Abtak Media Google News

પાકિસ્તાન બની ગયું છે આતંકવાદ નિકાસનું મુખ્ય મથક

પુલવામાં હત્યાકાંડ બાદ ભારતે પાકિસ્તાન વિરુઘ્ધ આકરા પગલા લેવાની શરુઆત કરી છે ત્યારે અફઘાનિસ્તાન અને ઇરાન જેવા પાડોશી દેશોએ પણ પાક. પર આતંકવાદીઓને પોષવાનો આક્ષેપ કરી યુનોમાં ફરીયાદ કરી છે

આઝાદી બાદ ભારતનજી તમામ મોરચે વધી રહેલી તાકાતથી રાગદ્રેષની વૃત્તિથી પીડાતું પાકિસ્તાન દાયકાઓની આતંકવાદનો સહારો લઇને ભારતને પછાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ પાકે જ પાળીને મોટા કરેલા આતંકવાદીઓ હવે તેમના માટે જ મુશ્કેલીરુપ બની રહ્યા છે.

આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં આતંકવાદીઓ મહત્વની ભૂમિકામાં આવી ગયા છે. જેથી પાકિસ્તાન હવે આતંકવાદીઓનું નિકાસનું અફઘાનિસ્તાન બાદ મુખ્ય મથક બનીગયું છે. આ માથાભારે આતંકવાદીઓ ભારત ઉ૫રાંત ઇરાન, ઇરાક, અફઘાનિસ્તાન વગેરે પાકિસ્તાનના પાડોશી દેશોમાં સમયાંતરે પોતાના લખણ જળકાવીને આતંકી હુમલાઓ કરતા હોય છે. પાકની આવી નાપાક હરકતોની પાડોશી દેશો અલગ બબુલા જોવા મળી રહ્યા છે.

તાજેતરમાં કાશ્મીરના પુલવામાં  થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનો શહીદ થયા થતા હતા આ હુમલામાં પાક પ્રેટીકત આતંકવાદી સંગઠન જૈશએ મહંમદની સંડોવણી બહાર આવતા ભારતે પાકિસ્તાન વિરુઘ્ધ આકરુ વલણ અપનાવીને દુનિયામાં અનેક દેશો સમક્ષ પાકને ખુલ્લુ પાડયું છે.

જયારે તેના બીજા પાડોશી દેશ અફઘાનિસ્તાનને પણ યુએનની સુરક્ષા પરિષદમાં ફરીયાદ કરીને પાકસ્તિાન તાલિબાનોને તમામ પ્રકારની મદદ કરી રહ્યાનો આરોપ મુકયો છે. બીજા એક પાડોશી દેશ ઇરાને પણ તેમના સુરક્ષાદળો પર થયેલા જેહાદી હુમલામાં પણ પાકિસ્તાનની સંડોવણી હોવાનો આરોપ મુકયો છે.

તાજેતરમાં દેશના વિદેશ મંત્રીઓ પાકિસ્તાન એલચીને રુબરુ બોલાવી ઇરાન પાક બોર્ડને પર પોતાના સુરક્ષા જવાનો પર થયેલા આત્મઘાતી હુમલામાં ર૭ જવાનોની હત્યામાં પાક સ્થિત જેહાદી જુથનો હાથ હોવાની બાબતે આકરી કાર્યવાહી  કરવા તાકીદે કરી હતી.પાકિસ્તાન અત્યારે વિશ્વભરમાં આતંક ફેલાવવાનું કારખાનું જે કે વગોવાય રહ્યું છે. બદનામ થતા પાકિસ્તાન હવે અફઘાનિસ્તાન અને ઇરાન, જેવા તમામ પડોશીઓને પણ આતંકવાદ મુદ્દે દઝાડતું આવ્યું છે.

પાકિસ્તાનનું અર્થ તંત્ર સંપૂર્ણ પણે પરાવલંબી છે. ભુખેભરડા લો પાકિસ્તાન અત્યારે સંપૂર્ણ પણે વિનાશ તરફ ધકેલાય ચુકયું છે. પુલવાનો હુમલો અને ઇરાનનો હુમલો પાકિસ્તાનને ભારે પડવાનો છે.પુલવામાં આત્મઘાતી હુમલા બાદ પાક તરફી તત્વો પર ચારેકોરથી ઘોષ બોલાવવાની સરકારે રણનીતીમાં અલગવાદી તત્વોની સુરક્ષા સવલતો પણ ખત્મ કરવાનો ક્રાંતિકારી નિર્ણય જમ્મુ-કાશ્મીર સરકારે લીધો છે.

જમ્મુ-કાશ્મીર સરકારે ગઇકાલે લીધેલા એક મહત્વના નિર્ણયમાં પાકિસ્તાન તરફી તત્વોને હવે કાશ્મીરમાં ભૌભારે થઇ પડશે. કાશ્મીરમાં પોલીસની શકિતનો વ્યંય ન કરવા માટે સરકારે ચાર અલગતાવાદી નેતાઓને સુરક્ષા અને સરકારી સહુલતો પાછી ખેંચી લીધી છે.

