Abtak Media Google News

રાષ્ટ્રપતિ બન્યા બાદ ઈબ્રાહીમ સોલીહની પ્રથમ વિદેશયાત્રા, રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત બાદ રાષ્ટ્રપતિ કોવિંદ, વેકૈયાનાયડુ અને વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો બાદ હવે માલદીવના નવનિયુકત રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ સોલીહ ભારતની યાત્રાએ આવ્યા છે. ત્રણ દિવસની આ યાત્રામાં રાષ્ટ્રપતિ સોલીહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે. મહત્વનું છે કે, વિપક્ષી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર સોલીહ ૨૩ સપ્ટેમ્બરે થયેલી ચુંટણીમાં વિજેતા બની સૌને ચોંકાવી દીઘા હતા. તેમણે રાષ્ટ્રપતિ રહી ચુકેલા યામીન અબ્દુલ્લા હરાવ્યા હતા. તેમના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએહાજરી આપી હતી.

Advertisement

માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદ સોલીહની આ પ્રથમ વિદેશ યાત્રાછે. સોલીહનું સ્વાગત કરવા યુનિયન મિનિસ્ટર હરદીપ સિંઘ પુરી હાજર રહેશે અને રાષ્ટ્રપતિને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં ઉતારો આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, માલદીવના રાષ્ટ્રપતિ સોલીહે એક સમારોહમાં કહ્યું હતું કે, માલદીવ અને ભારત બંનેના સંબંધો મૈત્રી પૂર્ણછે અને તેઓ ટ્રેડીંગના વ્યવસાયમાં પણ એકબીજાને સારો સહકાર આપે છે. મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિની ભારત મુલાકાતનો મુખ્ય ઉદેશ્ય બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબુત બને અને બંને દેશોમાં નાગરિકો વિઝા પ્રોસીઝર હળવી બને તે છે.આ સાથે કેટલાક કરારોમાં હસ્તાક્ષર પણ માલદીવ રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ સોલીહ દ્વારા કરવામાં આવશે.

હરદીપ પુરીના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદીની માલદીવ મુલાકાત બાદ સોલીહની આ પ્રથમ વિઝીટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેમુલાકાત અને ચર્ચા કર્યા બાદ તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે.આ સાથે ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુ તેમજ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે પણ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સોલીહ તાજમહેલની મુલાકાત લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.