Abtak Media Google News
  • આજે ઘુડખરની વસતી ગણતરી પૂર્ણ: 45 તાપમાનમાં સાચો આંકડો બહાર આવે તેવી સંભાવના નહીવત

અભ્યારણ્ય વિભાગના 2500 જણાના સ્ટાફ દ્વારા 362 પોઇન્ટ પર ઘુડખરની ગણતરી કરવામાં આવી રહી છે ત્યારે કચ્છના નાના રણમાં ઘુડખરોની સંખ્યા 7,000ને પાર જશે પણ 45 ડિગ્રીમાં ઘુડખરની સાચી ગણતરી પડકારજનક હોવાનું પણ સામે આવ્યું છે. વર્ષે ઘુડખરની ગણતરીમાં સૌ પ્રથમ વખત ટેક્નોલોજીનો ઉપયોગ કરી કુલ 362 પોઇન્ટ પર ડ્રોન કેમેરા, જીપીએસ સિસ્ટમ, કેમેરા ટ્રેપ અને ઓનલાઇન પોર્ટલ દ્વારા કરવામાં આવશે. જેમાં દર પાંચ વર્ષે ઘુડખરની ગણતરી કરવામાં આવે છે અને છેલ્લે 2020 થયેલી ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 6082 નોંધાઈ હતી.

અત્યાર સુધીમાં નવ વખત ગણતરી કરવામાં આવી છે. અને હવે દશમી વખત ગણતરી થઇ રહી છે. કચ્છના નાના રણમાં તો હાલ ગરમીનો પારો 46 ડિગ્રીએ છે, ત્યારે આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમીમાં દુર્લભ ઘુડખરની વસ્તી ગણતરી કરવી વનવિભાગના સ્ટાફ માટે પડકારજનક અને લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. ત્યારે કચ્છના નાના રણમાં વર્ષે ઘુડખરોની સંખ્યા 7,000ને પાર જશે નિશ્ર્ચિત છે.

રાજ્ય સરકારે 12મી જાન્યુઆરી 1973ના રોજ રણ વિસ્તારને ઘૂડખરનું અભયસ્થાન ઘોષિત કરવામાં આવ્યું હતુ. જ્યારે સને 1978માં કચ્છના મોટા રણનો થોડો ભાગ ઉમેરીને 4953.71 ચો.કિ.મી. વિસ્તારને રણના વિશિષ્ઠ પ્રાણી ઘૂડખર હોઇ ઘૂડખર અભયારણ્યના નામે રક્ષિત કરવામાં આવ્યું હતુ. ત્યારે રણના પવનવેગી દોડવીર જાદુગર તરીકે ઓળખાતા ઘૂડખરની ઊંચાઇ સામાન્યત: 110થી 120 સે.મી. અને લંબાઇ 210 સે.મી.હોય છે. જ્યારે એનુ વજન 200થી 250 કિ.ગ્રા. અને આયુષ્ય 20 વર્ષનું હોય છે. સામાન્ય રીતે કલાકના 50થી 60 કિ.મી.ના ઝડપે દોડતા રણના પવનવેગી દોડવીરને રણમાં દોડતું જોવું એક લ્હાવા સમાન છે. સને1946માં ઘૂડખરની સૌ પ્રથમ ઘૂડખરની વસ્તી ગણતરી યોજાઇ હતી સમયે રણમાં જોવા મળતા ઘૂડખરની સંખ્યા 3500 નોંધાઇ હતી. જે 1963માં ભયંકર રોગચાળો આવતા ઘૂડખરની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટીને માત્ર 362 થઇ ગઇ હતી. અને છેલ્લે 2020માં કરાયેલી વસ્તી ગણતરી અનુસાર ઘૂડખરની સંખ્યા 6082 નોંધાઇ હતી.

2020માં થયેલી ગણતરીમાં ઘુડખરની સંખ્યા 6082 હતી

વિશિષ્ટ વાત છે કે ઘુડખરોનું અસ્તિત્વ કચ્છના નાના રણ અને મોટા રણના વિસ્તારો વિશ્વમાં એકમાત્ર એવા સ્થાનો છે કે જ્યાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઘુડખર કચ્છના રણની જીવસૃષ્ટિની વનસ્પતિ ખાઈને જીવતા શીખ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં 9મી જંગલી ગધેડાની વસતી અંદાજમાં તેમની વસ્તી 6,082 જેટલી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉનાળાની ઋતુ દરમિયાન જંગલી ગધેડાઓનું ટોળું પાણીના સ્ત્રોતોની આસપાસ ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ ધરાવે છે, જેના કારણે વન વિભાગને પણ ગણતરીમાં સરળતા થાય છે.

વિશ્ર્વમાં માત્ર ગુજરાતમાં વસવાટ કરે છે ઘુડખર

જો કે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટુ રણ અને ગુજરાતમાં તેમના પેરિફેરલ વિસ્તારો વિશ્વમાં એકમાત્ર એવા સ્થાનો છે, જ્યાં ઘુડખર અસ્તિત્વ ધરાવે છે. ઘુડખારાઓ રણની જીવસૃષ્ટિની વનસ્પતિ પર ચરીને જીવતા શીખ્યા છે. 2020 માં તેમની વસ્તી 6,082 હોવાનો અંદાજ છે, જે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને મોરબી, કચ્છ જિલ્લામાં, મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં ફેલાયેલા છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.