કાશ્મીરના અલગતાવાદી નેતાઓ ને લોકતાંત્રિક નાગરીક અધિકાર અને સલામતીની ઉમદા ભાવનાને લઇને સુરક્ષા અને સરકારી સહુલતો આપવામાં આવે છે. જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા હુર્રિયતના નેતા મીર વાએઝ ઉમર ફારુક અને તેના સાથી અબ્દુલ ગની બરુ સહીતના નેતાઓને છેલ્લા કેટલાક વર્ષોથી સુરક્ષા અને સરકારી સહુલતો આપવામાં આવે છે.

ભારત સરકારે પુલવામાં ૪૪ સૈનિકોની શહાદતની ઘટનાના પગલે તાત્કાલીક રાજયમાં પોલીસની શકિતનો ઉપયોગ અને પોલીસ પાવરના વ્યય અંગે સમીક્ષા હાથ ધરતા જમ્મુ કાશ્મીરમાં બીન જરુરી રીતે રાજયમાં બીન સરકારી વ્યકિતઓને મોટા પાયે સુરક્ષા અપાતી હોવાનું બહાર આવ્યું છે.

સરકારે આ શકિતનો વ્યવ અટકાવવા અને પોલીસને બીન સરકારી લોકોની સુરક્ષામાં ખડે પગે ન રહેવું પડે તે માટે સરકારે ખુબ જ મહત્વનું કદમ ભરીને જમ્મુ કાશ્મીરના હુરિયત નેતા મીર વાએઝ, બટ્ટ, બિબાલ લોન અને શબ્બીર અહેમદ શાહની સુરક્ષા પરત ખેંચી લેવાના લીસ્ટમાં સૈયદ અલી ગિલાની અને યાસીન મલિકનું નામ નથી ગિલાની હાલ સરકારની નજર કેદમાં છે.

જમ્મુ કાશ્મીર પોલીસે સરકારને સુરક્ષા પ્રદાન કરાતી હોય તેવા તેના ઓની યાદી આપી હતી. ભારત-પાક. વચ્ચે પુલવામાં હુમલા થી શરુ થયેલા તનાવ વચ્ચે બન્ને દેશોના કાનુની વિદો આજથી ચાર દિવસ સુધી શરુ થનારા હાઇ પ્રાઇલ કુલભુષણ જાદવ કેસમાં આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટીમ સમક્ષ ઉ૫સ્થિત થશે.

ભારતના નિવૃત આર્મી ઓફીસર કૃલભુષણ જાદવને પાકિસ્તાન મિલ્ટરી કોર્ટે એપ્રિલ ૨૦૧૭માં એક તરફી કાર્યવાહી કરી રાષ્ટ્રદ્રોહ અને ત્રાસવાદ ફેલાવવાના આરોપ સબબ મોતની સજા ફરમાવી હતી. કુલભુષણ જાદવની ફાંસીની સજા સામે ભારત ન્યાયની માંગણી અને પાકિસ્તાનની કોર્ટ ૪૮  વર્ષના કુલભુષણ જાદવ સામે કરેલી એક તરફી કાર્યવાહીને કાનુની રીતે પડકારવા ભારત આ મુદ્દે આંતર રાષ્ટ્રીય કોર્ટના પાકિસ્તાન વિરુઘ્ધ કેસ કર્યો હતો.કુલભુષણ જાદવના કેસને લઇને ભારતે ૮ મે ૨૦૧૭ ના રોજ આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભુષણ સામેની કાર્યવાહીમાં પાકિસ્તાને ૧૯૬૩ના વીએના કરારનો ભંગ કર્યો હોવાના મુદ્દે કુલભુષણની ફાંસીની સજા સાથે પડકાર ફેંકયો હતો.

બીજા વિશ્વયુઘ્ધ પછી આંતરરાષ્ટ્રીયય વિવાદોના ઉકેલ માટે રચવામાં આવેલી આંતર રાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટીસની દસ સભ્યોની ખંડપીઠ સામે ૮ મે ૨૦૧૭ ના રોજ ભારતે આ કેસનો સંપૂર્ણ નિકાલ ન આવે ત્યાં સુધી કુલભુષણ ની મૃત્યુદંડની સજાના અમલ સામે સ્ટે મેળવ્યો હતો.

જાદવના કેસ માટે આંતરરાષ્ટ્રીય અદાલતે જાહેર સુનાવણીની તારીખ ૧૮ થી ર૧ ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી હતી. ત્યારે યોગાનુંયોગ પુલવામાંના એક ભયંકર આંતકવાદી હુમલામાં પાકિસ્તાનની પીઠબળ વેરાવતા જેસે મોહમ્મદના આત્મઘાતી હુમલા ખોરે વિસ્ફોટક ભરેલી મોટર સૈનિકોના રસાલા સાથે અથડાવી ૪૪ સેૈનિકોની હત્યા કર્યાના ચોથ દિવસે જ શરુ થનાર આ સુનાવણી એ આખા વિશ્વને ખેચ્યું છે.

