Abtak Media Google News
  • રથયાત્રાના રૂટ ઉપર 300 કિલો મગના પ્રસાદનું વિતરણ  આજે સાંજે ભગવાનનો અભિષેક અને નૈત્રવિધી અને શ્રૃંગાર દર્શન

 

કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગીમનમોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજીબાપુના વડપણ હેઠળ આ વર્ષે પણ અષાઢી બીજના પાવન દિવસે આવતીકાલે અષાઢી બીજ ના રોજ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે . રથયાત્રાના રૂટ ઉપર 300 કિલો મગના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

 

IMG 20230619 WA0004 1

આજે સાંજે   ભગવાન જગન્નાથજીનો અભિષેક વેદ મંત્રોચાર સાથે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ ના હસ્તે કરવામાં આવશે . તેમજ રાત્રે 8 વાગ્યે નેત્રવિધી અને શ્રૃંગાર દર્શનનો લાભ ભકતજનોને મળશે

આ 16 મી રથયાત્રાનો પ્રારંભ અષાઢી બીજે  સવારે 8: 30 વાગે થશે . રથયાત્રામાં સૌથી આગળ ડી.જે. , ઢોલ , શરણાઇવાદક , વૃંદ રહેશે . ત્યારબાદ અખાડાના સાધુ દ્વારા અંગ કસરતના દાવ , મુખ્ય સ્થની આગળ સનાતની બુલોડરનો ફલોટ રહેશે . ત્યારબાદ મુખ્ય ત્રણ રથ ભગવાન જગન્નાથજી , ભાઇ બલભદ્રજી તથા બેન શુભદ્રા ના આકર્ષક સ્થ ત્યારબાદ વિવિધ રાસ મંડળીઓ અને ફલોટ જોડાશે . યાત્રામાં આ વખતે વૃદાવંનની રાસ – લીલા મંડળી અને ઉજ્જૈજનનું શિવ તાંડવ નૃત્ય મંડળી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે . જે શહેરના મુખ્ય ચોકમાં પોતાની કલા કૌશલ દેખાડશે . યાત્રા પ્રારંભ નીજ મંદિર, મોકાજી સર્કલ, વૃદાંવન સોસાયટી , પુષ્કરધામ , જે.કે.ચોક , આકાશવાણી ચોક, યુર્નીવસીટી રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગ્લોઝ , રૈયા ચોકડી , હનુમાન મઢી ચોક, કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર, પંચનાથ મહાદેવ , લીમડા ચોક , ત્રીકોણ બાગ , સાંગણવા ચોક , ભૂપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિર , આશાપુરા મંદિર , કેનાલ રોડ , કેવડાવાડી મેઇન રોડ , સોરઠીયા વાડી સર્કલ , કોઠારીયા રોડ , દેવપરા , યાદવ નગર , સહકાર નગર મેઇન રોડ , નારાયણ નગર , પી.ડી.એમ. કોલેજ , સ્વામીનારાયણ ચોક , આનંદ બંગલા ચોક , ચંદ્રેશ નગર મેઇન રોડ , રાજનગર ચોક , નાનામૌવા મેઇન રોડ , શાસ્ત્રી નગર , અલય પાર્ક , નાના મૌવા ગામ થઇને નીજ મંદિર પરત ફરશે .

IMG 20230619 WA0006 1

ત્યાં રાત્રે 8:30 વાગ્યે મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે  આ ભવ્ય યાત્રામાં આ વખતના મામેરા ઇશ્વરભાઇ શાર્મ પરિવાર તરફથી રાખવામાં આવેલ છે . મામેરા વીંધી જગનાથ મંદિર કરવામાં આવેલ છે . દર વર્ષે મામેરાના યજમાનનો લાભ અલગ અલગ પરિવારોને આપવામાં આવે છે . ભગવાન જગન્નાથ અષાઢી બીજે નગરચર્યાએ નીકળી રહયા હોય ત્યારે સર્વે નગરજનોને ભગવાન રથ ખેંચી દર્શનનો લાભ લેવા જગન્નાથ મંદિરના મહંત ત્યાગીમનમોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજીની યાદીમાં જણાવ્યું છે . વધુ માહીતી માટે મો . 96014 41008 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.