Abtak Media Google News

ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયો: ટ્રક ચાલક વિરૂધ નોંધાતો ગુનો

મોરબીના લાલપર ગામ પાસે એક ટ્રક ચાલકે બાઈક ચાલક યુવકને હડફેટે લેતા યુવક ગંભીર રીતે ઘવાયો હતો. જેને લઇ તેને સારવારમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મોરબીમાં આવેલ મકનસર એકસલ સીરામીકની કારખાનાની પાછળ આવેલ ઇટોના ભઠ્ઠામા રહેતો શ્વીનભાઇ શામજીભાઇ શેખવા નામનો યુવક ગત તા.20/11/2022 ના રોજ પોતાની જીજે 10 સીએમ 6034 નંબરની બાઈક લઇ મકનસરથી મોરબી સ્વેટર લેવા જતા હતા. ત્યારે લાલપર ગામ નજીક વાકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર શ્રીજી સીરામીકના કારખાનાની સામે પહોચતા પાછળથી જીજે 16 એયુ 7293 નંબરના ટ્રકના ચાલકે તેનુ ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી ફરિયાદીના બાઈકને જમણી બાજુ પાછળથી ઠોકર મારી એકસીડન્ટ કરતા ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઇ તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે ટ્રક ચાલક આરોપી પોતાનું જીજે 16 એયુ 7293 નંબરનું ટ્રક લઇ સ્થળ ઉપરથી નાશી છૂટ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.