Abtak Media Google News

26મી નવેમ્બરના લોન્ચ કરાયેલા ઓશનસેટ-3એ હિમાલયની શ્રેણી, કચ્છ અને અરબી સમુદ્રની સુંદર તસવીરો રજુ કરી

ભારતીય અવકાશ સશોધન સંસ્થા દ્વારા હજુ 3 દીવસ પહેલા 26 નવેમ્બના રોજ  ઓશનસેટ 3 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો હતો. ફક્ત 3 દિવસની અંદર ઓશનસેટ 3 ઉપગ્રહે અવકાશમાં કાર્ય કરવાની પણ શરૂઆત કરી દીધી અને ઉપગ્રહ દ્વારા 29 નવેમ્બરના રોજ  સૌ પ્રથમ વખત હિમાલયની શ્રેણી, ગુજરાતના કચ્છ પ્રદેશ અને અરબી સમુદ્રની આવરી લેતી સુંદર તસવીરો મોકલી છે.

29 નવેમ્બરના રોજ ઓશનસેટ 3 દ્વારા લેવામાં આવેલી તસવીર ઈસરોના ચેરમેન એસ સોમનાથ દ્વારા બેંગલોરના યુ આર રાઓ સેટેલાઈટ સેન્ટના ડિરેક્ટર સંકરન અને હૈદરાબાદના  NRSC  ડિરેક્ટર પ્રકાશ ચૌહાણની  હાજરીમાં વર્ચ્યુઅલ મોડમાં દર્શાવવામાં આવી હતી.

ઈસરોએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે હિમાલયની શ્રેણી, ગુજરાતના કચ્છ પ્રદેશ અને અરબી સમુદ્રને આવરી લેતી આ છબી ઓશન કલર મોનીટર (ઓસીએમ) અને સી સરફેસ ટેમ્પરેચર મોનીટર સેન્સસ દ્વારા લેવામાં આવી હતી. “ESO- 06 કે જે 26 નવેમ્બના રોજ લોન્ચ કરાયો છે તેને તસ્વીરો મોકલવાનું પણ શરૂ કરી દીધું છે અને પહેલી છબી 29 નવેમ્બરના રોજ નેશનલ રીમોટ સેન્સિંગ સેન્ટર (NRSC ) શાદનગર ખાતે પ્રાપ્ત થઈ છે.

ગયા શનિવારે PSLV – C54એ ઓશનસેટ- 3 કે જેને ESO -06 કોડનામ આપવામાં આવ્યું હતું જેની સાથે બીજા 8 લઘુ ઉપગ્રહો પણ છોડવામાં આવ્યા હતા કે જેમાં શ્રીહરિકોટા ના ભૂતાનસેટનો પણ સમાવેશ થાય છે.ઓશનસેટની શ્રેણીળફ ઓશનસેટ 3 એ  ત્રીજો ઉપગ્રહ છે કે જે ઈસરો દ્વારા દરિયાઈ નિરીક્ષણ પ્રોગ્રામ અંતર્ગત છોડવામાં આવ્યો હતો. ઓશનસેટ 3 મલ્ટી સેન્સર ઓબઝરવેશન સેટેલાઈટ છે કે જે 2027 સુધી કાર્યરત રહે તેવી સંભાવના છે.જેનો મુખ્ય હેતુ મહાસાગરના રંગ, દરિયાની સપાટીનું તાપમાન અને પવનની ગતિ વગેરે જેવી માહિતી કે જેનો ઉપયોગ સમુદ્રશાત્ર અને આબોહવા અને હવામાનશાસ્ત્રમાં કરવામાં આવે છે.એટલું જ નહી  ફિશીંગ ઝોન અને જમીન આધારિત ભૂ- ભૌતિક પરિમાણો સુનિશ્વિત કરવા માટે મળતી માહિતીને ઊપયોગમાં લેવા માટે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.