Abtak Media Google News

અપસેટ ઉપર અપસેટ !!!

 જર્મની અને બેલજીયમ વિશ્વકપમાંથી આઉટ !!!

ફિફા વિશ્વકપ કે હાલ છે કતારમાં રમાઈ રહ્યો છે તેમાં અપસેટ ઉપર અપસેટ જોવા મળે છે ત્યારે ફૂટબોલના એક સમયના દિગ્ગજ ખેલાડીઓ અને દિગજ ટીમ ફીફા વિશ્વ કપમાંથી બહાર થઈ ગઈ છે જેમાં સૌથી મોટો અપસેટ તો એ જોવા મળ્યો કે આ ટુર્નામેન્ટમાં જર્મની અને બેલ્જિયમ વિશ્વ કપમાંથી આઉટ થઈ છે. ફીફા વિશ્વ કપ અંગે જો વાત કરવામાં આવે તો જાપાન અને સ્પેન વિચારે રમાયેલા મેચમાં પાને સ્પેનને બે એક થી માત આપ્યું હતું 2010 ના ફીફા વિશ્વ ચેમ્પિયન સ્પેન જાપાન સામે  ઘૂંટણયે પડી ગયું હતું. તો બીજા મેચમાં ક્રોસિયા અને બેલ્જિયમ સામેના મેચમાં ક્રોસિયાએ પોતાની આક્રમક રમત દાખવી વિશ્વકપમાં લાસ્ટ 16 ટીમમાં પણ સ્થાન હાંસલ કર્યું છે. આ વિશ્વ કપમાં સૌથી રોમાંચક મેચ એટલે કે કોસ્ટારીકા અને જર્મની વચ્ચે રમાયો હતો જેમાં કોસ્ટારિકાને હરાવ્યા છતાં જર્મની વિશ્વ કપમાંથી આઉટ થયું છે. જર્મનીની ટીમે કોસ્ટારિકાને 4-2 થી માત આપી હતી.

ડિફેન્ડિંગ રનર્સ-અપ ક્રોએશિયાએ ફૂટબોલ વર્લ્ડ કપના ગ્રુપ એફમાં બેલ્જિયમ અને ક્રોએશિયાની મેચ 0-0 ડ્રો થઈ હતી. ક્રોએશિયાની ટીમ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. તેણે વિશ્વની નંબર-2 ટીમ બેલ્જિયમ વર્લ્ડ કપમાંથી બહાર બેલ્જિયમ ગયા વખતે વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાન પર રહ્યું હતું. ફિફા રેન્કિંગમાં બીજા સ્થાને રહેલું બેલ્જિયમ કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું છે. તેને ગ્રુપ-એફમાં ક્રોએશિયા સાથીની મેચ 0-0થી ડ્રો રહી હતી. બેલ્જિયમને કોઈપણ રીતે જીત જરૂર હતી. પરંતુ મેચ ડ્રો રહી હતી.બેલ્જિયમની ટીમ ગત વર્ષે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી હતી. ત્યાં તેને ફ્રાન્સે હરાવ્યો હતું. ત્યારપછી બેલ્જિયમે ત્રીજા સ્થાનની મેચમાં ઈંગ્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. વિશ્વ કપ અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચ્યું છે . નહીં કુલ આઠ ગ્રુપમાંથી ટોપ બે ટીમ ટોપ 16 ના રાઉન્ડમાં આગળ વધશે. હાલ જે માહોલ ફીફા વિશ્વ કપમાં જોવા મળી રહ્યો છે તે ભારે અપસેટ સર્જે તો નવાઈ નહીં.

ફિફા વર્લ્ડકપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાએ રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ મેળવી લીધો હતો. ફ્રાન્સની ટીમ અગાઉ સળંગ બે મેચ જીતીને રાઉન્ડ ઓફ 16માં નિશ્ચિત બની ગઈ હતી. જોકે તેઓને આખરી અને ઔપચારિક મેચમાં ટ્યુનિશિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટ્યુનિશિયાની ટીમ જીતવા છતા બહાર ફેંકાઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાનો 1-0થી ડેનમાર્ક સામે વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયા નોકઆઉટમાં પ્રવેશ્યું હતુ. જ્યારે ડેનમાર્ક બહાર થયું હતુ.ઓસ્ટ્રેલિયાની ટીમે ડેનમાર્કના વર્લ્ડકપ ડ્રીમનો અંત આણતા 1-0થી જીત મેળવીને આગેકૂચ કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેચનો એકમાત્ર ગોલ મેથ્યૂ લેકીએ નોંધાવ્યો હતો. જે એક કલાકના સંઘર્ષ બાદ નોંધાયો હતો. જ્યારે ડેનમાર્કની ટીમ સોકારુઝ તરીકે ઓળખાતી ઓસ્ટ્રેલિયાની ટીમના ડિફેન્સને બીટ કરી શકી નહતી અને આખરે હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ તેના વર્લ્ડકપ ઈતિહાસમાં 2006 પછી પહેલીવાત અંતિમ 16માં પ્રવેશ મેળવ્યો હતો.

ફીફાવિશ્ર્વકપના આઠ ગ્રુૂપમાં   હવે દરેક ગ્રુપની  ટોપ  બે ટીમો નોકઆઉટ સ્ટેજમાં રમશે ત્યારે હવે  નોકઆઉટ અત્યંત રોમાંચક તબકકામાં જોવા મળશે  કારણ કે  દરેક ટીમો  પોતાનું એડીચોટીનુૂં જોર લગાવી વિશ્ર્વકમ ફાઈનલમાં  પહોચવા   માટેની પહેલ હાથ ધરશે. ત્યારે   દિગ્ગજ ટીમો  વિશ્ર્વકપમાંથી આઉટ થતા  નોકઆઉટ સ્ટેજ પણ રોમાંચક બનવાની શકયતા  જોવામાં આવી રહી છે.ફીફાવિશ્ર્વકપમાંથી જે ટીમો આઉટ થઈ છે તે  ગત વર્ષની  ટોપ ટીમોમાની એક હતી ત્યારે  ખેલાડીઓના નબળા પ્રદર્શનના કારણે  ફૂટબોલ ટીમોએ વિશ્ર્વકપમાંથી હાર  થવુ પડયું છે. જયારે નવી ટીમોને  આગળ આવવા માટેની તક પણ મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.