Abtak Media Google News

 ભારતમાં વધુ બાર આફ્રિકન ચિતા લાવવાનો માર્ગ મોકળો

મધ્યપ્રદેશના કુનો મા ચિતાઓને વસાવવાનો પ્રોજેક્ટ હવે હરણફાળ ભરશે અને ભારતમાંચિતાની દહાડ વધુ મોટી બનશે ભારતમાં એક જમાનામાં ચિતાની દહાડ સંભળાતી હતી, પ્રાચીન યુગમાં ભારતના લગભગ મોટાભાગના જંગલોમાં વિશ્વનું સૌથી તેજ રફતાર ધરાવતું ચિતા નું અસ્તિત્વ હતું પરંતુ કાલક્રમે એ પર્યાવરણની વિસંગતતા ની સાથે સાથે શિકારના શોખથી ચિતા નામશેષ થઈ જવા પામ્યા છે. તને પુન ભારતમાં વસાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાનના ભાગરૂપે મધ્યપ્રદેશના કુનોમાંથી દક્ષિણ આફ્રિકા થી લવાયેલા ચિતા ની વસાહત વધારવા માટેના પર્યાશો આડે કેટલાક પર્યાવરણવાદીઓએ વિરોધ ઊભો કરતા આફ્રિકાથી લાવવામાં આવનારા વધારાના ચિતા સામે વિગ્ન ઊભું થયું હતું પરંતુ હવે આ વિઘન દૂર થયું છે અને ભારતની માંગણી મુજબ દક્ષિણ આફ્રિકા સરકારે વધુ બાર ચિતાઓ મોકલવાની મંજૂરી માટે રાષ્ટ્રપતિ શ્રી રંગફોસા ને મોકલેલી દરખાસ્ત લગભગ મંજૂર થવામાં છે.

ત્યારે ભારતમાં વધુ 12આફ્રિકન ચિતા લાવવાનો માર્ગ મોકલો બન્યો છે. ચિતો વિશ્વનો સૌથી ઝડપી દોડતો પ્રાણી છે શિકારમાં તેને કોઈ મુકાબલો આપી શકે નહીં ભારતના વિશાળ ભૂપ્રદેશમાં એક જમાનામાં ચિતાઓ વિહળતા હતા ફરીથી ભારતમાં ચિતા અને પુણ વસાવવા માટે શરૂ થયેલા પ્રયાસોમાં મધ્યપ્રદેશના કુનોમાં પ્રાયોગિક ધહહહ ધોરણે વસાવવામાં આવેલા નવ ચિતાઓને આબોહવા માફક આવી ગઈ છે અને હવે દક્ષિણ આફ્રિકાસરકાર સાથે થયેલા એમઓયુ મુજબ વધારાના બાર ચિતાઓ પણ ભારતમાં આવશે ફરીથી કાશ્મીરથી ક્ધયાકુમારી અને ગાંધીનગરથી ગંગકોટ સુધીના સમગ્ર ભારતમાં ચિતાઓ ને વસાવવા માટેના પ્રયાસો હરણફાળ ભરી રહ્યા છે

વર્ષ 2022 માં દક્ષિણ આફ્રિકા સરકારને વધુ 12 ચિતા મોકલવાની દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ તેની સામે કેટલીક સ્વયંસેવી પર્યાવરણવાદી સંસ્થાઓએ વાંધો ઉપાડ્યો હતો દક્ષિણ આફ્રિકાથી ભારત માં અગાઉ મધ્ય પ્રદેશના કુનો જંગલમાં નવ ચિતાઓ લાવવામાં આવ્યા હતા વધારાના 12 ચિત્તાની દરખાસ્ત સામે પર્યાવરણવાદી ઓના વાંધો નો છેદ ઉડાવીને દક્ષિણ આફ્રિકા સરકારે અગાઉ થયેલી 21ચીતા મોકલવાની દરખાસ્તને પૂરી કરવા માટે12 ચી તાવો મોકલવા મંજૂરી આપી દીધી છે આમ ભારતમાં વધુ ચિતાના આગમન સામેના અવરોધો દૂર થતાં ચીતા લાવવાનો માર્ગ મોકલોથયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.