કોસ્મોપ્લેક્સમાં ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ ફિલ્મનો યોજાયો પ્રીમિયર-શો

ભારતીય સિનેમા જગતમાં ગાંધીજી પર ઘણા ફિલ્મ બની ચૂક્યા છે.ત્યાર એવી જ એક ફિલ્મ ગાંધી ગોડસે એક યુદ્ધ રાજકુમાર સંતોષીના પ્રોડક્શન હાઉસમાં બનાવવામાં આવી છે. ગુજરાતીઓ માટે ગર્વની વાત એ છે કે ગાંધીજીના પાત્ર બજાવનાર અભિનેતા ગુજરાતી છે. દિપક અંતાણી ગાંધીજીના પાત્રને 500 વખત ભજવ્યું છે પરંતુ આ વખતે આ ફિલ્મ માટે તેઓના મનમાં થોડોક ડર પણ હતો સમગ્ર ફિલ્મનો ભાર તેમના ખંભા પર છે તેમજ ઘણા લેજેન્ડરી એક્ટરો આ પહેલા પણ ગાંધીજીના પાત્રને ભજવી ચૂક્યા છે. ત્યારે એમના મનમાં થોડોક ડર હતો પરંતુ તેઓએ શ્રેષ્ઠ રીતે સફળતાપૂર્વક ગાંધીજીના પાત્રને ભજવ્યું છે.

બે અલગ વિચારધારાઓનો સંવાદ દર્શાવતી ફિલ્મ ગાંધી ગોડસે એક યુદ્ધ

રાજકોટ કોસ્મોપ્લેક્સ ખાતે ગાંધી ગોડસે એક યુદ્ધ ફિલ્મનું પ્રીમિયર રાખવામાં આવ્યું હતું. દીપેનભાઈ રાયઠઠા ઓર્ગેનાઇઝર દ્વારા ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. ફિલ્મને નિહાળવા કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા સહિતના શ્રેષ્ઠિયો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુવીના લીડ એક્ટર દીપક અંતાણી પણ તેમના ધર્મપત્ની સાથે પ્રીમિયરમાં હાજર રહ્યા હતા. યુવાનોએ ખાસ જોવાલાયક મુવી બનાવવામાં આવ્યું છે સાચો સાથ શાળાઓના વિદ્યાર્થીઓ બાળકોને પણ એટલું જ આ મુવી બતાવો જરૂરી છે પ્રીમિયર સોનું ઓર્ગેનાઇઝર કરનાર જન જન સુધી મુવી પહોંચાડવા ઈચ્છે છે તેમજ સરકાર પણ આ મુવીને પ્રોત્સાહન પૂરું પાડે એવી તેઓએ અપેક્ષા વ્યક્ત કરી છે.પ્રીમિયર માં ગાંધી ગોડસે એક યુદ્ધ ફિલ્મને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

ગાંધી ગોડસે એક યુદ્ધ બે અલગ વિચારધારાઓને એક મંચ પર દર્શાવવામાં આવી છે:દિવ્યેન રાયઠઠા

મુવીના ઓર્ગેનાઇઝરા યદિવ્યેન રાયઠઠા જણાવ્યું કે,દરેકના જીવનમાં સારા અને ખરાબ વિચારો આવતા જ હોય છે. ત્યારે આ મુવીમાં બે અલગ વિચારધારાઓને એક મંચ પર દર્શાવવામાં આવી છે. મુવીને લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકુમાર સંતોષી અને કલાકારોની મહેનત રંગ લાવી છે. શાળાના વિદ્યાર્થીઓને આ પિક્ચર બતાવવા જેવું છે રંજન સુધી આ પિક્ચર પહોંચવું જોઈએ તેમજ ર સરકાર પણ આ પિક્ચરને ખૂબ પ્રોત્સાહન આપે. દરેક લોકોને હું આ પિક્ચર જોવાની નમ્ર અપીલ કરું છું.

યુવાનો માટે આંખ ઉઘાડનારો ફિલ્મ બન્યું છે:દિપક અંતાણી(અભિનેતા)

અભિનેતા દીપક અંતાણીએ જણાવ્યું કે, બે વિરુદ્ધ વિચારધારાઓ હંમેશા આરોપ આક્ષેપક કરતા હોય છે. આ મુવીમાં બે વિરુદ્ધ વિચારો સામે સંવાદ થઈ રહ્યો છે આ પ્રથમ વખત જોવા મળશે. બે વિરુદ્ધ વિચારોનો સંવાદ જ એકબીજાને સમજણ પૂરી પાડી શકે છે. યુવાનો માટે આંખ ઉઘાડનારો ફિલ્મ બન્યું છે.હાલના સમયમાં સોશિયલ મીડિયાના ભ્રમક સંદેશોથી યુવાનો ભટકે છે અને ગેરમાર્ગે દોરાય છે તેમની આંખ ઊઘડશે આ મુવી. મારા ખંભે ખૂબ મોટી જવાબદારી મૂકવામાં આવી છે. મુવીનો ભાર ખાસો મારા પાત્ર ઉપર છે.રાજકુમાર સંતોષી જેવા દિગ્દર્શક સંતોષ મળે એ લેવલનું પરફોર્મન્સ આપ્યું છે. ગાંધીજીની ભૂમિકા મારી પહેલા પણ લેજેન્ડરી એક્ટરોએ કરી છે તે આ પાત્રને નિભાવવામાં થોડોક ડર પણ રહ્યો છે.જવાબદારી પૂર્વક મે મારા પાત્રને ભજવ્યું છે.