ભારતે શુક્રવારે જ  પાકિસ્તાન હાઇકમીશનને આંતકવાદી હુમલાને લઇને ઉઘડો લીધો હતો બીજા દિવસે શનિવારે પાકિસ્તાનની આયાતી તમામ ચીજો પર ર૦૦ ટકા કસ્ટમ ડયુટી નાખવાની સાથે સાથે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવરેટનેશનનો દરજજો આંચકી લીધો હતો.

નાપાક હરકતોથી ૧ મેજર અને ૩ જવાનો શહીદ

તાજેતરમાં પુલવામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલા બાદ આતંકવાદી તત્વોને જેર કરવા મોદી સરકારે સૈન્યને છૂટો દૌર આપ્યો છે. જેની, કાશ્મીરમાં વિવિધ સ્થાનો પર છુપાયેલા આતંકવાદીઓને પકડી પાડવા લશ્કરનાં જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. પુલવામાં જિલ્લામાં આવા જ એક સર્ચ ઓપરેશન દરમ્યાન છુપાયેલા આતંકવાદી તત્વોઅ જવાનો પર ગોળીબાર કર્યો હતો.

આ ગોળીબારમાં લશ્કરની ૫૫ રાષ્ટ્રીય રાયફલ્સના એક મેજર સહિત ત્રણ જવાનો શહીદ થયા હતા. જયારે એક જવાન ઘાયલ થયો છે. આ લખાય રહ્યું છે. ત્યારે બંને તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. સૈન્યના જવાનોએ આ આખા વિસ્તારને ચારે તરફથી ઘેરી લીધો છે.આ ઓપરેશનમાં જૈશનો સૌથી મોટા આતંકી કામરાન સહીત ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. હજુ આ સ્થાને ત્રણ થી ચાર આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીથી સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

સોશિયલ મીડિયા ઉપર દેશવિરોધી મેસેજ કરનારાઓ પર પોલીસની તવાઈ: આઠની ધરપકડ

વિશ્વમાં એકમાત્ર ધર્મસહિષ્ણુ અને બિન સાંપ્રદાયીક દેશ તરીકે ઉજજવળ છબી ધરાવતા ભારતમાં પણ છુટાછવાયા ગદ્દારોકયારેક કયારેક દેશની સહિષ્ણુતાને નિરાશ કરી દે છે. દેશની રક્ષા માટે જોડાયેલા ૪૪ જવાનોની શહાદત પર આજ દેશ અને દુનિયાના આંસુ વહી રહ્યા છે. આ બલીદાનને દેશભકિત હિન્દુ મુસ્લીમો એક સાથે વખોડીને નાપાકને કડક સજા દેવાની માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ સોશ્યલ મીડીયા પર ભારત વિરોધી માનસીકતા છતી કરનાર ગદ્દારો સામે ધરપકડ સુધીની કાર્યવાહી શ‚ થઈ છે.રવિવારે પ્રથમ આઠ અને કુલ ૧૫ ગદદારોને દેશભરમાંથી સોશ્યલ મિડીયા પર ભારત વિરોધી માનસીકતાનું પ્રદર્શન કરતાઝડપી લેવાયા છે.

પુલવામાં કાંડ બાદ દેશ વિરોધી માનસીકતા અંગે રવિપ્રસાદ મોર્યએ બિજનોરનાં બાવીસવર્ષના એક યુવાન અને મુજફરનગરનાંએક સામે સોશ્યલ મીડીય પર પાકિસ્તાન તરફી અગિભમ અંગે કેસ કરવામાં આવ્યો હતો. આંતકીય આદિલદારને કાશ્મીરનો હિરો ગણાવનાર એન્જીનીયરીંગના ડ્રોપઆઊટ વિદ્યાર્થી ફૈજ રશીદને બેંગ્લોરમાંથી બિહારના સમસ્થીપુરમાંથી મોહમ્મદ ઈમરાન, કટીયારમાંથી મોહમ્મદ તૌસીફ, રાજસ્થાનના જુનજુન જીલ્લાનો સમીરખાનએ પાકિસ્તાન જીંદાબાદની પોસ્ટ સેર કરી હતી તેને આજે કોર્ટમાં રજૂ કરાશે જયારે કાશ્મીરની ચાર વિદ્યાર્થીનીઓ જયપુર મેડીકલ કોલેજની તલ્વીન મજઝુર ઈકરાજોહરા નજીર, અને ઉઝમા નજીરે ફેસબુક પર પાકિસ્તાન તરફી સ્લોગપ પોસ્ટ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.