Abtak Media Google News

શોભાયાત્રાના માર્ગો રંગોળીથી સુશોભીત કરાયા: પીળા વસ્ત્રો, ઢોલ-નગારા સાથે સામૈયા કરાયા

ગોવર્ધન ગૌશાળાના સેવાર્થે તા.૧૫ થી ૨૧ માર્ચ વિરાટ સોમયજ્ઞ માટે તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારે રાજકોટના રાજમાર્ગ ઉપર સાંજે વિરાટ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞ શાળા ૧૨૦ + ૧૨૦ ને ગોબર માટી દ્વારા સેંકડો સેવાભાવી ભાઈઓ-બહેનોએ લીપણ કરી યજ્ઞ શાળા તૈયાર કરી હતી. દક્ષિણના ચારેય વેદોના જાણકાર પંડિતો આ કાર્યક્રમ માટે આવી પહોંચ્યા હતા અને હારાજેશ્રી માર્ગદર્શન હેઠળ યજ્ઞવેદી કુંટ તૈયાર કરવામાં આવ્યા હતા. સોમયજ્ઞ અંતર્ગત વિષ્ણુગોપાલ યજ્ઞમાં બેસવા માટે લોકોનો ખુબજ ધસારો રહ્યો હતો.Vlcsnap 2019 03 16 13H05M26S126

Advertisement

સોમયજ્ઞના સર્વાધ્યક્ષ સોમ્યાજી, પૂ.ગોકુલોત્સવજી મહારાજ તેમજ યજ્ઞ આર્ય સોમ્યાજી વ્રજોત્સવ મહોદયજી રાજકોટ જનાના સહિત પધાર્યા હતા. વિરાટ સોમયજ્ઞની સોમરાજાના શોભાયાત્રાનું આયોજન જેરામભાઈ વાડોલીયાના નિવાસ સ્થાનેથી કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં સોમકક્ષક મહારાજ બિરાજીયા હતા. ભક્તજનોને પોતાના મનના મનોરથ પુરા કરવા પિળાઅક્ષત એટલે કે ઘી તથા હળદરથી પીળા કરેલા આખા ચોખાને બન્ને છેડાને અણી ભાગ્યા વગર રાખવામાં આવે છે ત્યારબાદ શોભાયાત્રાના માર્ગમાં આ ચોખા ભરેલા કળશને પધરાવવામાં આવે છે.Vlcsnap 2019 03 16 13H04M50S37

ગૌસેવાના સેવાર્થે આયોજીત વિરાટ સોમયજ્ઞના દર્શન કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાલે સાંજે ૬ કલાકે પધારી રહ્યાં છે. ભૂતકાળમાં ૨૦૧૧માં રાજકોટમાં યોજાયેલ સોમયજ્ઞમાં તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સોમયજ્ઞના દર્શન કરવા પધારેલ તેમજ કૃષિ મંત્રી આર.સી.ફળદુ, પૂરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, બીન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઈ ગજેરા, ધનસુખભાઈ ભંડેરી, ડો.વલ્લભભાઈ કથીરીયા, અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, નરેશભાઈ પટેલ, કમલેશભાઈ મીરાણી, ભાનુબેન બાબરીયા, બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, ઉદયભાઈ કાનગડ વિગેરે મહાનુભાવો પણ સોમયજ્ઞના દર્શન કરવા પધારશે.Vlcsnap 2019 03 16 13H04M55S92રાજકોટમાં યોજાયેલ સોમયજ્ઞ તા.૧૬ થી ૨૧ માર્ચ સુધી દરરોજ સવારે ૮:૩૦ થી ૧ તથા બપોરના ૩ વાગ્યે ફરી શ‚ થશે. પરિક્રમા ૨૪ કલાક ચાલુ રહેશે. હજારો ભક્તજનો યજ્ઞશાળાની ફરતે પગપાળા દંડવતી પરિક્રમાનો લાભ લેશે. આજે સાંજે તુલસી વિવાહ મનોરથ દર્શન થશે. વિરાટ સોમયજ્ઞના દર્શન અક્ષત વર્ષા પરિક્રમા તથા મહાજનના વચનામૃતનો લાભ લેવા જાહેર જનતાને પધારવા ગોવર્ધન ગૌશાળા પરિવાર જાહેર અનુરોધ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.