Abtak Media Google News

ધોરાજીના જિયાન, ગોંડલની ખુશાલી અને ઉપલેટાના વંશને પ્રાપ્ત થઈ નિ:શુલ્ક સારવાર નવી જીંદગી મળ્યાનો અહેસાસ

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમએ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવામાં આવતી અને રાજ્ય સરકાર દ્વારા અમલીકરણમાં આવતી એક નવીનતમ અને મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજના અંતર્ગત જન્મથી 18 વર્ષ સુધીની વયમર્યાદાના બાળકોને 4 આધારો પર તારવીને તેને પૂર્ણ સારવાર આપવામાં આવે છે.

ધોરાજીના વાડોદર ખાતે રહેતા એક વર્ષના બાળક જિયાન કમલેશ છૈયા જન્મથી હદયની ખામી ધરાવે છે. ત્યારે આર.બી.એસ.કે. ટીમના ડો. ગૌતમ મકવાણા તથા ડો. હિરલ ઠુમ્મર વાડોદર ખાતે આંગણવાડી 103ની વિઝીટ લેવા જતા, ડીલીવરી થયેલ બાળકનુ સ્ક્રીનીંગ કરતા બાળકને હ્રદયની બિમારી હોય એવુ જણાયું હતું. સાથે ડાઉન્સ સિન્ડ્રોમના પણ ચિહ્નો જોવા મળેલ હતા. આથી, ટીમે બાળકના વાલીને આર.બી.એસ.કે. અંતર્ગતની સેવા વિશે સમજાવેલ હતા. બાળકના વાલી વાડોદર ખાતે આંગણવાડી વર્કર હોઇ, તેને પ્રાઇવેટ હોસ્પિટલમા ઓપરેશન કરાવવાની ઇચ્છા વ્યક્ત કરેલ હતી. અંતે 19/01/2022 ના રોજ નારાયણ હોસ્પિટલ, અમદાવાદ ખાતે PMJAY અંતર્ગત બાળકનુ સફળતાપુર્વક ઓપરેશન થયેલ હતું.

ગોંડલ ખાતે રહેતા નરસિંહ સાગરની પુત્રી ખુશાલી જન્મથી હદ્યને લગતી ખામીથી પીડિત હતી. ત્યારે આર.બી.એસ.કે. ટીમ દ્વારા પીડિત બાળકીના ઘરની મુલાકાત દરમિયાન બાળકના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. જિલ્લા હોસ્પિટલ, રાજકોટ ખાતે વધુ તપાસ બાદ બાળકને ઈઇંઉનું નિદાન થયું હતું. જેમાં ધમનીમાં ખામી હોય છે. ટીમે બાળકના વાલીઓને આ રોગ અને તે સાથે સંકળાયેલ જોખમો વિશે કાઉન્સેલીંગ કરીને તેમને સારવાર કરનારા અન્ય દર્દીનો સંપર્ક પણ કરાવી આપ્યો હતો. અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર કરવા માટે સમજાવવામાં આવ્યા. ત્યારે સમગ્ર ટીમના સખત પ્રયત્નો પછી વાલી સારવાર માટે સંમત થયા અને 03/02 ના રોજ CHD માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું. સફળ સારવાર બાદ વાલીએ આર.બી.એસ.કે. ટીમના ડો. હર્ષદ કુચા અને ડો. કિંજલ સખીયાનો આભાર માન્યો હતો.

ઉપલેટાના નીલાખા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઢાંકના આંગણવાડી કેન્દ્રના વંશ પ્રકાશભાઇ નામના બાળકની આર.બી.એસ.કે. ટીમ દ્વારા તા.05/04ના રોજ તપાસ કરતા (કરોડરજ્જુમાં ખામી), (જન્મજાત ખામી) જોવા મળેલ હતી. બાદમાં ઓપરેશન માટે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે રીફર કરેલ અને તા.09/04/ના રોજ તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડો.ક્રિષ્ના પેઠાની અને ડો.સમર્થ રામાનુજનનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.