Abtak Media Google News

ઘરના ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો…

રાજયમંત્રીઓની જાહેરાતનો ફિયાસ્કો, જી. જી. હોસ્પિટલમાં તબીબોની ઘટ છતાં તેમને અમદાવાદ મોકલવાનો સિલસિલો યથાવત રાખવા પાછળનું ગણિત સામાન્ય નાગરિકોની સમજ બહારનું

તબીબના ડેપ્યુટેશનનો મામલો મોટું સ્વરૂપ ધારણ કરે તેવી પ્રબળ શક્યતા

જામનગર સહિત ગુજરાત ભરમાં જાણીતી અને વારંવાર વિવાદોમાં સપડાતી સરકારી જી.જી હોસપીટલ ખાતેથી મેડિસિન તેમજ એનેસ્થેસિયા વિભાગના ડોક્ટરોને અમદાવાદ ખાતે કોરોના મહામારી સામે ઝઝૂમવા માટે મોકલવામાં આવી રહ્યા હતા જે બાબતે વિરોધ પક્ષ તેમજ લોકોમાં વિરોધનો વંટોળ ઊઠયા બાદ તત્કાલીન પરિસ્થિતિને પહોંચી વળવા આ બાબતે  રાજ્ય મંત્રીઓ  દ્વારા  હવેથી ડોક્ટરોને અમદાવાદ ખાતે નહીં મોકલાય  તેવી જાહેરાત કરવામાં આવી હતી  પરંતુ  આ બધી જ  બાબત તંત્ર તેમજ સરકારની મિલીભગતી આંકડાકીય માયાજાળ રચી માત્રને માત્ર લોકોને મુર્ખ બનાવવાનો જ હીનપ્રયાસ હતો મંત્રીઓની જાહેરાત બાદ પણ ડોક્ટરોને ડેપ્યુટેશન પર અમદાવાદ  મોકલવાની કાર્યવાહી અવિરત પણે ચાલુ જ છે હાલ સરકાર દ્વારા લોકડાઊન હળવું થઈ રહ્યું છે અને સાથે સાથે હોસ્પિટલમાં દર્દીઓમાંપણ ખાસ્સો એવો વધારો નોંધાયો છે જેથી પ્રથમથી જ ૩૦ ટકા જેટલા ડોક્ટરોની અછતનો સામનો કરી રહેલી જીજી હોસ્પિટલ દ્વારા નોન ક્લિનિકલ ડોક્ટરોને તહેનાત કરી દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે ત્યારે ફરી એક વખત વિરોધનો વંટોળ ઊઠવાના એંધાણ દેખાઈ રહ્યા છે

