Abtak Media Google News

Table of Contents

મોદીની મુત્સદ્દીગીરી અને ભારતના ખમીરવંતા દાનને પગલે કોરોનાની આંતરરાષ્ટ્રીય સમસ્યાને સાંપડેલો નવો ચહેરો : એક કરોડ ડોલરના દાન સાથે વડાપ્રધાને કરાવેલું વિશ્ર્વ બંધુત્વની ભારતીય સંસ્કૃતિનું અનુકંપાભીનું દર્શન ! માનવજાતને સાંકળતા ગમે તેવા ગહન પડકારમાં મોખરે રહેવાનો બુલંદ પડઘો !

આખું વિશ્ર્વ અને માનવજાત ગોટે ચઢી છે અને જબરી રાજકીય વઢવાડના વિશ્ર્વ ઉપર ઓછાયા ઉતરી રહ્યા છે ત્યારે ભારતીય મુત્સદ્દીગીરી અને રાજનીતિજ્ઞતાની કસોટીનો કપરો સમય : ‘કેટલીક ઘટનાઓમાં સૂકા સાથે લીલૂં પણ બળે’ જેવી સ્થિતિ : ચીન-અમેરિકા તેમની કાંકરીઓ-સોંગઠીઓ ગાંડી કરવાની ધારણા વચ્ચે ભારતે સજાગ રહેવાનું અનિવાર્ય

દૂનિયા રંગરંગીલી છે…

આખું જગત માયાવી હોવાનું માનવજાતે સદીયો પૂર્વે સ્વીકાર્યું છે.

‘બાબા, દૂનિયા રંગરંગીલી’ એમ સૈકાઓથી જોગીઓ-જોગણો સમજાવતા રહ્યા છે.આપણી પૃથ્વીની રચના થઈ તે પછી મનુષ્યે સેંકડો સમસ્યાઓ ઉભી કરી છે અને તેને ઉકેલી પણ લીધી છે.આપણા ધર્મ અને સંસ્કૃતિ ઉપર આસુરી તરાપ પડી કે હૂમલાઓ આક્રમણો થયા છે. ત્યારે ખૂદ પરમેશ્ર્વર, અર્થાત ભગવાન ખૂદ એની રક્ષા માટે આપણી-માનવજાતની વચ્ચે અવતર્યા છે, અને આપણી સંસ્કૃતિની લાજ રાખી છે.આપણી સંસ્કૃતિ અન્ય ઘણી સંસ્કૃતિઓનું ઋણ લઈને આવી છે.

પરંતુ, અત્યારના કપરા કાળમાં એમ કહેવું પડે છેકે, અધર્મ સામે બચાવ માટે અને અસત્ય-અન્યાયની સામે લડવા માટે ઈશ્ર્વર અવતર્યા કરે છે અને અધર્મ, અસત્ય તેમજ અન્યાય વધ્યે જાય છે.મનુષ્યો કોઈ કોઈવાર પોતાની જાતે જ સમસ્યાઓ પેદા કરે છે. એને સાંકળતો રાક્ષસી હાઉ ઉભો કરે છે અને માનવસહજ સ્વભાવ પ્રમાણે પોતે જ સર્જેલા ‘હાઉ’થી એ ભયભીત થાય છે. અને એની પીડા ભોગવે છે.હમણા હમણા જગતની માનવજાતે આવો ખેલ ખેલીને એને લગતો હાઉ ઉભો કર્યો છે.

2.Tuesday 2

  • ‘કોરોના’ એની ઓળખ છે. એ ‘મેઈડ ઈન અમેરિકા’ છે.

‘માણસ ગંધાય-માણસ ખાઉ’ એની બૂમરાણ સાથે એ વાવાઝોડાની જેમ ફૂંકાયા કર્યો છે. અને વ્યાપકને વ્યાપક થતો રહ્યો છે. આખી દૂનિયાને એણે હચમચાવી છે, ને ઠેર ઠેર એણે હાહાકાર સજર્યો છે.સેંકહો લોકોનાં એણે મોત નિપજાવ્યા છે. અને અસંખ્ય લોકોની એની ઘાતકતાએ લાશો ઢાળી છે.વિશ્ર્વભરનાં આર્થિક, વ્યાપારી, ઔદ્યોગિક અને સામાજીક સ્વ‚પનાં વ્યવહારોને એણે પોતાની હાક માત્રથી થંભાવી દીધી છે.

જે દેશે એને પેદા કર્યો છે. ખૂદ એ દેશે અને અંકુશમાં લેવા સંબંધમાં લાચારી દર્શાવી છે અને એ દેશના રાષ્ટ્રપતિએ, જેમ વરદાન પામેલા આર્યાવર્ત કાળના રાક્ષસો-અસુરોએ જેમ તેમને વરદાન આપનારા દેવ દેવતાઓ અને ઈશ્ર્વરી શકિતને ય તેમની સામે લડવા પડકારી હતી તેમ આ કોરોના રાક્ષસે એને પેદા કરનારા તમામને મ્હાત કરીને બોલતા બંધ કરી દીધા છે. અને નાકે દમ લાવી દીધો છે.

