Abtak Media Google News

પત્ની સાથે કઢંગી હાલતમાં યુવાનને જોયા બાદ પતિએ બે મિત્રો સાથે મળીને કાસળ કાઢી નાખ્યું હતુ

જામનગર નજીકના ઠેબા ગામની સીમમાંથી પચ્ચીસ દિવસ પહેલા મળી આવેલા માટીમાં અર્ધ દટાયેલા અર્ધનગ્ન યુવાનના મૃતદેહનો પોલીસે કબજો સંભાળ્યા પછી આ અનડીટેક્ટ હત્યાના ગુન્હામાં ત્રણ શખ્સોની એલસીબીએ અટકાયત કરી છે. આડાસંબંધના મામલે આ હત્યા થઈ હોવાની આશંકા પુરવાર છે. એક શખ્સના પત્ની સાથે મરણજનાર રંગરેલિયા મનાવતો રંગેહાથ ઝડપાયા પછી તેને તે શખ્સ અને તેના બે મિત્રોએ માર મારી પતાવી દીધાનું બહાર આવ્યું છે. જો કે, આ મૃતકનું નામ કે ઓળખ હજુ સુધી મળવા પામ્યા નથી.

Advertisement

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર ઠેબા ચોકડીથી ખીમલિયા ગામ તરફ જવાના માર્ગ પર આવેલા પાણીના એક વોકળામાંથી ગઈ તા.ર૬ જાન્યુઆરીના દિને ત્રીસેક વર્ષના લાગતા એક અજાણ્યા યુવાનનો અર્ધનગ્ન મૃતદેહ અડધો ધૂળમાં દટાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ મૃતદેહને કોઈએ જોયા પછી પોલીસને જાણ કરતા ડિવિઝનનો પોલીસ કાફલો અને એલસીબીની ટીમ દોડી ગઈ હતી.ઠેબા ગામમાં આવેલા વિજયભાઈ શાહ નામના આસામીના કારખાનામાં મજૂરીકામ કરતા એક શખ્સ સાથે હત્યાના તાર જોડાયેલા હોવાની નીકળતા એલસીબીએ તેને બોલાવી મંગાવવા તજવીજ હાથ ધરી હતી. મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વતની અને હાલમાં ઠેબાની સીમમાં રહેતા અભેસિંગ કરશનભાઈ ઉર્ફે બાબુ નામના આદિવાસી શખ્સની એલસીબીએ પૂછપરછ કરતા તેણે પરદો ઉંચક્યો છે.એલસીબી સમક્ષ પોપટ બની ગયેલા આ શખ્સે જણાવ્યા મુજબ અભેસિંગની પત્ની સાથે મૃતક યુવાનને થોડા સમય પહેલા સંબંધ બંધાયો હતો. આ યુવાનને ચહેરેથી અને તેના હુલામણા નામથી ઓળખતી અભેસિંગની પત્ની અવારનવાર મળતી હતી અને બન્ને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. તા.ર૬ જાન્યુઆરીના આગલા દિને તે બન્ને વ્યક્તિઓ મળ્યા હતા અને અભેસિંગના ઘરમાં જતાં તે દરમ્યાન અચાનક જ અભેસિંગ આવી જતાં તેણે આ શખ્સ અને પોતાની પત્નીને કઢંગી હાલતમાં જોઈ પીત્તો ગૂમાવ્યો હતો. અચાનક તે યુવતીના પતિને પ્રગટ થયેલો જોઈ મરણજનાર યુવક અર્ધનગ્ન હાલતમાં જ નાસવા માંડયો હતો અને નજીકમાં આવેલા બાવળના ઝાળામાં છૂપાઈ ગયો હતો, પત્ની સાથે રહેલા આ શખ્સને શોધી કાઢવા માટે અભેસિંગે પોતાના મિત્ર રાજુ દિત્યા ભાભોર અને રમેશ બચુભાઈ બાંભણિયાને બોલાવી તેની શોધખોળ શરૃ કરી હતી જેમાં નગ્ન હાલતમાં તે યુવક છૂપાયેલો મળી આવતા તેને ઢોરમાર મારી ઉપરોકત ત્રણેય શખ્સોએ ઠેબાની સીમમાં વોકળાની કેનાલમાં નાખી દઈ તેના પર માટી વાળી દીધી હતી, પરંતુ શરૂ થયેલી સઘન પોલીસ તપાસે આ શખ્સોના હત્યાના ભેદને ખોલી નાખ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.