Abtak Media Google News

તુર્કી-સ્વીઝરલેન્ડ, પેરીસની સહેલગાહો ને સ્કીમ -આયોજનકો થકી વ્યાજબી ભાવે  કરાશે ઉપલબ્ધ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પ્રવાસપ્રિય  લોકોની દુનિયા ફરીલેવાની  જીજ્ઞાસા  સતત વધતી જ જાય છે.ત્યારે આગામી રવિવાર તા.29મીએ વિદેશ પ્રવાસ સસ્તો થઈ જાયતેવા સંજોગોનું  નિર્માણ થવા જઈ રહ્યું છે.

બેસ્ટ ટુર  એન્ડ ટ્રાવેલ્સિ દ્વારા પ્રવાસ પ્રિય લોકો માટેના ટ્રાવેલ્સ ઉત્સવમાં  તુર્કી , સ્વિત્ઝરલેન્ડ , પેરીસ અને યુરોપ , ન્યુઝીલેંડ , સાઉથ આફ્રિકા, સીંગાપુર,  દુબઈ,    જેવા સ્થળોની જયારે વાત આવે ત્યારે ફરવા જવાનું તો મન થાય પરંહતુ ખર્ચનું  નામ સાંભળીને વિચાર અટકી આમ પણ એર ટિકિટ અને ડોલર માં આવેલ ઉછાળા ને કારણે સામાન્ય વર્ગ માટે વિદેશ પ્રવાસ દુર્લભ બની ગયો છે . વાત પણ વ્યાજબી છે પરંતુ જો આવા પ્રવાસો માં વ્યાજબી ભાવે અને સરળ હપ્તે ફરવાનો મોકો મળે તો ખીસા ને અને મનને એમ બંનેને મોકળાશ મળે.છેલ્લા 27 વર્ષથી રાજકોટની પ્રજા માટે કાર્યરત બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ લોકોની ઈચ્છા અને તેમના ખર્ચને સજે છે. જેથી બેસ્ટ ટુર્સ આગામી 29 મી જાન્યુઆરીના રોજ લઈને આવ્યું છે

‘ સાલ કા સબસે સસ્તા એક દિન ’ ’ નામનો ‘ ‘ ટ્રાવેલ ઉત્સવ ” જ્યાં તદન વ્યાજબી દરે અકલપ્ય પ્રવાસોનો લાભ મળશે અને બેસ્ટ ટુર્સ હોય ત્યાં સર્વિસ ની તો ચિતા જ ન હોય ને. અંગે બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર  દીપકભાઈ કારિયાએ  જણાવ્યું હતું કે , તા .29 જાન્યુઆરીને સવારે 10 થી સાંજે 8 સુધી હોટેલ , જડુઝ રેસ્ટોરેન્ટ પાસે કાલાવડ રોડ ખાતે ટ્રાવેલ ઉત્સવ યોજાશે જયાં રાજકોટીયન્સને મળશે નવા ડેસ્ટિનેશનનો ખજાનો .. , જેમાં વિયેતનામ , બાલી , સ્ટેડિનેવિયા , રશિયા , યુરોપ , ઓસ્ટ્રેલિયા , સાઉથઆફ્રિકા , જાપાન , ન્યૂઝીલેન્ડ તથા યુ.એસ.એ. ઉપરાંત સિંગાપોર , મલેશિયા , થાઈલેન્ડ , દુબઈ , શ્રીલંકા , ભૂતાન , નેપાલ , ફુકેત – કાબી , બાકૂ , માલદીવ , મોરેશિયસ , ઇંગ્લેન્ડ – આયર્લેન્ડ તથા લેટિન અમેરિકા સહિતના દુનિયાભરના પ્રવાસન સ્થળો ઉપરાંત અંદમાન – નિકોબાર , દાર્જિલિંગ , ગેંગટોક , કેરાલા , શીમલા , મનાલી , આસામ , મેઘાલય , બેંગલોર , મૈસુર , ઊટી , કૂર્ગ , નૈનીતાલ , કોરબેટ અને કાશ્મીર તથા પવિત્ર ચારધામ યાત્રા જેવા સ્વદેશ નાં પેકેજ ટુર નો સમાવેશ થાય છે .

