Abtak Media Google News

સીઆરપીસી કલમ 154 ફરિયાદ સાચી કે ખોટી નક્કી કર્યા વિના જ નોંધવી જરૂરી

પોલીસ મથકની હદમાં બનાવ બન્યો ન હોય ત્યારે ‘જીરો’ નંબરથી ગુનો નોંધવાની જોગવાઈનો અમલ કયારે?

વિના કારણે ગુના છુપાવતા પોલીસ અધિકારી વિરૂધ્ધ ખાતકીય તપાસ અને બદલીની પણ કાયદાકીય જોગવાઈ

પોલીસ કમિશનર અને સેશન્સ જજ દ્વારા આ અંગે સેમિનાર યોજી અરજદારને કંઇ રીતે મદદરૂપ બનવું તે અંગે માર્ગદર્શન આપેલું

પ્રજાના જાન અને માલનું રક્ષણ કરવાની જેની પ્રાથમિક ફરજ અને જવાબદારી રહેલી છે તે પોલીસ સ્ટાફ જ બનાવ પોતાની હદનો નથી તેમ કહી જવાબદારીથી દુર ભાગતા હોય છે ત્યારે પોલીસનો અર્થ જ મદદરૂપ થવાનો થાય છે. કોઇ પણ ગુનાની પોલીસ મથકે જાણ થાય ત્યારે પોલીસ મથકના અધિકારીથી લઇ નીચેના પોલીસ સ્ટાફ સુધીના તમામ સ્ટાફે અરજદાર કે ફરિયાદને સાંભળી ત્વરીત મદદરૂપ થવાનું હોય છે. તેવી કાયદાકીય જોગવાયની પોલીસ અધિકારીઓ દ્વારા ઉપેક્ષા કરવામાં આવે છે.

પોલીસ મથકની હદ ન હોવા છતાં અજાણતા કે અજ્ઞાનતાના કારણે ફરિયાદ માટે કોઇ અરજદાર આવે ત્યારે સૌ પ્રથમ તેની રજૂઆત સાંભળી ક્રિમીનલ પ્રોસિઝર કોડ કલમ (સીઆરપીસી)ની 154 મુજબ ફરિયાદ નોંધવી જરૂરી બને છે. આવી ફરિયાદને ગુના રજીસ્ટર નંબર ‘જીરો’ આપી જે તે લાગુ પોલીસ મથકને ટ્રાન્ફર કરવાની હોય છે પરંતુ હત્યા, ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનાની પોલીસ મથકે જાહેરાત આવે ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા હદ નક્કી કરવામાં લાંબો સમય પસાર કરતા હોવાથી ગુનેગારને ભાગી જવાનો સમય મળી રહે છે. તેમજ ગંભીર ગુનાના ત્વરીત પુરાવા મેળવવાના હોય છે તે પણ મળી શકતા ન હોવાથી ગુનેગારને પોલીસ દ્વારા આડકતરી મદદ કરતા હોય છે.

ગંભીર ગુનાની વિગતો છુપાવી તે પોલીસની ભાષામાં ગુનાનું બર્કીંગ કયું ગણાય છે. ગુનાનું બર્કીગ કરતા પોલીસ અધિકારી સામે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા કાયદાકીય જોગવાય મુજબ ખાતાકીય તપાસ અને બદલી જેવા શિક્ષાત્મક પગલા લેવામાં આવતા હોય છે. પરંતુ કમનશીબે આવી જોગવાયનો અમલ ન કરવામાં આવતા ગુનેગાર ગંભીર ગુનો આચરતા હોય છે.

સામાન્ય રીતે મિલકત વિરૂધ્ધના ગુનામાં પોલીસ દ્વારા ગુના બર્કીંગ કરવામાં આવે છે. પરંતુ બીજા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેવો સરળ હોય અને આરોપી મળી આવે તેમ હોય ત્યારે પોતે બીજાના પોલીસ મથકના ગુનાનું ડીટેકશન કરી મોટો મીર માર્યો હોય તેવી વાહ વાહ મળવતા હોય છે.

ફરિયાદની ફેકાફેકી કરી ગુના છુપાવવાની ઘટનાને ધ્યાને લઇ 98-99 વર્ષ દરમિયાન રાજકોટ સેશન્સ જજ શર્મા અને પોલીસ કમિશનર વી.વી.રબારી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા હેમુ ગઢવી હોલમાં સેમિનાર યોજી ગમે તે પોલીસ મથકનો ગુનો જીરો નંબરથી નોંધવા પર ભાર મુકયો હતો તેમજ પોતાના પોલીસ મથકમાં જીરો નંબરથી ગુનો ન નોંધે ત્યારે અરજદારની સાથે જઇ જે તે લાગુ પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવવામાં મદદરૂપ બની ખરા અર્થમાં પ્રજાની મદદ કરવી જરૂરી ગણાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.