દિવાળીની સૌથી મજાની વસ્તુ એટલે ફટાકડા, જાણો તેનો રસપ્રદ ઈતિહાસ !!!

ફટાકડાની શોધો 2200 વર્ષ પહેલા થયેલ: 199 દેશોમાં નવા વર્ષનો પ્રારંભ ફટાકડા ફોડીને કરવામાં આવે છે દિવાળીના તહેવારની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. દિવાળીને હજુ થોડી વાર હોય તે પહેલા જ શરૂ થઈ જાય, નાના મોટા સૌને ગમે, આકાશમાં રંગોળી થાય અને દૂર સુધી ધડાકા સંભળાય એ છે ફટાકડા.

ઓર્ડર, ઓર્ડર… હવેથી માત્ર 'ગ્રીન ફટાકડા' જ ફોડવા | chitralekha

આ ફટાકડાની શોધ કોણે અને ક્યારે કરી ?

છઠ્ઠી સદીમાં ચીનમાં એક રસોયા દ્વારા ફટાકડાં ની શોધ થઈ.તે રસોઈયાથી સ્વાદિષ્ટ રસોઈ બનાવતી વખતે ભૂલથી પોટેશિયમ નાઈટ્રેટ આગમાં પડી ગયું. પરિણામે તેમાંથી રંગબેરંગી જ્વાળાઓ નીકળી, ત્યારબાદ તેમાં કોલસા અને સલ્ફર નો ભૂકો નાખવાથી બહુ મોટો ધડાકો થયો અને રંગીન જ્વાળાઓ નીકળતી રહી. આ ધડાકા ની સાથે બારૂદ ની શોધ થઈ અને આકર્ષક ફટાકડાની શરૂઆત થઈ.

ત્યારબાદ ચીનના સૈનિકોએ પોટેશિયમ નાઈટ્રેટ, કોલસો અને સલ્ફર આ બધાના મિશ્રણનો ઉપયોગ વાંસની ભૂંગળીમાં ભરીને વિસ્ફોટ કરવા માટે કર્યો. ચીન નો ઇતિહાસ કહે છે કે 2200 વર્ષ પહેલા લોકો વાંસને આગમાં નાખતા, વાંસ અંદરથી ખોખલું હોય અને તેનામાં ગાંઠો ખૂબ જ હોવાથી, તે ગરમ થતા તેની ગાંઠો ફૂટતી અને તેનો અવાજ જોરદાર ધમાકા સાથે આવતો. ચીની લોકો ત્યારે એમ માનતા કે વાંસના ફાટવાના અવાજથી બુરી આત્માઓ અને જંગલી જાનવરો ભાગી જાય, ખરાબ વિચાર પણ દૂર થાય અને સુખ શાંતિ પ્રાપ્ત થાય. આ માન્યતા ને કારણે તેઓ મુખ્ય તહેવાર અને પ્રસંગ પર વાંસમાં બારૂદ ભરી બનાવેલ ફટાકડાનો ઉપયોગ કરતા.

ગ્રીન ફટાકડાને લઈ લોકોમાં દ્વિધા, જાણો ગ્રીન ફટાકડા એટલે શું? અને તેના  ફાયદા | Gujarat News in Gujarati

છઠ્ઠી સદીમાં ચીનમાં થયેલ ફટાકડાની શોધ ઈ.સ.1200 થી ઈ.સ.1700 સુધીમાં આખી દુનિયામાં લોકોની પસંદ બની ગયા. દરેક ખુશીના પ્રસંગો તેમજ તહેવારોમાં આતિશબાજીની શરૂઆત અહીંથી જ થઈ. આજે પણ 199 દેશોમાં નવા વર્ષની શરૂઆત ફટાકડા ફોડીને જ થાય છે. આપણે ત્યાં દિવાળીમાં ફટાકડા ફોડવાની પરંપરા ત્યાર પછી ઘણા વર્ષે શરૂ થઈ.

