Abtak Media Google News

અઢી દાયકા જૂની ટ્રાફિકની સમસ્યાનો નિવેડો આવતા વાહન ચાલકોમાં હાશકારો

અબતક,રાજકોટ

Advertisement

એક પણ ગરીબ  ધંધાર્થીની  રોજી-રોટી છીનવ્યા વિના મેયર ડો.પ્રદિપ ડવે   કુનેહપૂર્વક  મવડી માર્કેટની  અઢી દાયકા જૂની ટ્રાફીકની સમસ્યા  ઉકેલી છે.

વિશ્વેશ્વર મવડી રોડ પર માર્કેટના રેકડી ધારકો મુખ્ય માર્ગમાં અર્ધા સુધી ઉભા રહેતા જેના કારણે ખુબ જ ટ્રાફિકની સમસ્યા ઉદભવતી.

માર્કેટના કારણે મવડી રોડ પર વાહનવ્યવહારની આવન જાવન પણ ખુબ જ રહેતી હોવાથી લોકોને જવા આવવામાં અને ત્યાંના વેપારીઓને પણ ખુબ જ મુશ્કેલી પડતી. આ સમસ્યા છેલ્લા 25 વર્ષથી આ સમસ્યા લોકો ભોગવી રહ્યા હતા. મેયર ડો.પ્રદિપ ડવે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અને રેકડી ધારકોને પોતાની રોજી-રોટી મળી રહે તે માટે સબંધક અધિકારીઓ સાથે સ્થળ વિઝીટ કરી જરૂરી આયોજન ગોઠવવામાં આવેલ. મુખ્ય રોડ પછી આશરે 3300 સ્ક્વેર મીટરમાં રૂ 23 લાખના ખર્ચે પેવિંગ બ્લોક નાખવામાં

આ જ પેવિંગ બ્લોક પર સ્થાનિક વેપારીઓને મુશ્કેલી ન પડે અને રેકડી ધારકો પોતાનો ધંધો કરી શકે તે રીતે ગોઠવણ કરવામાં આવી હતી.

મવડી વિશ્વેશ્વર મેઈન રોડ પર મવડી ચોકડીથી શ્રીનાથજી સોસાયટી શેરી નં 5 સુધી કુલ અંદાજીત 200 મીટર લંબાઈ રોડ ડીવાઇડર સ્ટોન નાંખવામા આવેલ છે.

ડૉ.પ્રદિપ ડવ 5

જેનાથી અંદાજીત 1500 ચોરસ મીટર વિસ્તારમાં શાક માર્કેટને લગત લારીઓ તેમજ રેકડીઓનું સુવ્યવસ્થિત આયોજન થઈ શકે તે હેતુથી ડિવાઈડર સ્ટોન ફીટ કરવામાં આવેલ છે.

જેના કારણે મવડીના મુખ્ય રોડ પર રેકડી ધારકો આવી ન શકે અને મવડી રોડ પર આવન જાવન કરતા વાહન ચાલકોને સરળતા રહે તેવું આખું આયોજન કરવામાં આવેલ. આ વ્યવસ્થાના કારણે હાલમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થયેલ છે અને વેપારીઓને પણ શાક માર્કેટના કારણે પડતી મુશ્કેલી દુર થઈ છે અને આશરે 200 જેટલા રેકડી ધારકોની રોજી-રોટી પણ યથાવત રહેલ છે અને ત્યાં સ્વચ્છતા રહે તેવી જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ તમામ સમસ્યાનું નિરાકરણ થતા આજુબાજુના રહેતા લોકો અને મુખ્ય માર્ગના વેપારીઓએ મેયર દ્વારા આ પ્રસંશનીય વ્યવસ્થા કરવા બદલ ખુબ જ આવકારેલ.

ભીમનગર ચોકથી જડુશ સુધીના રોડ પર રેકડીઓ ઉભી રહેવાના કારણે આવન જાવન કરતા વાહનોને ખુબ જ મુશ્કેલી પડતી અને અવાર નવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી. આ રોડના આશરે 100 થી વધુ રેકડી ધારકોને રોજી-રોટી મળી રહે તેવા આશયથી તેઓને પણ ફૂટપાથ પર ઉભું રહેવાની સગવડ કરી આપવામાં આવેલ. જેના કારણે હાલમાં ટ્રાફિકની સમસ્યા ખુબ જ હળવી થઈ છે અને રેકડી ધારકોની રોજી-રોટી પણ યથાવત મળી રહે તેવી વ્યવસ્થા કરેલ છે.

વિશેષમાં, મવડી ગામ તરફ દિન પ્રતિદિન હાઇરાઇઝ બિલ્ડીંગો, કોમર્શિયલ કોમ્પલેક્ષો ખુબ જ બની રહેલ છે.

આ રોડ પરના રહેવાસીઓને પણ આવવા જવામાં સગવડતા મળી રહે તે માટે તાજેતરમાં જ મવડી ચોકડીથી સંસ્કાર સિટી સુધીના રૂ. 1.75 કરોડના ખર્ચે ડામર રોડ કરવામાં આવેલ છે. આ ઉપરાંત મવડી ચોકડીએ આગામી સમયમાં અદ્યતન સર્કલ પણ બનાવવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.