Abtak Media Google News

સ્વચ્છતા અભિયાન સામે આંખ મિચાંમણા કરનાર શહેરોની ખેર નથી: નદીઓ સાફ કરવા અને શહેરોનો જન્મદિવસ પણ શાનભેર ઉજવવા તાકીદ

ગત 17મીએ ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે દેશના 139 શહેરોના મેયરની એક બેઠક મળી હતી.

Advertisement

મેયર કાઉન્સીલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાયા હતા. તેઓએ તમામ શહેરના પ્રથમ નાગરિકને સ્વચ્છતા અભિયાન પર ભાર મૂકવા માટે કડક તાકીદ કરી હતી. સ્વચ્છતા અભિયાન સામે આંખ મિચાંમણા કરનાર શહેરોની ખેર નથી. તેવી પણ ટકોર હતી. નદીઓ સાફ કરવા અને શહેરોની જન્મદિવસની ઉજવણી કરવા પણ સૂચના આપવામાં આવી હતી.

ગત 17મીના ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે ઓલ ઇન્ડીયા કાઉન્સીલ ઓફ મેયર્સની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવ સહિત ગુજરાતના તમામ આઠેય મહાપાલિકાના સહિત દેશના 139 શહેરોના મેયરે હાજરી આપી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતુ.

જેમાં તેઓએ સ્વચ્છતા અભિયાન પર ભાર મુક્યો હતો. જે શહેરોએ સ્વચ્છતા અભિયાનમાં સારું કામ કર્યુ છે તેના વખાણ કર્યા હતા અને સ્વચ્છતા અભિયાન સામે આંખ મિંચામણા કરનાર શહેરો સામે આકરી કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી. તેઓએ તમામ શહેરોના મેયરના તેઓના શહેરમાં આવેલી નદીઓની સફાઇ કરવા તેમજ શહેરના જન્મદિવસની સાથે રાખી શાનદાર ઉજવણી કરવા માટે પણ સૂચન કર્યુ હતું. અમૃત મહોત્સવની પણ ઉજવણીમાં લોકોને જોડવા માટે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.