Abtak Media Google News

રૂ.૧૭ કરોડના ખર્ચે યાર્ડનું નિર્માણ: માર્કેટ યાર્ડમાં રાજકારણને ઘુસવા ન દેવાનો ચેરમેનનો નિર્ધાર

જૂનાગઢના મેંદરડામાં ગઈકાલે સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડનો લોકાર્પણ વિધિનો કાર્યક્રમ મોટી હવેલીના ગૌસ્વામી પિયુષ બાવા, સ્વામિનારાયણ ગુરૂકુળ સોમનાથના ભક્તિ પ્રકાશદાસજી જૂનાગઢ મુખ્ય સ્વામી નારાયણ મંદિરના પ્રેમસ્વ‚પદાસજી તેમજ શ્રીકૃષ્ણ પ્રણામી મુલમીલાવા માનવ મંદિર સુરતના લક્ષ્મણ જયોતીજીના વરદ હસ્તે રીમોટ કંટ્રોલથી તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર ગઈકાલે મેંદરડા ગામ ખાતે આલીધ્રા રોડ પર રૂ.૧૭ કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડનો લોકાર્પણ વિધિનો કાર્યક્રમ ઉપરોકત સંતોએ ઉપસ્થિત રહી રીબીન કાપી રીમોટ કંટ્રોલથી દીવ પ્રાગટય કરી રીમોટ કંટ્રોલથી જ તકતીનું અનાવરણ કરી માર્કેટીંગ યાર્ડને લોકાર્પીત કર્યું હતું. પ્રથમ મગની હરાજી શ‚ કરી યાર્ડ ધમધમતું થતું હતું.

યાર્ડના ચેરમેન એલ.ટી.રાજાણી, દિપકભાઈ અભાણી વા.ચે તેમજ સેક્રેટરી બી.આર.સંતોકી સહિતના આગેવાનોએ પોત-પોતાના પ્રવચનોમાં આ યાર્ડને ગુજરાતનું પ્રથમ કમીશન વગરનું માર્કેટીંગ યાર્ડ ગણાવ્યું હતું. ખેડૂતોના હિતની રક્ષા માટે આ યાર્ડ સતત ચીંતા કરશે તેની ખાતરી આપી હતી. ખુલ્લી હરરાજી, ખરો તોલ, રોકડા નાણા સાથે કમીશન નહીં જેનાથી ખેડૂત વર્ગની આવકમાં ચોકકસ વધારો થવાના યાર્ડના હોદ્દેદારોએ સંકેત આપ્યા હતા. પોતાના વકતવ્યમાં યાર્ડના ચેરમેન એલ.ટી.રાજાણીએ જણાવ્યું હતું કે, આ યાર્ડમાં રાજકારણના જૂતા પહેરી ઘુસવાની મનાઈ છે. ઉપસ્થિત સંતોએ આગેવાનોની ખેડૂતો પ્રત્યેની ભાવનાને બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.