Abtak Media Google News

ગામનાં પાદરે સંતો અને ૧પ૧ સાફાધારી યુવાનોએ આચાર્યનું ભવ્ય સ્વાગત કર્યુ

અમરેલી જીલ્લાના ગનાથપુર ગામના આંગણે ઉજવાઇ રહેલા રજત જયંતિ મહોત્સવના મંગળ અવસરે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ પધારતા જીકીયાળી ગામના પાદરે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતો ૧પ૧ સાફાધારી યુવાનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું. વાજતે ગાજતે ભગવાનના જયનાદ બોલાવતા પૂ. આચાર્ય મહારાજ સભામંડપમાં પધારતા વ્યાસાસાને બિરાજીત પૂ. માધવપ્રિયદાસજી સ્વામીને તથા પોથીજીને હાર પહેરાવી પુજન કર્યુ હતું. તેમજ માધવપ્રિયદાસજી સ્વામીએ પૂ. આચાર્ય મહારાજને હાર પહેરાવી સ્વાગત કર્યુ હતું. સ્વાગતમા પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે પૂ.  આચાર્ય  મહારાજ જયારથી ગાદી ઉપર બિરાજીત થયા ત્યારથી માંડીને અવિરત સત્સંગ વિચરણ કરી રહ્યા છે. તેઓએ અનેક મંદીરોની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે તેમજ ૫૫૦ જેટલા મુમુક્ષુઓને સંતની દીક્ષા આપી છે. કરોડો રૂપિયાની લક્ષ્મીનારાયણદેવની સેવા કરી છે.

આ પ્રસંગે કથાના મુખ્ય યજમાન તેમજ શેલડીયા, વેકરીયા, સાવલીયા, સુતરીયા, ભુવા વગેરે પરિવારોના યુવાનોએ ૧૦૮ ફુટનો હાર મહારાજને પહેરાવી સ્વાગત કર્યુ હતું. પાંચ પાંચ દિવસ સુધી ગામના નાના મોટા તમામ ગ્રામજનો સાગમટે ભોજન પ્રસાદ જમે છે. નાત-જાત કે ઉંચ નીચના વડાઓ ભૂંસાઇ ગયા છે આખું ગામ સમરસતાથી ઉત્સવ ઉજવી રહ્યું છે.

આ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજનાને અનુલક્ષીને ગામના પાદરમાં વહેતી દેદુમે નદીના વિશાળ જળાશયમાં સ્વામી માધવપ્રીયદાસજીના શુભ હસ્તે આ યોજનાનો શુભારંભ થયો હતો.

ગનાથપુર પટેલ સમાજ રીક્રિયેશન સેન્ટર માટે અનેક દાતાઓએ ભૂમિદાન કર્યુ હતુ અને વિશાળ પ્લોટમાં રીક્રિયેશન સેન્ટરનું આયોજન થયું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.