Abtak Media Google News

આંગણવાડીના બાળકોને સુખડી અને સ્કુલ બેગ અપાયા

ગુજરાત સરકાર દ્વારા જોરશોરથી સમગ્ર રાજયમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે તેમ રાજુલા તાલુકામાં પણ આજરોજ ભેરાઈ ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં ગુજરાત સરકારના સામાન્ય વહિવટી વિભાગના અધિક સચિવ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં અને સીઆરસી રોબીનભાઈ તેમજ આંગણવાડીના અધિકારીગણ તેમજ ભેરાઈ પ્રાથમિક શાળાના આચાર્ય દવે તેમજ માધ્યમિક શાળાના આચાર્ય જીજ્ઞેશભાઇ ધોરીની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આંગણવાડીના બાળકોને સુખડી તેમજ સ્કૂલબેગ આપીને પ્રવેશ અપાયેલ હતો.

20180615 172347 Animation Picsayવાવેરા ખાતે માતુશ્રી એલ.કે.કે.ગૌસ્વામી હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ ગયો હતો. આ પ્રવેશોત્સવમાં બાળકો દ્વારા મનુષ્ય તુ બડા મહાન હૈ કૃતિ પાણી બચાવો અને બેટી બચાવો વિષય પર સુંદર વકતવ્યો, યોગ નિદર્શન તથા વૃક્ષારોપણ તથા નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ આંગણવાડી, ધો.૧ તથા ધો.૯નું ભાવભર્યું સ્વાગત, કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.