Abtak Media Google News

મોરબીમાં રહેણાંક મકાનમાંથી સોનાનાં દાગીનાની ચોરી કરનાર બે શખ્સોને કોર્ટે બે વર્ષની કેદ અને રૂ. ૨ હજારનો દંડ ફટકાર્યો છે.

આ કેસની વિગત મુજબ તા.૭/૦૧/૨૦૧૪ ના રોજ રિઝવાનાબેન ઈકબાલભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ઘરકામ કરવા માટે બહાર ગયા હતા. ત્યાર બાદ તેઓ પરત ફરીને આવ્યા તો ઘરના તાળા તૂટેલા હતા અને તિજોરીમાં રાખેલા દાગીના ચોરી થઈ ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરી કરનાર યુનુસભાઈ અલીમામદભાઈ બ્લોચ અને કરીમભાઈ કાદરભાઈ બ્લોચને પકડી પાડ્યા હતા.

Advertisement

આ કેસ મોરબી એડી.જજ દવેની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ આર.એ.ગોરીની દલીલો ધ્યાને લઇ બન્ને આરોપીઓને કોર્ટે તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદ અને રૂ.૨ હજારનો દંડ ફટકાર્યો છે. આરોપીઓ જો દંડ ન ભરે તો વધુ ૩ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.