ભારતમાં 12મી સદીમાં બંગાળના બૌદ્ધ ધર્મગુરુ દીપાકરે ફટાકડાની આતિશબાજી શરૂ કરી. તેઓ ફટાકડા ફોડવાનું જ્ઞાન ચીનના તિબ્બેટ પ્રવાસ દરમિયાન શીખી લાવ્યા હતા. મહાભારતના સમયનો એક કિસ્સો મરાઠી સંત કવિ એકનાથે પોતાની 1570 માં લખેલી એક કવિતામાં ટાંક્યો છે કે શ્રીકૃષ્ણ અને રુકમણી ના વિવાહમાં આતિશબાજી કરવામાં આવી હતી.

પંજાબ યુનિવર્સિટી ના ઇતિહાસ ના પ્રોફેસર રહી ચૂકેલા રાજીવ લોચને એક ન્યુઝ વેબસાઈટ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે ઈસાપૂર્વ કાળમાં લખેલા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એક એવા મિશ્રણ ની વાત મળે છે કે જેને બાળવાથી તેજ જ્વાળા ઉત્પન્ન થાય છે, આ મિશ્રણને વાંસની નળીમાં નાખીને બાળવાથી ફટાકડા ફૂટે છે. આમ ભારતમાં ફટાકડા નો ઇતિહાસ 13મી સદીથી પણ વધારે જૂનો છે, જેની ઝલક વર્ષો જૂની પેન્ટિંગમાં ફૂલઝડી અને આતિશબાજી ના દ્રશ્યો દ્વારા જોવા મળે છે.

બાબરે 1519 માં જ્યારે ભારત પર હુમલો કર્યો ત્યારે તેણે બારૂદ નો ઉપયોગ કર્યો હતો અને શાહજહાંના દીકરાના લગ્ન 1633 માં થયા ત્યારે આતિશબાજી થઈ હતી એવા પેન્ટિંગ્સ પણ જોવા મળે છે.તેથી ભારતમાં 12મી સદીથી ફટાકડા હોવાનું પ્રમાણ મળે છે.

ભારતમાં સૌથી વધારે ફટાકડા ક્યાં બને છે? અને તેની શરૂઆત કેવી રીતે થઈ?

મોદી સરકારે દિવાળી પહેલા ગ્રીન ફટાકડા કર્યા જાહેર, તેના વિશે જાણો ... - GSTV

ચીન પછી ભારત વિશ્વભરમાં સૌથી વધુ ફટાકડા બનાવવાવાળો દેશ છે. ભારતમાં ફટાકડાનો કારોબાર 8000 કરોડથી પણ વધારે છે. ચેન્નઈ થી 500 કી.મી. દૂર શીવાકાશીમાં 800 થી વધારે ફટાકડા બનાવવાની ફેક્ટરી છે. લાખો લોકોની આજીવિકા આ વ્યવસાય સાથે જોડાયેલી છે. દેશમાં બનતા કુલ ફટાકડાના 80% હિસ્સો શિવાકાશીમાં તૈયાર થાય છે.

ફટાકડા બનાવવાની રોચક વાત જાણવા જેવી છે. શિવાકાશીનાં ષણમુગમ નડાર અને અય્યા નડાર બંને ભાઈઓ 1922માં કોલકત્તા થી માચીસ બનાવવાની કળા શીખીને શિવાકાશી પાછા ફર્યા અને માચીસની નાની ફેક્ટરી ઊભી કરી. 1926માં બંને અલગ થયા અને ફટાકડા બનાવવાનું કામ શરૂ કર્યું. આજે આ બંને ભાઈઓની કંપનીઓ સ્ટાન્ડર્ડ ફાયર વર્કસ અને શ્રીકાલીશ્વરી ફાયર વર્કસ દેશની બે સૌથી મોટી ફટાકડા બનાવવાની કંપની બની ગઈ છે. અહીંથી 80% ફટાકડા અન્ય દેશોમાં સપ્લાય કરવામાં આવે છે.