Abtak Media Google News

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકામાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગ રૂપે ઇડર તાલુકા પંચાયત દ્વારા ઇડર તાલુકાની ૧૦૫ ગ્રામ પંચાયતોમાં  લગાડવામાં આવેલ પબ્લિક ઇન્ફર્મેશન બોર્ડમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ ચરાયાનો ઠેરઠેર વિરોધ ઉઠ્યો.

ઇડર તાલુકામાં હાલમાં થોડા મહિનાઓ અગાઉ ઇડર તાલુકા પંચાયત દ્વારા ઇડર તાલુકાની ૧૦૫ગ્રામ પંચાયતોમાં લગાડવામાં આવેલ ૧૫૦મી ગાંધી જન્મ જયંતિ ની ઉજવણીના ભાગ રૂપે ઠેરઠેર પબ્લિક ઇન્ફર્મેશન લગાડવામાં  આવેલ છે જે હાલમાં સમગ્ર પંથકમાં ચર્ચા નો વિષય બન્યો છે . આ બોર્ડ લગાડવા માટે ઇડર તાલુકા પંચાયત દ્વારા ઇડર તાલુકાની સ્થાનીક ગ્રામ પંચાયતો ને ઓર્ડર ફરમાવવામાં આવ્યો અને બોર્ડ દીઠ જેની કીમત ૫૫,૫૦૦/- રૂ ના ચેક ઇડર તાલુકાની સ્થાનિક ગ્રામપંચાયતો માંથી મંગાવી લેવામાં આવ્યા.

આ બોર્ડ બનાવવા માટે હિમતનગરની જીઆઈડીસીમાં આવેલ પંચાલ એન્જીનીયરીંગ ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો.જ્યારે આ પી આઈ બોર્ડ ઇડર તાલુકાની ગ્રામ પંચાયતોમાં લગાડવામાં આવ્યા પણ આટલી બધી માતબર રકમ ચૂકવી  જે બોર્ડ લગાડવામાં આવ્યા એ બોર્ડ આડેધડ મનફાવે તેમ લગાવી ગેરરીતી આચરવામાં આવી રહી છે. જેને લઈ સમગ્ર પંથકમાં ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.