Abtak Media Google News

વાહનના ઈન્સ્યુરન્સમાં હવે ટ્રાફિકના નિયમ ઉલ્લંઘન બદલ વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડશે

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ  ઇન્ડિયા મોટર વીમા પ્રીમિયમને ટ્રાફિકના ઉલ્લંઘન સાથે જોડવાની યોજના બનાવી રહ્યું છે, જે અંગે અહેવાલ પણ રજૂ કરાયો છે.

અહેવાલો મુજબ મોટર પોતાના નુકસાન-વીમા ઉપરાંત વધારાના તૃતીય-પક્ષ વીમા, મૂળ તૃતીય-પક્ષ વીમો અને ફરજિયાત વ્યક્તિગત અકસ્માત પ્રીમિયમ ઉપરાંત સમિતિએ મોટર વીમાના ટ્રાફિક ઉલ્લંઘન પ્રીમિયમમાં પાંચમો ભાગ ઉમેરવાની ભલામણ કરી છે.

તેથી માત્ર દિલ્હી-એનસીઆર જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ રહેતા લોકોએ વાહન ચલાવતા સમયે સાવચેત રહેવાની જરૂર છે નહીં તો તેનું વીમા પ્રીમિયમ વધી જશે.

આર્થિક હિતને શામેલ કરીને માનવામાં આવે છે એટલે કે, પ્રીમિયમમાં વધારો લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ફરજ પાડશે.  ઉપરાંત, જે લોકો નશાના પદાર્થનું સેવન કરીને વાહન ચલાવે છે  તેમને 100 પોઇન્ટનો દંડ કરવામાં આવશે જ્યારે ખોટા પાર્કિંગ કરવા માટે 10 પોઇન્ટનો ખર્ચ થશે.

આઇઆરડીએએ 1 ફેબ્રુઆરી 2021 સુધીમાં ડ્રાફ્ટ અંગે સંબંધિત પક્ષો પાસેથી જરૂરી સૂચન માંગ્યું હતું.

આ મુસદ્દામાં, આઈઆરડીએ એ પણ સૂચન આપ્યું છે કે, મોટર વીમા પ્રિમીયમ નુકસાનની ભરપાઇ કરવી જોઈએ. ત્રીજા પક્ષકારો અને અન્ય પ્રકારના વીમા પ્રિમીયમના નુકસાનની ભરપાઇ કરવી જોઈએ, તેમજ સ્વ અને ત્રીજા પક્ષના નુકસાન માટેના પ્રીમિયમ પણ ભરવા પડશે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટેના ઇનવોઇસ ડેટા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરથી વીમા કંપનીઓને મળશે જેનો અર્થ એ છે કે, ટ્રાફિક ઉલ્લંઘન પ્રીમિયમ તે વાહનના માલિક દ્વારા ચૂકવવાનું રહેશે જેના નામ પર વાહન નોંધાયેલ છે.  અધિકૃત વાહન ચાલક દ્વારા થતાં ટ્રાફિકના ભંગ માટે માલિક સંપૂર્ણ જવાબદાર રહેશે.

ટ્રાફિક ઉલ્લંઘન પ્રીમિયમ ફક્ત નીતિ તારીખ પર જ લેવામાં આવશે.  જો પોલિસીધારકે ટ્રાફિક ઉલ્લંઘન પ્રીમિયમ પહેલેથી જ ચૂકવ્યું છે અને વીમાદાતા પાસે વધારાના કવર ખરીદવા માટે સંપર્ક કર્યો છે, તો અહેવાલો મુજબ, તેમને ફરીથી ઉલ્લંઘન પ્રીમિયમ ચૂકવવાની જરૂર રહેશે નહીં.

પાડાના વાંકે પખાલીને ડામ?

31 ઓગસ્ટ સુધીમાં જુના વાહનોમાં પણ ફ્રન્ટ પેસેન્જર એરબેગ ફરજીયાત!

સરકારે શુક્રવારે મુસાફરોની સલામતી માટે એક નિર્ણય લીધો છે. જેમાં કોઈ પણ પ્રકારના ફોર વ્હિલ વાહનમાં આગળના બે પેસેન્જર માટે એરબેગ ફરજિયાત બનવવામાં આવી છે. આગામી તારીખ 1લી એપ્રિલથી તમામ નવા વાહનોમાં આગળના ડ્રાઇવર અને અને તેની બાજુના મુસાફર માટે એરબેગ ફરજિયાત બનાવી દેવામાં આવી છે. જેનું અમલીકરણ 1લી એપ્રિલથી કરવામાં આવશે ઉપરાંત અધૂરામાં પૂરું જુના વાહનો કે જે છેલ્લા લાંબા સમયથી રાજમાર્ગો પર ફરતાં હોય તેમાં પણ તારીખ 31 ઓગસ્ટ 2021 પૂર્વે આગળના બંને પેસેન્જરો માટે એરબેગ ની સવલત ઉભી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે ચોક્કસ પ્રશ્નો ઉદભવે છે કે, નવા વાહનોમાં તો એરબેગ ની સવલતો શક્ય છે પરંતુ જૂના વાહનો માં એરબેગ રાખી શકાશે કે કેમ ? જુના વાહનોની ડિઝાઇન પ્રમાણે પણ અનેક વાહનોમાં એર બેગની સવલત ઉભી કરવી એ પડકારજનક બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.