Abtak Media Google News
  • મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષનું સંશોધન પેપર ઓસ્ટ્રેલિયાની જર્નલમાં પ્રકાશિત થયું

પ્રાર્થનાથી ઉત્પન્ન થતાં સ્પંદનોની અસરથી આપણને દૈવી શક્તિઓની સહાયતા પ્રાપ્ત થાય છે. પ્રાર્થના એ મનની શાંતિ અને સ્વાસ્થ્યને શુદ્ધ રાખવા કરાય છે. જે રીતે શરીરને સ્વસ્થ રાખવા માટે ખોરાકની જરૂર પડે છે. તેમ આપણાં મનને સ્વસ્થ રાખવા પ્રાર્થનાની જરૂર પડે છે. પ્રાર્થના એટલે કોઈ પણ તાર વિનાનું જોડાણ જે કોઈ પણ સમયે કે સ્થળે થઈ શકે. પ્રાર્થનાથી આપણું મન પવિત્ર અને પ્રસન્ન બને છે.

પ્રાર્થનાની પદ્ધતિ ખૂબ જ મનોવૈજ્ઞાનિક અને વ્યવહારુ બાબત છે. તમારા મનમાંથી અશુભ અને અનિયંત્રિત વિચારોને દૂર કરવા માટે પ્રાર્થના કરતાં વધુ અસરકારક બીજી કોઈ સરળ પદ્ધતિ નથી. લીન થઈને, સુધબુધ ખોઈને, લાગણીઓમાં ડૂબી જઈને, હૃદયની સંપૂર્ણ પ્રામાણિકતા સાથે, એકવાર ભગવાનને પ્રાર્થના કરો અને જુઓ. ભગવાન સાંભળે છે કે નહીં તે પછીની વાત છે. પરંતુ પહેલા જુઓ કે તમારું હૃદય હળવું થાય છે કે નહીં. જુઓ કે તમારા હૃદય પર લાગેલો પથ્થર દૂર થયો છે કે નહીં.

પ્રાર્થનાથી આપણાં શરીરમાં શક્તિનો સંચાર થાય છે જેનાથી આત્મબળ વધે છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. પ્રાર્થના એ આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે. પ્રાર્થનાનો માનસિક સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ રહેલો છે. પ્રાર્થના દ્વારા વ્યક્તિના મનમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને વ્યક્તિની અંદર રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને વ્યકિતમાં નમ્રતાનો ભાવ જન્માવે છે. પ્રાર્થના મીઠી અને મધુરી વાણી સાધ્ય કરવામાં મદદ કરે છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષનું સંશોધન પેપર ઓસ્ટ્રેલિયાની જર્નલમાં પ્રકાશિત થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.