Abtak Media Google News

GST સેમિનારમાં સૌરાષ્ટ્રના ૩૧ એક્સપોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના પ્રમુખસ્વામી ઓડીટોરિયમમાં સૌરાષ્ટ્રના નિકાસકારો અને ઉદ્યોગપતિઓ માટેના જીએસટી અને એફટીએ સેમિનારમાં કહ્યું હતુંકે રાજકોટના વિકાસ માટે રાજય સરકાર કટીબધ્ધ છે. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું ખાતમુહૂર્ત અમદાવાદ રોડ પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવે તે માટે પ્રયત્ન શીલ છીએ.કેન્દ્ર સરકારના વાણીજ્ય અને કોમર્સ મંત્રાલય, રાજકોટ ફોરેન ટ્રેડ ઓફીસ અને ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી યોજાયેલા સેમિનારમાં સૌરાષ્ટ્રના નિકાસકારો અને અગ્રણી વેપારીઓને ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ, વાઇબ્રન્ટ ગુજરાત, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ  અપ ઇન્ડિયા અંતર્ગત સરકારશ્રીની પ્રોત્સાહક નીતિઓ અને યોજનાઓની ઇન્ડિયન ફોરેન ટ્રેડ સર્વિસના નિષ્ણાતોએ માહિતી આપી હતી. આ સેમિનારમાં રૂ. ૧૫૦ કરોડથી રૂ. રપ૦૦ કરોડ સુધીનું એક્ષપોર્ટ ટ્રેડીંગ કરનાર ૩૧ ઉદ્યોગપતિઓનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સન્માન કર્યુ હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે રાજકોટમાં નવું એરપોર્ટ રૂ. ૩૦૦૦ કરોડના ખર્ચે બનશે. અગામી દિવસોમાં અમદાવાદ રોડ પર વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવે તે માટે પ્રયાસો ચાલુ છે. રાજકોટને આધુનિક બસ પોર્ટ પણ આપવામાં આવ્યુંછે. નવા બસ પોર્ટમાં વર્લ્ડ કલાસ સુવિધાઓ મળશે. નવુ રેસકોર્સ પણ રાજકોટમાં બનાવાશે. રાજકોટમાં એઇમ્સ મળે તે માટે પણ પ્રયત્નશીલ છીએ. એક્ષપોર્ટ માટે મહત્વનો એવો ક્ધટેઇનર ડેપો પણ રાજકોટમાં બને તે માટે પ્રયાસો ચાલુ છે. સરકાર આ માટે જમીન આપવા તૈયાર છે, જંત્રીન ભાવે જમીન આપવાની નીતિ હોય તે માટે કેન્દ્ર સરકારમાં વાટાધાટો ચાલુ છે અને તે કામ પણ થશે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના કનવેન્શન સેન્ટર બનાવવાના સુચનના સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજકોટમાં ક્ધવેન્શન સેન્ટરને મંજુરી આપી દેવામાં આવી છે. રૂ. ૧૦ કરોડ આ પ્રોજેકટ માટે ફાળવી દેવાયા છે. પ હજાર લોકો બેસી શકે તેવું હાઇ પ્રોફાઇલ સેન્ટર બનાવાશે.ગુજરાતના દરિયાકાંઠે લધુઉદ્યોગ સહિત એક્ષપોર્ટ માટેની નવી ઇન્ડસ્ટ્રીઝ ઉભી થાય અને નવયુવાનો બીજનેસ શરૂ કરે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. કોસ્ટલ ઇન્ડસ્ટ્રીયલને પ્રોત્સાહિત કરવા અને લધુ ઉદ્યોગોને વધુ ઉત્તેજન આપવા નીતિ અમલમાં મુકાશે.આ પ્રસંગે સાંસદ મોહનભઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલ બારસીયા, સેક્રેટરી વૈશ્નવ, પાર્થ ગણાત્રા, ફિયોના અધિકારી ગુપ્તા, કોમર્સ મંત્રાલયના ડીરેકટર મેનન, મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, ધનસુખભાઇ ભંડેરી, નીતીનભાઇ ભારદ્વાજ, કલેકટર વિક્રાંત પાંડે વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ફોરેન ટ્રેડ ઓફીસના ડે. ડાયરેકટર સુવિધ શાહે કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.