ખેલ સમજી ગયો છે. અને હવે જનતા જ દીદીને બીજી મે એ દરવાજા દેખાડી દેશે.

તમને એ જણાવીએ કે બંગાળમાં પ્રથમ તબકકાના મતદાનને હવે થોડા દિવસો જ બાકી છે. 27 માર્ચે પ્રથમ તબકકામાં વિધાનસભાની 30 બેઠકો પર મતદાન થવાનું છે.

ચૂંટણી પંચની ટીમ બંગાળની મુલાકાતે

આજે ચૂંટણી પંચની એક ટીમ બંગાળની મુલાકાતે આવી છે. આ ટીમ મતદાન પહેલાની કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરશે. બંગાળ, આસામ ઉપરાંત તામિલનાડુમાં પણ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.

કોંગ્રેસ ‘ક્ધફયુઝ’ પાર્ટી: અમિત શાહ

કેરળના ત્રિપુતિથુરાના રોડશો દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતુ કે કોંગ્રેસ પાર્ટી ‘ક્ધફયુઝ’ પાર્ટી છે. અહીં સામ્યવાદીઓ સામે ચૂંટણી લડે છે તો પશ્ર્ચિમ બંગાળમાં તે ‘સામ્યવાદીઓ’ની સાથે ચૂંટણી લડે છે. એનો મતલબ એ કે નેતૃત્વ પણ ક્ધફયુઝ અને પાર્ટીપણ ક્ધફયુઝ છે.તેમણે વધુમાં જણાવ્યું કે કેરળની જનતા એલટીએફ અને યુડીએફથી પરેશાન છે અહીની જનતા ભાજપને એક વિકલ્પ તરીકે જોઈ રહી છે. હું દાવા સાથે કરી શકું છું કે અમને વધારે બેઠક મળવા સાથે ચૂંટણીમાં અમે ખૂબજ સારો દેખશવ કરી શકીશું.

મુખ્યમંત્રી બંગાળની ધરતીના જ હશે

વડાપ્રધાને જણાવ્યું કે બંગાળમાં જયારે ભાજપની સરકાર બનશે તો મુખ્યમંત્રી પણ અહીની ધરતીનાં જ હશે. બંગાળમાં ભાજપ જ હિંસા દૂર કરી શકશે.

તૃણમુલે બંગાળને ‘અંધારૂ’ જ આપ્યું: મોદી

વડાપ્રધાને જણાવ્યું કે તૃણમુલ સરકારે બંગાળને ફકત અંધારૂ જ આપ્યું છે. ભાજપની ‘ડબલ એન્જીન’ સરકાર બંગાળને ‘સોનાર બાંગ્લા’ બનાવી દેશે દીદીના રાજમાં હિંસા અને બોમ્બ ધડાકાના જ સમાચાર આવ્યા હતા આખે આખ ઘર ઉડી જતા હતા ત્યારે દીદીની સરકાર ફકત જોયા જ કરતી હતી. આ સ્થિતિને અમારે બદલવી છે બંગાળને શાંતિ અને સ્થિરતા જોઈએ. બોમ્બ, બંદૂકો અને હિંસાથી મૂકિત જોઈએ છે.

મિથુન કાલથી ભાજપના ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે

પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ભાજપમાં જોડાયેલા અભિનેતા મિથુન ચક્રવર્તી તા.25થી ભાજપના ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે તેમ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે.

દીદીને પાપોની સજા આપવા બંગાળની જનતા તૈયાર

વડાપ્રધાને જણાવ્યું કે બંગાળની જનતા દીદીને તેના પાપોની સજા આપવા તૈયાર છે. દીદી તૈયાર રહે જયારે જનતાને જરૂર હતી ત્યારે દીદી દેખાતા નહોતા. ભાજપની સરકાર યોજનાના કાભાંડ રોકી દેશે. ભાજપના સંકલ્પ પત્રમાં મહિલાઓને ફાયદો થાય કેટલાક વચનો આપવામા આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.