Abtak Media Google News

ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત થતા નવી ટર્મ માટે નિમણૂંક કરાઈ, વાઇસ ચેરમેન પદે મગન વડાવિયાની ફરી નિયુકિત

અબતક, રાજકોટ :રાજકોટ જિલ્લા સહકારી બેન્કમાં જયેશભાઈનો જલવો યથાવત રહ્યો છે.  ચેરમેન પદે જયેશ રાદડિયા અને વાઇસ ચેરમેન પદે મગન વડાવિયાને રિપિટ કરવામાં આવ્યા છે. ચેરમેન અને વાઇસ ચેરમેનને રિપિટ કરવામાં આવતા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા બન્ને હોદ્દેદારોના મોં મીઠા કરાવ્યા હતા.

રાજકોટ જિલ્લાની સૌથી મોટી ગણાતી ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકની ચૂંટણી યોજાઈ હતી. ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત પૂર્ણ થતા આજરોજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગ મળી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપના પ્રમુખ મનસુખ ખાચારીયાને મેન્ડેટ સાથે મોકલવામાં આવ્યા હતા. ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં ચેરમેન તરીકે ફરી એક વખત જયેશ રાદડિયાને તેમજ વાઈસ ચેરમેન તરીકે મગનભાઈ વડાવીયાને રીપીટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Screenshot 7 6

જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, ચેરમેન તરીકે મને રીપીટ કરવાનો છે નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે હું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો આભાર માનું છું. મારામાં ફરી વખત વિશ્વાસ મૂકવા બદલ પાર્ટીનો આભાર માનું છું. પાર્ટી જે જવાબદારી અત્યાર સુધી આપી છે, તે હું નિભાવતો આવ્યો છું. 26 વર્ષની ઉંમરે પાર્ટી એ મને ટિકિટ આપી હતી. ત્યારબાદ સતત નવ વર્ષ સુધી મને કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવ્યો હતો. આગામી સમયમાં પણ પાર્ટી મને જે જવાબદારી આપશે તે જવાબદારી હું ચોક્કસપણે નિભાવીશ. ઉલ્લેખનીય છે કે સતત ત્રીજી વખત જયેશ રાદડિયા રાજકોટ ડિસ્ટ્રીક કો ઓપરેટીવ બેંકના ચેરમેન બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.