Abtak Media Google News

સમાજને પાઠ ભણાવનારા ઘરમાં પાઠ ભણાવવામાં કાચા પડયા!

રેલવે કર્મચારીને  રૂ. ૩.૨૦ લાખ માસિક પાંચ ટકા વ્યાજે આપી એટીએમથી પગાર બબલુ ઠાકુર ઉપાડી લેતો

શહેરમાં શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરના ભત્રીજા બબલુ ઠાકુર સામે રેલવે કર્મચારી પાસેથી માસિક પાંચ ટકા વ્યાજ વસુલ કરવા ધાક ધમકી દઇ એટીએમ કાર્ડ પડાવી બારોબાર વ્યાજ વસુલ કરવા અંગેનો ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંકશન પ્લોટમાં રહેતા અને હત્યા, મારામારી, બળજબરીથી પૈસા પડાવવા અને ખૂનની ધમકી દેવા સહિત અનેક ગુનામાં સંડોવાયેલા બબલુ ઠાકુર સામે રેલવે હોસ્પિટલના કર્મચારી મહેન્દ્ર બાબુભાઇ નામના વાળંદ યુવાને  રૂ. ૩.૨૦ લાખનુ દર મહિને પાંચ ટકા વ્યાજ વસુલ કરવા ધાક ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. કોઠી કમ્પાઉનમાં રહેતા મહેન્દ્રભાઇ મકવાણાની મોટી પુત્રી ઉર્વશીના ગત તા.૧૧-૬-૨૦ના રોજ લગ્ન થયા તે દરમિયાન સગા-સંબંધીઓ પાસેથી ‚રૂ.૨ લાખ હાથ ઉછીના લીધા હતા તે પરત ચુકવવા પોતાની સાથે હોસ્પિટલમાં નોકરી કરતા સંજયની મદદથી જંકશન પ્લોટના બબલુ ઠાકુર પાસેથી પ્રથમ રૂ. ૨ લાખ માસિક પાંચ ટકા વ્યાજે અને ત્યાર બાદ રૂ.૧.૨૦ લાખ વધુ લીધા હતા ત્યારે કુલ  રૂ. ૩.૨૦ લાખનું માસિક ‚રૂ.૫૫૦૦ વ્યાજ વસુલ કરવા માટે મહેન્દ્રભાઇ મકવાણાનું એટીએમ કાર્ડ લઇ લીધુ હતુ તેમજ બે કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી.

Advertisement

મહેન્દ્રભાઇ મકવાણાનો દર મહીને  રૂ.૪૦ હજાર બેન્કમાં પગાર જમા થતો ત્યારે બબલુ ઠાકુર દર મહિને રૂ.૫૫૦૦ ઉપાડી લેતો હતો દરમિયાન મહેન્દ્રભાઇ મકવાણાને વધારે પૈસાની જ‚ર પડતા તેઓએ કર્મચારી લોન રૂ.૫૫૦૦૦ લીધી હતી તે ચેકની મદદથી મહેન્દ્રભાઇ મકવાણાએ ઉપાડી લેતા બબલુ ઠાકુર ઉશ્કેરાયો હતો અને તે લોન કેમ બારોબાર ઉપાડી લીધી તેમ કહી ધાક ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. એસ.વી.પટેલ, રાઇટર હિતુભા ઝાલા અને વિક્રમભાઇ લોખિલ સહિતના સ્ટાફે બબલુ ઠાકુર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.