Abtak Media Google News

ગોંડલ નગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો હતો. શાસનમાં આવ્યા બાદ નગરપાલિકાના હોદ્દેદારોની વરણી બાદ આજરોજ જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં મહત્વની સમિતિઓ, તેના ચેરમેન અને સભ્યોની નિમણુંક સાથે વિવિધ ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ દ્વારા વિવિધ ખાતાના ચેરમેનના નામ જાહેર કરાયા છે. જે મુજબ ગોંડલની એમ.બી.કોલેજનો વહીવટ શીતલબેન કોટડીયાને સોંપાયો છે તો બાંધકામ કમિટીના ચેરમેન તરીકેનો ચાર્જ આશિફ્ભાઈ ઝીકરિયાને સોંપાયો છે. જ્યારે શહેરના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનનો તાજ શૈલેષભાઇ રોકડને શિરે મુકાયો છે. ગોંડલ નગર પાલિકાની વિવિધ સમિતિઓમાં ચેરમેન તરીકે મહિલાઓનો દબદબો વધુ જોવા મળી રહ્યો છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, બાગ-બગીચા તેમજ આવાસ સહિતની મોટાભાગની કમિટીના ચેરમેનનો હવાલો મહિલા અગ્રણીને સોંપાયો છે.

Screenshot 1 50

વિવિધ સમિતિના ચેરમેન

  • બાંધકામ કમિટીના ચેરમેન- આશિફ્ભાઈ ઝીકરિયા
  • ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન- શૈલેષભાઇ રોકડ
  • એમ.બી.કોલેજના ચેરમેન- શીતલબેન કોટડીયા
  • વોટર વર્ક્સ ચેરમેન- રાજુભાઇ ધાના
  • વીજળી શાખા ચેરમેન- અશ્વિનભાઈ પાંચાણી
  • વાહન વ્યવહાર વિભાગના ચેરમેન- જીજ્ઞેશભાઈ ઠુમ્મર (એલ.ડી)
  • સેનિટેશન શાખા ચેરમેન – હંસાબેન માધડ
  • બાલાશ્રમ કમિટી ચેરમેન – અનિતાબેન રાજ્યગુરુ
  • મહિલા કોલેજ કમિટી ચેરમેન – મીતલબેન ધનાણી
  • માધ્યમિક શિક્ષણ કમિટી ચેરમેન – કંચન બેન શીંગાળા
  • લો કોલેજ કમિટી ચેરમેન – પરિતાબેન ગણાત્રા
  • બાગ બગીચા શાખા ચેરમેન- સમજુબેન મકવાણા
  • NULM કમિટીના ચેરમેન – નયનાબેન રાવલ
  • આવાસ યોજનાના ચેરમેન – રંજનબેન પીપળીયા
  • સ્ટાફ સિલેક્શન કમિટીના ચેરમેન – કાંતાબેન સાટોડીયા
  • હેલ્થ કમિટી ચેરમેન- સંગીતાબેન કુંડલા
  • શોપિંગ સેન્ટર કમિટી ચેરમેન – પ્રકાશભાઈ સાટોડીયા
  • વેજીટેબલ કમિટી ચેરમેન – ઊર્મિલાબેન પરમાર
  • સ્પોર્ટ કમિટી ચેરમેન – મીનાબેન જસાણી
  • લાયબ્રેરી કમિટી ચેરમેન – વસંતબેન ટોળીયા
  • ભૂગર્ભ ગટર શાખા ચેરમેન – જગદીશભાઈ રામાણી
  • ITI કમિટી ચેરમેન – વસંતબેન ચૌહાણ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.