• ગોંડલમાં રામકથાના ચોથા દિવસે ઉમટયું માનવ મહેરામણ

ગોંડલ ના આંગણે  દાસીજીવણ પાર્ટી પ્લોટ માં  ચાલી રહેલી રામકથા માં આજે ચેથા દીવસે માનવ મહેરામણ ઉમટી પડતા પચ્ચીસ હજાર ની ક્ષમતા ધરાવતો ડોમ ટુંકો પડ્યો હતો.

લોહલંગરીબાપુના સાનિધ્યમાં કથાના ચતુર્થ દિવસે   મોરારી બાપુ એ રામકથા માં શિવ-પાર્વતીજી ની કથા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.વધુ માં બાપુ એ કહ્યું ગૃહસ્થ આશ્રમ થી મોટો કોઈ આશ્રમ ન હોઈ શકે.આશ્રમ બનાવો તો ઢંગ થી બનાવજો. ઢોંગ થી નહી.રામાયણમાં એક બે ઢોંગ આશ્રમ દર્શાવયમાં આવ્યા છે.આશ્રમ અંતર્ગત પાંચ ઢંગ અંગે વિસ્તાર થી કહ્યું હતું. પ્રથમ સ્વૈચ્છીક ગરીબાઈ છોડી આશ્રમ ચલાવવો.બીજું સ્નેહ પૂર્વક સંયમ થી આશ્રમ ચલાવવો. ત્રીજું કટુવર્જન્મ કડવા વાક્યો છોડવા. ચોથું  ગુરૂના નિવેદન થી જીવી જવું પાંચમું સ્નેહ સાધનમ.  આશ્રમ કરવા કરતાં પરમાત્મા એ બનાવેલ આખું જગત આશ્રમ જ છે. જો એવુ મનાય તો આશ્રમ ની કોઈ જરુર નથી.

બાપુએ જણાવ્યું  કે હું કથાના નવ દિવસ વાવવા આવ્યો છું ,બીજાના દોષ જોવાની આદત હોય એ એમના ગુરૂમાં પણ દોષ જોશે,સાધુ થયા પછી કોઈ વર્ણ ન જોવા.  બીજામાં વર્ણ ન જોવે એ સાધુ,બ્રોડ કાસ્ટ બંધ કરો,ગિફ્ટ કાસ્ટ શરૂ કરો.સ્થાન કે વ્યક્તિ કામ કરતા હોય છે.સ્પર્ધા માટે આશ્રમ ન હોય શ્રદ્ધા માટે આશ્રમ હોય છે.આશ્રમમાં કોઈ વસ્તુ વેંચાવી ન જોઈએ વહેંચાવી જોઈએ, આશ્રમમાં જડ ચેતન કોઈપણ ની નિંદા ન થતી હોય તે આશ્રમ.  શ્રમ કરો આશ્રમ ની જરૂર નથી. સાહિત્ય નાં મર્મી એવા મોરારી બાપુ એ જણાવ્યું  કે કોળિયા નથી ખાધા એટલા કાગળોના ઉદ્ઘાટન કર્યા છે. સાહિત્ય ક્ષેત્ર માં 65 વર્ષમાં 150 વર્ષના કામ કર્યા છે.વક્તા અને લેખનમાં આત્મકળા ઉત્પન થાય છે.શિવના ડમરાના નાદ થી વ્યાકરણ ની રચના થઈ છે.ડમરુ એ એક અદભુત વાદય છે.

આ તકે ગૌ મંડળ અંતર્ગત તુષાર શુક્લ ની કવિતા નુ બાપુએ વાંચન કરી છણાવટ  કરી હતી. તેમણે કહ્યુ કે રામકથા અનેક છે.સો કરોડ રામ ગાથા છે.પરંતુ એક એક અક્ષર રામ કથા છે.મોહ માંથી મેલનો જન્મ થાય છે.સંસ્કૃત નો એક એક અક્ષર ગજબ છે.સંસ્કૃત ગજબ છે.સંસ્કૃત માં નિપુણ નો અર્થ થાય પુણ્ય. જેને પુણ્ય કર્યા એમને નિપુણ કહેવાય. જો કે પુણ્ય અને પાપ નું ખાતું અંક ગણિત અને બીજ ગણિત સમાન છે. પુણ્ય અને પાપ નાં ખાતા અલગ છે.આખી જિંદગી અસત્ય બોલી એક દિવસ સત્યનારાયણ કથા થકી સત્યવાદી ન બની શકાય.

24 કલાક પ્રશન્ન રહો. આનંદ માં રહો દુનિયા ને જે કહેવું હોય તે. આપણે પ્રસન્ન રહેવું જીવી લો સારો અવસર મળ્યો છે.બીજાના ટીકા ટિપ્પણ થી આપણો આનંદ ન ગુમાવાય. પ્રભાવ થી નહીં સ્વભાવ થી જીવો બાપ.

બાપુએ જણાવ્યું હતું કે પૂનમ ભરવા કરતાં બેંક ના હપ્તા લેણદાર ને ચૂકવી દો એ પણ સદકાર્ય છે.સુર તાલ અને લય માં ગાવું એ પણ એક થેરપી છે.તલગાજરડા બેસો એટલે તલગાજરડીયા એમ ગોંડલમાં બેસો એટલે બધાં જ ગોંડલીયા બાપુ કહ્યું ગુરૂને ગાવો કરતાં સેવો ,ગુરૂ માતા પિતા પ્રભુ સમર્થ હોય તો જે વાત કરે એ વાત માની લેવી.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.