Abtak Media Google News

ભારતીય સેનાએ પાકિસ્તાનની બોર્ડર એક્સન ટીમ(BAT)ના નાપાક ઈરાદાને નિષ્ફળ બનાવ્યો છે.જમ્મુ-કશ્મીરના નૌગામ સેક્ટરમાં ભારતીય સેનાએ બોર્ડર એક્સન ટીમ(BAT)ના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.અને BATના બે જવાનને મૃત્યુ પામ્યા છે.નવા વર્ષની તક પર પાકિસ્તાન ભારતીય સેના પર મોટા હુમલાની તલાસમાં હતા.30 ડિસેમ્બરના રોજ બોર્ડર એક્સન ટીમ(BAT)ની એક ટીમ ગાઢ જંગલનો ફાયદો લઈને ભારતીય સીમામાં પ્રવેશની ફિરાકમાં હતી.

બોર્ડર એક્સન ટીમ(BAT)ની એક ટીમ LOC નજીક નૌગામ સેક્ટર તરફ વધવાનો પ્રયાસ કર્યો હતો.તેમણે ભારતીય સીમામાં પ્રવેશ કરાવવા માટે પાકિસ્તાનથી વારંવાર કવર ફાયર કરવામાં આવતું હતું.પરંતુ ભારતીય સેના તેમના નાપાક ઈરાદાને ઓળખી ગઈ હતી.

સેના તરફથી મળેલ માહિતીથી ઘૂસણખોરી કરનાર લોકોએ જે  પોશાક પહેર્યો હતો તે પાકિસ્તાનની નિયમિત યુનોફોર્મ જેવા હતા.તેમની પાસેથી પાકિસ્તાનના નિશાન વાળો સમાન માણેલ હતો. ઘૂસણખોરી કરનારે BSF અને જૂની ડિઝાયન વાણી IAની યુનીફોર્મમાં જોવા મળ્યા હતા.પ્રાપ્ત થયેલા સમાન પરથી અનુમાન લગાવી શકાય કે તેમનો ઇરાદો ભારતીય સેના પર ભયાનાક હુમલો કરવાનો  હતો. દરમિયાન, સૈન્યએ પાકિસ્તાનને માર્યા ગયેલા સૈનિકોના મૃતદેહોને લઈ જવાનું કહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.