Abtak Media Google News

ધોરાજીમાં હાર્દિક પટેલની હાજરીમાં પાટીદાર અનામત આંદોલન સૌરાષ્ટ્ર ઝોનની ચિંતન શિબિર યોજાઈ

રાજકોટના ધોરાજી ખાતે  પાટીદાર અનામત આંદોલન સૌરાષ્ટ્ર ઝોનની ચિંતન શિબીર યોજાઈ હતી.

Advertisement

પાસના હાર્દિક પટેલ, રેશ્મા પટેલ,અરૂણ પટેલ,મનોજ પીનારા,દિલીપ સાંભવા,લલિત વસોયા,મનોજ માણવરીયા, દિનેશ વોરા, વિઠ્ઠલ ભાઈ હિરપરા તા અન્ય  તાલુકા જિલ્લા પાસના ક્ધવીનરો અને કાર્યકર્તા ઓની ઉપસ્િિતમાં યોજાયેલ આ ચિંતન શિબીરમાં ઉપસ્તિ ૩૦૦ કરતા સૌરાષ્ટ્રના પાસના કાર્યકર્તાઓને હાર્દિક પટેલ સહિતના લોકોએ સંબોધન કર્યું હતું.જેમાં આગામી દિવસોમાં પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બનાવવા સૌરાષ્ટ્રના ગામડે ગામડે પાસના સભ્યોની નોંધણી કરીને પાસ સંગઠનને વધું વધુ મજબૂત બનાવવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી.આ સો જ હાર્દિક પટેલે  ગામડે ગામડે લોકોને જાગૃત કરીને અનામત મુને, યુવાનોની રોજગારી મુદે,ખેડૂતોના મુદે સહિતના પ્રશ્ર્નોને લઈને લડત લડવાનું જણાવ્યું હતું.

ેરાજી ખાતે યોજાયેલ ચિંતન શિબીરમાં હાર્દિક પટેલે આ ગામી દિવસોમાં દરેક ગામો ખાતે કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી છે ત્યારે આગામી મહિનાઓમાં ગુજરાત વિધાનસભાની યોજાય તે પહેલા જ પાટીદારોનું અનામત આંદોલન ફરી તેજ તું જોવા મળી રહ્યું છે.

જ્યારે ચિંતન શિબીરમાં ઉપસ્તિ મહિલા પાસના રેશ્મા પટેલે પણ ઈવીએમ મશીનને લઈને સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ રીટ પીટીશન અંગે ન્યાયતંત્ર ઉપર પુરેપુરો વિશ્ર્વાસ હોવાનો શૂર વ્યક્ત કર્યો હતો.

ઈવીએમ મશીનને લઈને એક બાજુ કાયદાકીય લડત ચાલી રહી. તો બીજી તરફ હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનને ફરી ધબકતું કરવાની જાહેરાત કરી ત્યાંરે પાટીદારોની લડત કેવી રહેશે એ તો સમય જ બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.