Abtak Media Google News

મેગા બ્લડ ડોનેશન તથા સર્વરોગ નિદાન કેમ્પ સાથે ફી દવા વિતરણ તેમજ નવનિયુકત મંત્રીઓ તથા ધારાસભ્યોનો સન્માન સમારોહ: એલ.પી.પી. એસોસીએશનની વર્ષ 2022-23 ની ડિરેકટરીનું વિમોચન

જે.કે. વેલનેસ ફાઉન્ડેશન તેમજ લોઠડા, પિપલાણા , પડવલા ઇન્સ્ટ્રીયલ એસો.ના સહયોગથી રકતદાન કેમ્પના દર્દી નારાયણ ની સેવાર્થે નામાંકિત ડોકટરોની ટીમે દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તથા વિનામૂલ્યે દવાનું વિતરણ તા. 8 ને રવિવારે સવારે 8 થી સાંજ સુધી સીલ્વર કોમ્પ્લેકસ, લોઠડાગામ રાજકોટ કોટડા સાંગાણી હાઇવે ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, તેમજ બ્લડ ડોનેશન કેમ્પના ઉદઘાટન પૂ. વશિષ્ઠનાથજીબાવા ભવનાથ આશ્રમ તેમજ કાર્યક્રમના ઉદઘાટક પ્રદેશ ભાજપ મહામંત્રી  રાઘવજીભાઇ પટેલ તેમજ કુંવરજીભાઇ બાવળીયા તેમજ ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા તેમજ ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન  શાહ, રમેશભાઇ ટીલાળા તેમજ ગીતાબા જયરાજસિંહ જાડેજા અને મહેન્દ્રભાઇ પાડળીયા,ની ખાસ ઉ5સ્થિતિ રહેશે.

વર્ષોથી બહોળી સંખ્યામાં વૃક્ષારોપણ રાશનકીટ વિતરણ ખુબ મોટા પ્રમાણમાં માસ્ક વિતરણ મેગા વેકસીનેશન કેમ્પ ગરીબ દર્દી માટે કાયમી એમ્બ્યુલન્સની સેવા દર્દીઓ માટે ઉપયોગી 1પ0 થી વધારે સાધનોની વિનામૂલ્યે ઉપલબ્ધ, ચકલીના માળા અને પાણી તેમજ ચણના કુંકાનું કાયમી ધોરણે વિતરણ કરવામાં આવે છે.

લોઠડા,, પિપલાણા , પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તથા જે.કે. વેલનેસ ફાઉન્ડેશન આયોજીત મેગા બ્લડ ડોનેશન કેમ્પનીસાથે વિશેષ સન્માનીત પુજાબેન પટેલ તેમજ વિજયભાઇ ડોબરીયા સદભાવના વૃઘ્ધાશ્રમ તેમજ બોલબાલા ચેરીટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાઘ્યાય તેમજ નવા ચૂંટાયેલા ધારાસભ્યનું સન્માન કરવામાં આવશે.

જે.ક. વેલનેસ ફાઉન્ડેશન ના જે.કે.સરધારા તેમજ સંજય વી. પડારીયા, હરેશ વી. પડારીયા અને લોઠડા પિપલાણા , ઇન્ડસ્ટ્રીયલ એસો. ના સંજયભાઇ કાછડીયા, ભાવેશભાઇ બાલધા, વિઠ્ઠલભાઇ બુસા સહીતના સભ્યો જવાબદારી સંભાળી રહ્યા છે.

આ કેમ્પમાં રજીસ્ટ્રેશન  માટે હરેશભાઇ વોરા મો. નં. 90332 97845 અને જયદીપ સોલંકી મો. નં. 90233 72875 પર સંપર્ક કરવો. ‘અબતક’ પ્રમુખ જયંતિલાલ સરધારા તેમજ ભાવેશભાઇ બાલધા અને નિલેશભાઇ મોલીયા અશોકભાઇ ટીલવાએ શુભેચ્છા મુલાકાત ઉ5સ્થિતિ રહ્યા છે.

અત્યાર સુધીમાં રપ000 વૃક્ષો વાવીને ઉછેર કર્યો છે: જયંતિભાઇ સરધારા

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે  આવેલા જયંતિભાઇ સરધારાએ જણાવ્યું હતું કે, લોઠડા, પિપતાલા, પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસો. તથા જે.કે. વેલનેસ ફાઉન્ડેશન આયોજીત મેગા બ્લડ ડોનેશન તથા સર્વ રોગ નિદાન કેમ્પ રપ થી વધારે ડોકટર સેવા આપશે. તેમજ એલ.પી.પી. એસ. સી.એએશન ની વર્ષ 2022-23 ની ડિરેકટરીનું વિમોચન કરવમાં આવશે. છેલ્લા ચાર વર્ષથી સતત આ કાર્યક્રમ કરતા આવ્યા છે. અત્યારે અમારા ગ્રુપમાં પ00 થી વધુ સભ્યો છે. આ વર્ષ ટોટલ 25000 વૃક્ષ વાવી ઉછેર કરશુ અમે લોકો દર વર્ષે બે મોટો કેમ્પ કરી રહ્યા છીએ.વર્ષથી બહોળી  સંખ્યામાં વૃક્ષારોપણ, રાશન કીટ વિતરણ ગરીબ દર્દી માટે કાયમી એમ્બ્યુલન્સની સેવા દર્દીઓ માટે ઉપયોગી 1પ0 થી વધારે સાધનોની વિનામૂલ્યે ઉપલબ્ધી દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.