Abtak Media Google News

‘અબતક’ની મુલાકાતમાં ગુજરાતના સૌપ્રથમ પટોળા સાડી ફેશન શો ની આપી આયોજકોએ રોમાંચકારી વિગતો

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને રંગીલા નગરી તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતમાં પહેલીવાર પટોળા સાડી પર ફેશન શો નું આયોજન થયું છે ‘અબતક’ની મુલાકાતમાં ફેશન શો અંગેની વિગતો આપતા સોનલબેન સંઘવી જાનવીબેન ઈસરાણી અને અમીશાબેન ઠક્કરે જણાવ્યું હતું કે રાજકોટની ફેશન કરીએ જનતા માટે ગુજરાતમાં પહેલીવાર પટોળા સાડી ઉપર ફેશન શો થવા જઈ રહ્યું છે.

આ અનોખી ઇવેન્ટ વિવિધ તો આપતા પ્રોફેશન આઇટી કંપનીના પ્રોપરાઇટર સોનલબેન સંઘવીએ જણાવ્યું હતું કે મને અગાઉથી ક્રિએટિવિટીમાં રસ હતો કપડાં ડિઝાઇન કરવાથી લઈ ડ્રોઈંગ ,વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું આ બધા શોખ નાનપણથી જ હતા પ્રોફેશનલમાં સફળ કાર્ય હોવા છતાં મને નાનપણનો શોખ કપડાં ડિઝાઇન કરવા અને કંઈક અલગ કરવા માં કોઈને મદદરૂપ થવામાં આનંદ આવતો હતો મને મીરાબેન મળ્યા અને ડબલ્યુ એફ એફ વિગ ફોર ફ્લાય નામ ની સંસ્થાની સ્થાપના કરી અને તેમાં ઘણી સફળતા મળી રાજકોટમાં 14 મે 2023 ના રોજ મોટેલ ધ વિલેજમાં સાંજે 8:00 કલાકે ગ્રાન્ડ ફિનાલે માં પહેલીવાર પટોળા સાડી ઉપર ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં જુના જમાનાથી પટોળાને માભેદાર વસ્ત્ર નું દરજ્જો મળ્યો છે પટોળા નું કેન્દ્ર પાટણ ગણવામાં આવે છે જુના જમાના ના લોકગીત માં પણ પાટણથી પટોળા મંગાવવાની વાત કરવામાં આવતી હતી અમારે પટોળાને ફેશન એન્કર બનાવવાનો વિચાર આવ્યો અને સખીઓએ સાથે મળીને ઇવેન્ટ નું આયોજન કર્યું રાજ્યભરના અલગ અલગ શહેરોમાં પટોળા ફેશન શો નું આયોજન કર્યું એવો ફેશન શો કરીએ જેમાં આપણે સંસ્કૃતિ સાથે જોડાયેલી બાબતો અને આધુનિકરણ હોય અને તે તમામ માટે અનુકરણીય બને વડીલોથી લઈ બાળકો સુધી કોઈપણ સ્ત્રી પુરુષને ગમે એવા આ આયોજનમાં અમિતભાઈ મકવાણાની મદદથી 30 હજારથી લઈ 3 લાખ રૂપિયા સુધીના પટોળા નું આ ફેશન શોમાં પ્રદર્શન થશે ટૂંક સમયમાં રાજકોટમાં ગ્રાન્ડ ફિનાલે યોજાશે આ માટે ભારે ઉત્સાહ પ્રવૃત્તિ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.