Abtak Media Google News

આરબીઆઈએ રૂ.૧૦.૯૧ લાખ કરોડની જૂની નોટોની કરી ગણતરી

મોદી સરકારે નોટબંધી જાહેર કર્યાને એક વર્ષનો સમય થવા આવ્યો છે. ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હજુ સુધી પરત આવેલી જૂની નોટોની સંપૂર્ણ ચકાસણી કરી નથી. કરન્સી વેરીફીકેશન સીસ્ટમમાં હજુ ખામીઓ હોવાના કારણે આરબીઆઈ રૂ.૫૦૦ અને ૧૦૦૦ની પરત ફરેલી નોટો ચકાસી શકી નથી.

તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં આરબીઆઈએ રૂ.૫.૬૭ લાખ કરોડની ૫૦૦ વાળી તેમજ રૂ.૫.૨૪ લાખ કરોડની ૧૦૦૦ વાળીનોટો કુલ ૧૧૩૪ કરોડ નોટો જંક કરી હોવાનો ખુલાસો આરટીઆઈ હેઠળ કરવામાં આવ્યો છે. આરબીઆઈએ કુલ રૂ.૧૦.૯૧ લાખ કરોડની નોટોની પ્રોસેસ પૂર્ણ કરી છે. નોટબંધીમાં પરત આવેલી નોટોની ચકાસણી કરવા આરબીઆઈના અધિકારીઓ અને મશીનરી બે પાળીમાં કામ કરી રહ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બેંકો પાસેથી મળેલી વિગતવાર માહિતી એકઠી કરવામાં આરબીઆઈને ખાસો સમય લાગ્યો છે. નોટબંધીને એક વર્ષ જેટલો સમય થયો હોવા છતાં આરબીઆઈ હજુ સુધી સંપૂર્ણ માહિતી એકઠી કરી શકી નથી. ૫૦૦ અને ૧૦૦૦ વાળી જૂની નોટો ગણવામાં આરબીઆઈએ ૬૬ કરન્સી વેરીફીકેશન પ્રોસેસીંગ મશીનને કામે લગાડયા છે. આ તમામ મશીન સતત ગણતરી કરતા રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.