જામનગરમાં આવેલી જી.જી.હોસ્પિટલ કે જ્યાં સૌરાષ્ટ્ર ભરમાંથી હજારોની સંખ્યામાં દર્દીઓ પોતાની સારવાર માટે આ સરકારી હોસ્પિટલમાં આવેછે પરંતુ ઘણા ખરા વર્ષોથી આ હોસ્પિટલ ૩૦ ટકા જેટલા ડોકટરોની અછત નો સામનો કરી રહી છે સાથે સાથે હોસ્પિટલ માં છાસ વારે એક્સરે ના મશીનો તો ક્યારેક એમ.આર.આઈ તો ક્યારેક અન્ય ખામીઓ ના લીધે જી.જી. હોસ્પિટલ વારેવારે ચર્ચામાં જ રહે છે હાલ સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ કોરોના ની મહામારીએ કાળો કહેર મચાવ્યો છે જેમાં ગુજરાત પણ અછૂતું રહી નથી શક્યું દરરોજના આશરે અઢીસો જેટલા દર્દીઓ માત્ર અમદાવાદ ખાતે નોંધાઈ રહ્યા છે જેમાં અમદાવાદ ખાતે મૃત્યુઆંક પણ ખુબ જ ઝડપી વધી રહયો છે આ મહામારીને ને પહોંચી વળવા માટે સરકાર દ્વારા જામનગરમાં આવેલ જીજી હોસ્પિટલ ખાતેથી ડોક્ટરોને ડેપ્યુટેશન પર અમદાવાદ ખાતે કોરોના ના દર્દીઓની સારવાર માટે બોલવામાં આવ્યા હતા જેથી જીજી હોસ્પિટલ ખાતેથી મેડિસિન તેમજ એનેસ્થેસિયા વિભાગના ૨૪ જેટલા ડોક્ટરોને અમદાવાદ ખાતે દસ દસ દિવસ સુધી કોરોના મહામારી ના દર્દીઓની સારવાર માટે મોકલવામાં આવી રહ્યા  હતા અને જામનગર ખાતે અહીંના દર્દીઓની હાલત કફોડી બની ગઇ હતી જેના પગલે મેડિકલ કોલેજ દ્વારા નોન ક્લિનિકલ ડોક્ટરોને આવા દર્દીઓની  સારવાર માટે જવાબદારીઓ સોંપવામાં આવી હતી પરંતુ આ બાબતે લોકો તેમજ વિરોધ પક્ષ દ્વારા પોતાનો વિરોધ નોંધાવતા અંતે સરકારે પોતાનું પગલું પાછું ખેંચ્યું અને હવેથી ડોક્ટરોને અમદાવાદ ખાતે ડેપ્યુટેશન  પર નહીં મોકલાય તેવી જાહેરાતો કરી દેવામાં આવી આ જાહેરાત બાદ ડોક્ટરો તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ પડદા પાછળ કંઈક અલગ જ રમત રમાઈ રહી હતી અને પ્રથમ જે ૨૪ ડોક્ટરોને એકસાથે અમદાવાદ ખાતે મોકલવામાં આવતા હતા તેના બદલે એ સંખ્યાને અડધી કરી એટલે કે બાર ડોક્ટરોને એક સાથે મોકલવા જેથી લોકો તેમજ મીડિયાને આ ડોક્ટરો નો આંકડો નાનો દર્શાય અને વિરોધ ના ઉઠે તેવી મેલી મુરાદ સાથે તંત્ર દ્વારાપડદા પાછડ થી જ ડોક્ટરોને ડેપ્યુટેશન પર મોકલવા ની સાઇકલ અવિરત પણે ચાલુ રાખવામાં આવી હતી આ પગલાંને લીધે જામનગરમાં દર્દીઓની હાલત પણ કફોડી બનતી જાય છે તેમજ ઉતરોતર નોન કોવિડ દર્દીઓના મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્ર તેમજ સરકારે દર્દીઓના  હિત ખાતર અમદાવાદ ખાતે ડોક્ટરોના ડેપ્યુટેશન  ને રદ કરી અહીંના દર્દીઓની સારવાર યોગ્ય રીતે થાય તે દિશા તરફ પગલાં લેવા જોઈએ.

સૌરાષ્ટ્ર ભરમાથી હજારો દદીઓ સામાન્ય તેમજ ગંભીર બીમારીઓ ની સારવાર અર્થે  જામનગર માં આવેલ જી જી હોસ્પિટલ ખાતે આવે છે પરંતુ આ આંકડાકીય માહિતી પરી સ્પષ્ટ દર્શાય રહ્યું  છે કે મહામારી નાગુજરાત માં થયેલા પગ પેસારા બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા મહામારી સામે લડવાની તૈયારીઓ તો કરી છે પરંતુ એ સિવાય ના રોગગ્રસ્ત  દદીઓનો ડોક્ટરો ના અભાવે મૃત્યુઆંક ની ટકાવારી સતત વધી રહી છે. જે નીચે કોષ્ટક માં દર્શાય આવે છે.