અમેરિકા જેવા દેશમાં રાષ્ટ્રીય કટોકટીનો આદેશ, ચીન સહિત કેટલાક નાના મોટા દેશોમાં કાળમૂખો હાહાકાર અને અસંખ્ય લોકોનાં અપમૃત્યુ, વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની આબ‚ની ઠેકડી દૂનિયાભરનાં આરોગ્ય શાસ્ત્રીઓની સ્પષ્ટ હાર, ઠેકઠેકાણે સ્કૂલો, નિશાળો, કોલેજો, વિદ્યાપીઠો, કેળવણી સંસ્થાઓને ફરજીયાત તાળાં, સીનેમા-મોલ અને લગ્નથી માંડીને તમામ ક્રિકેટ મેચો, મનોરંજનના અવસરો, વિદેશ-યાત્રાઓ, રેલવે મુસાફરીઓ, અન્ય વાહનોની અવરજવર, હરિમંદિરોમાં ભગવાનની પ્રતિમાઓનાં પ્રત્યેક દર્શન બંધ, એના બદલે ઓનલાઈન દર્શન મોબાઈલોમાં દર્શન, નના બાળકોથી કિશોરો સુધીની શૈક્ષણિક પ્રક્રિયા પણ ઓનલાઈન, વિદ્યાલયો બંધ, ન્યાયાલયો બંધ, જાણે સર્વત્ર ‘કોરોના’ની એકચક્રી આણ !… કોઈ માઈનાપૂત એવા નહિ કે કોરોનાની આવી એક ચક્રી આણને પડકારે !

શેર બજારોની ચઢઉતર પર કોરોનાના ઓછાયા ! કોરોના નચાવે અને કઠપૂતળીઓ એના દોર પર નાચે…એ મૂડી રોકાણકારોને ઈચ્છે ત્યારે ઉપર-છેક ઉપર લઈ જાય અને ઈચ્છે ત્યારે ગબડાવે છેક નીચે ગબડાવે….એને લગતા કૌશલ્યનો ઉપયોગ કરે તે ઘી-કેળા પામે અને ચઢઉતરની સમીક્ષાનું કૌશલ્ય ન હોય તે રોવે, ઢગલા આંસુડે રોવે !

  • જાણે કોઈ રાહબર નહિ.
  • જાણે કો દમદાર નહિ.
  • જાણે કોઈ દયાવાન નહિ.
  • જાણે કોઈ કરૂણાનિધિ નહિ.
  • સહુ એક બીજા સામે જોયા કરે.
  • કોઈનું ડહાપણ કામનું નહિ.
  • કોઈ કદાવર નહિ… કોઈ મારૂતિનંદન નહિ…
  • કોઈ ‘શેર’ની સામે સવા શેર નથી… કોઈ દૂરંદેશી-સાવ’જ નહિ….

એવામાં,નવી દિલ્હીનાં અહેવાલ મુજબ કોરો વાયરસનો સામનો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર સાઉથ એશિયન એસો. ફોર રિજનલ કો. ઓપરેશન એસએએઆરસી દેશોના પ્રમુખ વિડિયો કોન્ફરન્સ દ્વારા એક બીજાને મળ્યા આ દરમિયાન પીએમ મોદીએ કોવિડ ૧૯ ઈમરજન્સી ફંડ રચવાની સલાહ આપી અનેભારત તરફથી આ માટે ૧ કરોડ ડોલર આપવાની જાહેરાત ક્રી ભારત દ્વારા જે પગલા ભરવામા આવી રહ્યા છે. તેની જાણકારી પણ આપી હતી. સાર્ક નેતાઓએ પીએમ મોદીનો આ પહેલ માટે આભાર વ્યકત કર્યો અને સાથે મળીને આ પડકારનો સામનો કરવાની વાત કરી હતી.

આમ, વડાપ્રધાન શ્રી મોદીએ તેમની રાજદ્વારી દૂરંદેશીની અને ઉમદા નેતૃત્વની પ્રતીતિ કરાવીને ઉપસ્થિત નેતાઓને અને ઉપસ્થિત નહિ એવા અન્ય વિદેશી રાષ્ટ્રોને દંગ કરી દીધા હતા. એમની આ પહેલને લીધે આ વૈશ્ર્વિક સમસ્યાના સમૂળગા ચહેરાને નવું સ્વ‚પ આપ્યું હતુ.

હવે આનાં વિશેષ પ્રત્યાઘાતો પ્રતિ સૌની મીટ રહેશે.આમ તો પરિસ્થિતિ વધુ વણસે તેવો ખ્યાલ ઉપસે છે. વિશ્ર્વના આર્થિક પ્રવાહો પર વિપરિત અસરો થશે એ નિર્વિવાદ છે.રાજદ્વારી લડાઈ અને કૂટ નીતિની ગતિવિધિઓ સાથે આ પ્રકરણ એટલે કે કોરોના પ્રકરણ સમાચારમાં રહ્યા કરશે જો એમ નહિ બને તો જ ચમત્કાર !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.