Abtak Media Google News

ધ ગ્લોબલ ગુજરાત શો સિઝન-1 ના મીના ગોહેલને પ્રથમ વિજેતા જાહેર કરાયા છે. તેઓને આ એવોર્ડ રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ હાંસલ કરી તેમણે રાજકોટ મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતિનું ગૌરવ વધાર્યુ છે.

મુળ રાજકોટના વતની મીના મનિષ ગોહેલ પરણીને હાલ મુંબઇમાં રહેતા, નાનપણ થી જ ફેશન અને મોડેલીંગનો  શોખ હતો. જે પુરો કરવાની તક લોકડાઉનના કપરા સમયમાં મળી જે મીનાબેને ઝડપી લીધી.

કોરોના સમય દરમિયાન ગુજરાતની મ્યુઝિક કંપની કૃપ મ્યુઝિક અને ગીવ વાચા ફાઉન્ડેશનના એન.જી.ઓ. દ્વારા આયોજીત વિશ્ર્વભરના ગુજરાતીઓ માટે સ્પર્ધા ધ ગ્લોબલ ગુજરાત શો માં ભાગ લીધો અને વિશ્ર્વભરના 400 લોકો વચ્ચે ચાર રાઉન્ડ પાર કરી વોટિંગના આધારે મીના મનીષ ગોહેલ પ્રથમ વિજેતા બન્યા.

રાજકોટના હાલમાં મેયર ડો. પ્રદિપ ડવ ના હસ્તે તેમને એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા તેમજ આ સિઘ્ધી બદલ મીના ગોહેલને એમએલએ ગોવિંદભાઇ પટેલએ પર્સનલ શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.