Abtak Media Google News

ગુજરાત ટુરીઝમ દ્વારા સિંહ પરિવારની પ્રતીમા મુકાય

ભારતના બાર જયોતિર્લિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર જવાના મુખ્ય   માર્ગ ગુરૂકુળ ગુડલક સર્કલ ઉપર ગુજરાત  ટુરીઝમ  વિભાગ  તરફથી ગીરના ડાલામથો સિંહ અને  તેના સંતાનો સહિતના પરિવારની પ્રતિમા મૂકવામાં આવી.

રાજયના પૂર્વ મંત્રીઅરવિંદ રૈયાણીના સ્વપ્ને સાકાર કરતી આ પ્રતિમા અમદાવાદની  સંસ્થા ધી રંગ બ્રાન્ડીંગ આઈડીયાલીસ્ટ સંસ્થા દ્વારા સર્જન  કરાયું છે.જેમાં વેસ્ટમાંથી બેસ્ટ સર્જન કરવા જૂના વ્હીકલો લોખંડના ભંગાર, પાના, બોલ્ટ, ઝાળી, સ્ક્રનો  ઉપયોગ કરી ફકત તે ચીજોમાંથી સિંંહ અને તેની સાતેના  ત્રણ બાળ સંતાનોની પ્રતિમા બનાવાઈ છે.

લોખંડના સ્ક્રેપમાં બનેલી આ પ્રતિમા હુબહુ   સાચો સિંંહ પવિાર નિહાળતા હોયતેવી અનુભૂતિ  આપે છે.આ અંગે આજે રંગ બ્રાન્ડીંગ સંસ્થાના   મેઘલ ડોડીયા, રીતેશ રાજપુત અને  અંજલી અંજારીયા ખાસ સોમનાથ મુકામ કયો અને આખરી ઓપ આપ્યો.

આ પ્રતિમામાં 6 ફૂટનો સિંહ અને અંદાજે અઢી ફૂટના ત્રણ સિંહ બાળને ્રઅઢી ફુટના સ્ટેજ ઓટલા ઉપર સ્થાપિત  કરવામાં આવેલ છે.આ કાર્યમાં રાજય ટુરીઝમ, નેશનલ હાઈવે ઓથોરીટી સોમનાથ ટ્રસ્ટ, ધી રંગ બ્રાન્ડીંગ  આઈડીયા સંસ્થા સૌએ સહકાર આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.