Abtak Media Google News
આખા દેશોમાં સૌથી વધુ ધન કુબેરોની વસ્તી ધરાવતા દુબઈમાં કોમ્પ્યુટર સંચાલિત બ્રેડ, રોટીના એટીએમ જેવા મશીનો મુકાયા

અબતક-રાજકોટ

વિશ્વભરના ધનિકશહેરોમાં જેની ગણના થાય તેવા અખાતના સૌથી સમૃદ્ધ દુબઈ માં  હજારો વિસ્થાપિતો અને પરદેશીઓ મહેનત કરીને પરસેવો પાડે છે, દુબઈમાં અમીર અને ગરીબ બેજ વર્ગ છે મધ્યમ વર્ગનો કોઈ ક્લાસ નથી, દુનિયાભરમાં પુરુષાર્થ કરી આગળ વધવાની તમન્ના રાખનાર તમામને દુબઈ જવાનું એક સપનું હોય છે…. ઘણી બોલીવુડ ફિલ્મોમાં પણ દુબઈની જાહોજલાલી જોઈને યુવાનોને દુબય જતા દેખાડવામાં આવ્યા છે. સમૃદ્ધિમાં રચતા દુબઈમાં મોંઘવારી હોય એ પણ એક સ્વાભાવિક વાત છે. દુબઈમાં ખાવા પીવાની વસ્તુ ના ઊંચા દામ ચૂકવવા પડે છે, તાજેતરમાં જ રશિયાના યુક્રેન પરના આક્રમણે દુબઈમાં મોંઘવારી વધારી દીધી છે..

દુબઈમાં ખાવા પીવાની વસ્તુઓ ના વધેલા દામમાં લોકોને રાહત રૂપ થવા માટે સરકારે એક ક્રાંતિકારી યોજના અમલમાં મૂકી છે અને શહેરની સુપર માર્કેટમાં કોમ્પ્યુટર સંચાલિત ટચ સ્કિન કમાન્ડ બ્રેડના એટીએમ મશીનો મૂકવામાં આવ્યા છે આ બ્રેડ મશીન માંથી બ્રેડ અને ભારતમાં બને છે તેવી ચપાતી રોટી મળશે

Screenshot 2 29

વળી મફતમાં ખાવામાં હિચકીચાહટ અનુભવતા લોકો માટે આ મશીનમાં ક્રેડિટ કાર્ડ થી ડોનેશન અને પૈસા જમા કરાવવાની પણ સંવલત છે.. નેપાલ થી દુબઈ કમાવવા આવેલા અને કાર વોશિંગનો ધંધો કરતા એક યુવાને જણાવ્યું હતું કે હું અહીં રોટી માટે આવ્યો છું. દુબઈમાં લાખો પરદેશીઓ નસીબ ચમકાવવા આવે છે સરકારના આંકડા મુજબ આ વર્ષે જુલાઈ મહિનામાં ખોરાક ની કિંમત નો આંક 8.75% વધ્યો છે અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ 38% નો વધારો આવ્યો છે દુબઈના શેખ મોહમ્મદ રસીદ દ્વારા ગરીબ અને જરૂરિયાત મંદોને સમયસર ગરમાગરમ બ્રેડ અને રોટી મળી જાય તે માટે એટીએમ નો આઈડિયા આવ્યો હતો અને એક જ બટન દબાવતા ગરમાગરમ રોટી અથવા બ્રેડ મળી જાય દુબઈમાં એક કરોડની વસ્તુ વસ્તીમાં 90 ટકા લોકો બહારથી આવીને વસેલા છે તેમાં પણ ખાસ કરીને એશિયા અને આફ્રિકાના શ્રમજીવીઓની સંખ્યા સૌથી વધુ છે ધન વૈભવ માં આરોગતા દુબઈને પણ હવે મોંઘવારી રડી રહી છે 25000 થી ઓછી આવક ધરાવતા લોકો વધુ છે દુબઈ સરકાર દ્વારા ગરીબો માટે બ્રેડ અને રોટીના એટીએમ મશીનો આશીર્વાદ રૂપ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.