Abtak Media Google News

 ૧૧ લાખ કરોડનો ક્રેડિટ ટાર્ગેટ રખાશે: મધ્યમ વર્ગને આવક મર્યાદામાં રાહત આપવાના પ્રયાસ થશે

આગામી કેન્દ્રીય બજેટ ખેત અને ગ્રામ્ય વિસ્તાર ઉપર આધારિત રહેશે. સરકાર ખેતીમાં ગત વર્ષની સરખામણીએ એક લાખ કરોડનો ટાર્ગેટ વધારશે. એટલે કે કુલ ક્રેડીટ ટાર્ગેટ ૧૧ લાખ કરોડનો થશે. આ ઉપરાંત મધ્યમ વર્ગને રાજી રાખવા આવકવેરા માટે મર્યાદા ૩ લાખ કરવાના એંધાણ પણ દેખાઈ રહ્યાં છે.

Advertisement

ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે ક્રેડીટ ટાર્ગેટ ૧૦ લાખ કરોડનો રાખ્યો હતો. જેના અનુસંધાને સરકારે ૬.૨૫ લાખ કરોડ તો ફાળવી દીધા છે. આ કામગીરી સરકારે પ્રથમ છ મહિનામાં જ કરી નાખી છે. સરકારની હવે પ્રાથમિકતા ખેતીની રહેશે માટે આ ક્રેડીટ ટાર્ગેટમાં ૧ લાખ કરોડનો વધારો થશે.

દરમિયાન એસબીઆઈના રિપોર્ટ પ્રમાણે હાઈસીંગ લોન માટેની લીમીટમાં ૨.૫ લાખથી વધારો થશે જે વધીને ૩ લાખ કરવામાં આવશે. ગ્રામ્ય બજાર ઉપર કંપનીઓ ફોકસ કરે તે માટે ટેકસ લેબમાં સરકાર ઘટાડો કરે તેવી શકયતા છે. એફએમસીજી કંપનીઓ માટે ગ્રામ્ય વિસ્તારો ધ્યાનમાં રહે તે નિશ્ર્ચિત કરવા સરકાર ટેકસના સ્લેબમાં ફેરફાર કરશે. વેરહાઉસીંગ અને કોલ્ડચેન વિકસાવવા માટે સરકાર કંપનીઓને રાહત આપશે.

ગ્રામ્ય વિસ્તારોમાં મહેનતાણુ નીચુ જઈ રહ્યું છે ઉપરાંત વેંચાણ વીનીમયમાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. રોજગારીની તકો ઓછી થઈ છે. માટે એફએમસીજી કંપનીઓ ગ્રામ્ય વિસ્તારોને પણ વધુ મહત્વ આપે તેવું સરકાર ઈચ્છે છે. એફએમસીજી કંપનીઓને સરકાર વેરહાઉસીંગ અને કોલ્ડ સ્ટોરેજની ફેસેલીટી ઉભી કરવા પ્રોત્સાહન આપશે. સરકાર આ મુદ્દે નવી પોલીસી ઘડે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.