Abtak Media Google News

મામી સાથે ધરાર આડા સંબંધ બાંધવાની માથાકૂટના કારણે લોખંડની કોસથી હુમલો કરી મામા-મામીના ઢીમઢાળી દીધાની ભાણેજની કબુલાત

વલ્લભીપુરના મોણપર ગામે વાડીએ મામા-મામી પર લોખંડની કોસથી હુમલો કરી હત્યાના ગુનામાં સંડોવાયેલા મૃતકના ભાણેજની પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા મામી સાથે ધરાર આડા સંબંધ બાંધવા માથાકૂટ ચાલતી હતી ત્યાર મામા જાગી જતા તેની સાથે થયેલા ઝઘડાના કારણે બંનેની હત્યા કર્યાની કબુલાત આપી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોણપર ગામે રહી કરશનભાઇ માંગુકીયાની વાડીએ ખેત મજુરી કરતા જો‚ભાઇ કાંતિભાઇ ચુડાસમા (ઉ.વ .૩૦) અને તેની પત્ની વર્ષા ચુડાસમા (ઉ.વ.૩૦)ની નિંદ્રાધીન હતા ત્યારે અજાણ્યા શખ્સે હત્યા કર્યાની કાંતિભાઇ લાખાભાઇ ચુડાસમાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મોણપરમાં ડબલ મર્ડરની ઘટના પોલીસમાં નોંધાતા ડીવાય.એસ.પી.આર.ડી.જાડેજા અને પી.એસ.આઇ. ટી.એસ.રીઝવી સહિતના પોલીસ સ્ટાફ મોણપર પહોચી તપાસ હાથ ધરતા દંપત્તીની હત્યામાં મૃતકના ભાણેજ અજીત ત્રિકમ સાથડીયાની સંડોવણી હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે.

મૃતક વર્ષાબેને પોતાના દિયર જો‚ સાથે ઘરઘણું કર્યુ હોવાનું અને વર્ષાબેન સાથે આડા સંબંધ બાંધવા માટે ગતરાતે અજીત સાથળીયા ગયો ત્યારે મામી વર્ષાબેને આડો સંબંધ બાંધવાની પોતાના ભાણેજ અજીત સાથળીયાને ના કહેતા બંને વચ્ચે બોલાચાલી થતા વર્ષાબેનના પતિ જો‚ભાઇ જાગી જતા અજીત સાથળીયાને ઠપકો દેતા મામા જો‚ભાઇ સાથળીયા પર લોખંડની કોસથી હુમલો કરી ઢીમઢાળી દીધાની અને વચ્ચે પડેલા વર્ષાબેનને પણ કોસ ફટકારી હત્યા કર્યા બાદ બંનેના ચહેરા છુંદી નાખ્યાની અજીત સાથળીયાએ કબુલાત આપી છે. પોલીસે અજીત સાથળીયાની ડબલ મર્ડરના ગુનામાં ધરપકડ કરી લોખંડની કોસ કબ્જે કરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.