Abtak Media Google News

આઝાદીની લડત વખતે સાબરમતી જેલમાં મહાત્મા ગાંધીને રખાયા હતા

આઝાદીની લડત વખતે મહાત્મા ગાંધીને અમદાવાદ સ્થિત ઐતિહાસિક સાબરમતી જેલનાં જે ગાંધી યાર્ડમાં રખાયા હતા ત્યાં બંદીવાન-ભાઈઓ માટે ગાંધી નિર્વાણ દિને સ્વરાંજલિ  મૌનાંજલિના કાર્યક્રમ ‘ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે’નું આયોજન કરાયું હતું.

મહાત્મા ગાંધીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’નાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતોની ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડે હ્રદયસ્પર્શી રજૂઆત કરી હતી. બંદીવાન-ભાઈઓએ પણ બખુબી સાથ આપ્યો હતો. ૧૧ વાગે સાયરન વાગતા જ ઉપસ્થિત સહુએ સામૂહિક મૌનાંજલિ અર્પણ કરી હતી.

01 10

અમદાવાદ મધ્યસ્થ જેલના સાહિત્ય-પ્રેમી જેલ અધિક્ષક ડો. મહેશભાઈ નાયક (આઈપીએસ), નાયબ જેલ અધિક્ષક દિગ્વિજયસિંહ રાણા અને રાકેશભાઈ દેસાઈ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, નવજીવન ટ્રસ્ટના પ્રશાંતભાઈ દયાલ અને કિરણભાઈ કાપુરે, અમેરિકા સ્થિત વૈજ્ઞાનિક ડો. અક્ષયભાઈ શાહ, અનારબેન શાહ, જતીનભાઈ ઘીયા, સિનિયર જેલર એ. આર. કુરેશી, બી. આર. વાઘેલા અને ડી. ડી. પ્રજાપતિ, જેલર (ગૃપ-૨) એમ. એમ. દવે, વેલ્ફેર ઓફીસર પ્રદીપભાઈ પંચાલની ઉપસ્થિતિ રહી. મોટી સંખ્યામાં બંદીવાન-ભાઈઓની હાજરી રહી હતી. અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક ડો. મહેશભાઈ નાયક (આઈપીએસ), પિનાકી મેઘાણી અને પ્રશાંતભાઈ દયાલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ગાંધી જયંતીએ નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રાયોજિત ગાંધી-વિચાર પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્ર્માંકે ઉત્તીર્ણ થનાર બંદીવાન-ભાઈઓનું અભિવાદન પણ કરાયું હતું.  આ કાર્યક્ર્મ માટે ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટના અધિક પોલીસ મહાનિર્દેશક ડો. કે. એલ. એન. રાવ, અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક ડો. મહેશભાઈ નાયક તથા જેલ પ્રશાસનનો લાગણીભર્યો સહયોગ રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.