Screenshot 2 6

જામનગરમાં આવેલી જી.જી. હોસ્પિટલ ગુજરાતની બીજા નંબરની તેમજ સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની વિવિધ રોગો માટેની સારવાર કરતી સરકારી હોસ્પિટલ છે. જ્યાં સામાન્ય થી લઈ ગંભીર પ્રકારના રોગોની સારવાર આઈ.સી. યુ. , ઓપરેશન જેવી દરેક સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવે છે . આ હોસ્પિટલમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગ ના દર્દીઓ હજારોની સંખ્યામાં પોતાની બીમારીની સારવાર મેળવવા માટે અહી આવે છે. આ હોસ્પિટલમાં અનેકાનેક વખત ડોક્ટરોની અછતના લીધે દર્દી ઑ ને યોગ્ય સારવારના મળતા દર્દીના સગા તેમજ ડોક્ટરો વચ્ચે ઘર્ષણ સર્જાય ચૂક્યા છે. તેવામાં કોરોનાની મહામારી આવ્યા બાદ કોરોનના દર્દી ઑ તેમજ અન્ય બીમારીઓથી પીડાતા દર્દીઑની સારવાર કરતાં ડોક્ટરોને પણ અમદાવાદ ખાતે મોકલવાનો નિર્ણય એ દર્દીઓ માટે પડ્યા પર પાટા સમાન સાબિત થઈ રહ્યું છે . સાથે જ ડેપ્યુયટેસન  બાબતે વિરોધ ના ઊઠે તે માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી ખોટી જાહેરાતો પણ તંત્ર ની મેલી મુરાદ ને સ્પષ્ટ કરી રહી છે  . હાલ સુધી માં જી.જી. હોસ્પિટલ ખાતે થી મેડિસિન તેમજ એનેસ્થેસિયા વિભાગ ના ૨૪ ડોક્ટરોને  બે વખત તેમજ ચાર વખત બાર ડોકટરોની ટિમ ને અમદાવાદ ખાતે મોકલાઈ ચૂકી છે. નજીક ના સમય માં જો આ ડેપ્યુટેસન ને રદ કરવામાં નહી આવે તો જામનગરમાં દર્દી ઓની હાલત વધુ કફોડી બને તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા અમે સરકારને રજૂઆત કરી છે: ડીન નંદિની દેસાઈ

Meter 7 5

રાજ્યકક્ષાના મંત્રીઓ દ્વારા ડોક્ટરોના ડેપ્યુટેશન ને રદ કરી હવે થી અમદાવાદ ખાતે ડોક્ટરોને નહિ મોકલવામાં આવે તે પ્રકારની જાહેરાત કર્યા બાદ પણ ડોક્ટરોને અમદાવાદ ખાતે મોકલવામાં આવનાર હતા ત્યારે આ બાબતે ડીન નંદિની દેસાઈ નો સંપર્ક કરતા તેમણે મીડિયામાં  ડેપ્યુટેશન બાબતની વાત લોકો સુધી ના પહોંચે અને વિરોધ ના ઉઠે તે માટે થઈને  જણાવ્યું હતું કે ડોક્ટરોના ડેપ્યુટેશન ને રદ કરવામાં આવ્યું  છે અમે હવે માત્ર રેપિડ રિસ્પોન્સ ટીમ તૈયાર રાખી છે કે જે આપાતકાલિન સ્થિતિમાં પહોંચી વળવા માટે કામ લાગે પરંતુ ૧૨ જેટલા ડોકટરોની ટીમને પડદા પાછળ જ એજ દિવસે અમદાવાદ ખાતેમોકલી દેવામાં આવી હતી અને આજ રીતે ડોક્ટરોને ડેપ્યુટેશન પર  મોકલવાની સાયકલપણ  અવિરત પણે ચાલુ રાખવામાં આવી હતી હાલ નંદીની દેસાઈએ જણાવ્યું છે કે લોકડાઉનહળવું  તથા દર્દીઓની સંખ્યામાં ખાસ્સો એવો વધારો યો છે જેથી અમે ડેપ્યુટેશન રદ કરવા માટે સરકારનેવિવિધ મુદ્દાઓ સાથે  લેખિતમાં રજૂઆત કરી છેપરંતુ હાલ સુધી કોઈ જ જવાબ આવેલ નથી.

કોરોના સાથે રૂટીન સારવાર પણ ચાલુ, ડોક્ટરોની અછત: તબીબી અધિક્ષક ડો. તિવારી

Meter 7 2

લોકડાઉન ના અલગ અલગ તબક્કા બાદ પાંચમા તબક્કામાં સરકાર દ્વારા હલોકડાઉનને હળવું કરવામાં આવ્યું છે જેના પગલે હાલ જી.જી.હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે રોજના આશરે ૧૫૦૦થી પણ વધુ દર્દીઓની ઑ.પી.ડી.હાલ ચાલી રહી છે તો રોજ સરેરાસ  સવાસો જેટલા દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે તો બીજી તરફ કોરોનાના દર્દીઓ પણ જામનગરમાં નોંધાઈ રહ્યા છે ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર તેમજ ફલૂઓપીડી પણ ચલાવાઈ રહી છે જેના પગલે ડોક્ટરોની અછત એ સ્વાભાવિક વસ્તુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.