Abtak Media Google News

પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમનો વ્યાપ વધારવાનો નિર્ણય

લઘુમતીઓને શિક્ષણ, આરોગ્ય અને સ્કીલ ડેવલોપમેન્ટમાં જોડવા તૈયાર

લઘુમતીઓનો શિક્ષણ, આરોગ્ય અને સ્કીલ ડેવલોપમેન્ટમાં વિકાસ થાય તેવા હેતુી સરકારે કાર્યક્ષેત્રનો વ્યાપ વધાર્યો છે. હવે ગુજરાતના ૧૩ સહિત કુલ ૩૦૮ જિલ્લાઓમાં લઘુમતીઓના શોસીયો-ઈકોનોમીક વિકાસ માટે વિવિધ યોજના અમલમાં મુકશે. ગત વર્ષે લઘુમતીઓના ઉતન માટે રૂ.૩૯૭૨ કરોડ ફાળવ્યા હતા. જેનો ઉપયોગ હવે ૩૦૮ જિલ્લામાં થેશે.

થી સશક્તિકરણ માટે પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ હેઠળ અનેક પ્રોત્સાહનો પુરા પાડવામાં આવે છે. જેમાં હવે લઘુમતી સમાજની મહિલાઓને વધુમાં વધુ આવરી લેવાશે. પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ ઉત્તરપ્રદેશના ૪૩ જિલ્લા, મહારાષ્ટ્રના ૨૭ જિલ્લા તેમજ કર્ણાટક, બંગાળ અને રાજસનના ૧૬-૧૬ જિલ્લા તેમજ ગુજરાત, અરૂણાચલ પ્રદેશ અને કેરળના ૧૩-૧૩ જિલ્લા તા તામિલનાડુના ૧૨, મધ્યપ્રદેશના ૮, હરિયાણાના ૭ અને પંજાબના ૨ જિલ્લાઓમાં અમલમાં મુકાશે.

અગાઉની સરખામણીએ હવે આ કાર્યક્રમ હેઠળ હિમાચલ પ્રદેશ, તામિલનાડુ, નાગાલેન્ડ અને ગોવા, પોંડીચેરીને સમાવવામાં આવ્યા છે. લઘુમતી સમાજને ઉતન માટે સરકાર શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્કીલ ડેવલોપમેન્ટના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરશે.

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. રાજય સરકારો અને કેન્દ્ર સરકાર તમામ સમાજને રાજી રાખવા પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે ૧૩ જિલ્લાઓમાં હવે લઘુમતીઓ માટે સ્કીલ ડેવલોપમેન્ટ અને આરોગ્ય સહિતની યોજનાઓની અમલવારી ઝડપી થશે. કેન્દ્ર સરકારે પોતાના જન વિકાસ કાર્યક્રમનો વ્યાપ ૩૦૮ જિલ્લા સુધી વધારવાનો નિર્ણય લેતા લાખો લોકોને ફાયદો થશે.

લઘુમતી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઉંચુ લાવવા સરકાર કાર્યરત છે. આ ઉપરાંત આરોગ્ય અને સ્કીલ ડેવલોપમેન્ટ પણ સરકાર પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ ઝડપી થઈ જશે. આ યોજના હેઠળ ૫ રાજયોનો વધારો કરવામાં આવ્યો છે. પરિણામે યોજનામાં ભંડોળ પણ મોટુ ફાળવવામાં આવશે તેવી શકયતા છે. હાલ અગાઉ ૩૯૭૨ કરોડ રૂપિયાનું ભંડોળ હેઠળ કામ ચાલી રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.