Abtak Media Google News

‘અબતક’ મીડિયાના ડિજીટલ પ્લેટફોર્મ અને ચેનલ દ્વારા

સંતાનોને પ્રેમ હુંફ અને લાગણી સાથે પુરો સહયોગ આપો: વાલીઓનો સુર

નારી શકિત એ હવે જાગૃત થઇને પ્રતિકાર કરતાં શીખવું જ પડશે: દુર્ગાશકિત ટીમ

ધો. 9 થી 1ર અને કોલેજ છાત્રોએ નિર્ણય શકિત અને સમસ્યા ઉકેલ જેવી લાઇફ સ્કીલ કેળવવી જ પડશે: શિક્ષકોનો સુર

અબતક, રાજકોટ

Advertisement

છેલ્લા એક-બે માસથી બનતી વિવિધ ઘટનાઓના પગલે મા-બાપો ચિંતા અને સતત ચિંતન કરી રહ્યાં છે. ત્યારે ‘અબતક’ મીડિયાના ડિજીટલ પ્લેટફોર્મ ઉપર આ વિષયક લાઇવ ડિબેટ ચર્ચા સર્વોદય સ્કુલના પટાંગણમાં યોજવામાં આવી હતી. આ લાઇવ ડિબેટમાં ધો. 10 થી 1ર ની છાત્રોઓ, કોલેજ છાત્રા, વાલીઓ, શિક્ષકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ હજારો લોકોએ લાઇવ નિહાળ્યો હતો.પી.આઇ. ખાસ આ લાઇવ ડિબેટમાં મહિલા પોલીસ સ્ટેશનના સેજલબેન પટેલ તથા દુર્ગાશકિતની ટીમના સદસ્યો પણ લાઇવ ડિબેટમાં જોડાઇને નારી સુરક્ષા તથા હેલ્પલાઇન અને તેની એપ્લીકેશનની વાત કરી હતી.

સમગ્ર લાઇવ ડિબેટમાં એન્કર અરૂણ દવે, ઋષિ દવે અને પ્રતિપાલસિંહ ઝાલા જોડાયા હતા. સમાજમાં બનતી વિવિધ પ્રવર્તમાન ઘટનાના પગલે યોજાયેલી લાઇવ ડિબેટમાં છાત્રોએ હવે સજાગ થઇને અમો મુશ્કેલીનો સામનો કરવાની વાત સાથે પોતાના સંતાનોને પ્રેમ હુંફ અને લાગણી સાથે પુરો સહયોગ અને સમજવાની વાલીઓએ વાત કરી હતી.

આ લાઇવ ચર્ચામાં શિક્ષકોએ પણ મુકત મને ચર્ચામાં ભાગ લેતા છાત્રોએ હવે નિર્ણય શકિત અને સમસ્યા ઉકેલ બાબતે જાગૃત થઇને પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ કરવું જ પડશે. દુર્ગા શકિતની ટીમે તથા મહિલા પોલીસ સ્ટેશનનાં તમામ અધિકારીઓ પણ નારી શકિતને પ્રતિકાર કરતા હવે શીખવું જ પડશે તેવો ભાર મુકયો હતો.સમગ્ર લાઇવ ડિબેટ કાર્યક્રમમાં ચેરમેન ભરત ગાજીપરા, ગૌરવ પટેલના માર્ગદર્શન તળે શિક્ષકો રજનીભાઇ રૈયાણી, નયનભાઇ મહેતા અને સુખદેવભાઇ ડાંગરે વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમમાં ધો. 10- 11 – 1ર અને કોલેજના એક હજાર છાત્રોઓ લાઇવ ચર્ચામાં જોડાઇ હતી.Screenshot 1 55

મહિલાઓને પડતી મુશ્કેલી નિવારણ માટે સમાજનો દરેક વર્ગ આગળ આવે: લાઇવ ચર્ચાનો સૂર

આજની પ્રવર્તમાન સ્થિતિમાં ઘરથી બહાર જતી છાત્રો યુવતિઓ, મહિલાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ લાઇવ ડિબેટનો સુર હતો કે સમાજનો દરેક વર્ગ આગળ આવીને તેના નિયંત્રણ કે નિવારણ માટે જાગૃત થઇને સક્રિય કાર્ય કરે એવો હતો. શાળા કોલેજમાં આવા સેમીનારો સતત યોજીને અવેરનેશ પણ લાવી શકાય છે ત્યારે શાળા સંકુલે કાર્ય કરવું જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.