અનેક ડિપાચર્સ પર સમર 2023 માટે ટ્રાવેલ ઉત્સવમાં અભૂતપૂર્વક ડિસ્કાઉન્ટ સ્કીમ તથા 0 % વ્યાજ વગર સરળ હપ્તા અને 100ટકા રિફંડ મળે તેવા ઇન્સ્યોરન્સ કવરેજની વ્યવસ્થા પણ મળશે . ડિરેક્ટર  વત્સલભાઈએ જણાવ્યું હતું કે , તુર્કી જેવા દેશની પેકેજ ટુર ફક્ત રૂપિયા 49999 માં અને સ્વીસ જેવા યુરોપનાં દેશો ની 7 દિવસની ટુર રૂપિયા 69,999 થી ચાલુ થાય છે . ( આ ભાવમાં એર ટીકીટ તથા વીઝાની કિંમત વધારાની આપવાની રહેશે ) તદુપરાંત માલદીવ્સ , વિયેતનામ, જાપાન સહિત અનેક સ્થળો પર ઓલ ઇન્ક્લુઝિવ પેકેજ ટૂરમાં સ્પોટ બુકીંગ કરાવનારને ભવ્ય સ્કીમનો લાભ મળી રહેશે . સાથે દરેક મુલાકાતીઓ માટે દિવસ દરમિયાન ચા – કોફી – રિફ્રેશમેન્ટની વ્યવસ્થા રાખવામાં આવેલ છે તથા વિનામૂલ્ય ભેટ અને લકી ડ્રો તો ખરાં જ. અંજલિબેન કારિયાએ જણાવ્યું હતું કે , બેસ્ટ ટુર્સ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ શહેરમાં એર ટિકિટ , હોટલ બુકિંગ , ક્રૂઝ બુકિંગ , ફોરેન એક્સચેન્જ , વિઝા સર્વિસ ઉપરાંત ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ ગ્રુપ પેકેજ જેવી દરેક સેવાઓ માટે વન સ્ટોપ સોલ્યુશન આપવાના અભિગમને કારણે પ્રખ્યાત છે .

સતત નવા પ્રવાસ આયોજન , નવા પ્રવાસન સ્થળ , નવી સાઈટસીઇંગ અને ભાવતા ભોજન વ્યવસ્થા માટે બેસ્ટ ટુર્સ સતત પ્રયત્નશીલ રહે છે . સમયાંતરે દુનિયાભરના પ્રવાસોના સ્થળે રૂબરૂ જઈ નવા આકર્ષણ , હોટેલ , ટ્રાન્સપોર્ટ અને રેસ્ટોરેન્ટનું પર્સનલ ઇન્સ્પેકશન કરતા રહેવાના કારણે તેઓ સતત નવું પીરસવાની સભાનતા ધરાવે છે આમ 29 જાન્યુઆરીએ યોજાનાર ટ્રાવેલ ઉત્સવ રાજકોટ માટે અવિસ્મરણીય મહોત્સવ બનીને રહેશે . ત્યારે રાજકોટીયન્સ અત્યારથી જ રિમાઈન્ડર સેટ કરી દો , દેશ – વિદેશમાં તદ્દન વ્યાજબી દરે પ્રવાસ કરવાનું તમારું સ્વપન પૂર્ણ કરવાનો આ અમૂલ્ય અવસર ચુકી ન જતા . યાદ રહે સ્કીમનો લાભ ફક્ત એક જ દિવસ માટે સ્થળ પર બુકીંગ કરાવનારને મળવા પાત્ર હોવાથી ગમતી પેકેજ બુક કરાવી લેવી આપના હિતમાં રહેશે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.