Abtak Media Google News

૭૦ વર્ષ પછી ગરીબી હટાવો વચ્ચે ગરીબ ઠેરના ઠેર!

દેશભરમાં અત્યારે ચૂંટણી મોસમ પૂર બહારમાં ખીલી છે. ત્યારે રાજકીય પક્ષોને એકા એક ગરીબો યાદ આવ્યા હોય તેમ ચુંટણી વચનોમાં ગરીબોને રાતોરાત અમીર બનાવી દેવાના નિરધાર વ્યકત કરવામાં આવી રહ્યા છે. ભાજપે ગરીબલક્ષી વિવિધ યોજનાઓ ખેડુતોની આવક બમણી કરવાના સંકલ્પોની સાથે અયોઘ્યામાં રામ અને દરેકને કામ આપવાની વાત મતદારો વચ્ચે વહેતી મૂકી છે,જયારે કોંગ્રેસે તો દેશમાં કોઇ ભુખ્યુ ન રહે અને ગરીબોની ખાતામાં સીધા લધુતમ આવકના નાણા જમા કરાવીને ગરીબી હટાવી દેવાનું વચન વહેતું મુકયું છે.

Advertisement

ભારતમાં લોકતંત્રમાં ચુંટણી ટાણે ગરીબોની તરફદારીનો સીલ સીલો સીત્તેર વર્ષથી ચાલે છે. કોંગ્રેસના લોખંડી નેતા ઇન્દિરા ગાંધીએ દશેમાં ગરીબી હટાવવોનું સૂત્ર ઘણા વર્ષો સુધી ચલાવ્યું હતું. કોંગ્રેસના શાસનમાં ગરીબ અને ગરીબી તો નથી હટી ગરીબને હટાવવાની તમન્ના રાખનાર ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસનું શાસન હટી ગયું, પણ હજુ ગરીબી હટી નથી.

રાહુલ ગાંધીએ ફરીથી ચુંટણી એજન્ડામાં ગરીબો પર ઓળધોળ થવાની ખેવના વ્યકત કરી છે. દરેક ગરીબોના ખાતામાં ૧૫૦૦ થી ૧૮૦૦ રૂયિપા જમા કરાવવાની યોજનાઓ વિચારાય રહી છે. ત્યારે પ્રશ્ન એ થાય કે, પૈસા આપી દેવાથી ગરીબી દુર થાય ?

ગરીબો અને ગરીબીને હટાવવાની વાતો વચ્ચે આજે પણ અમીર અને ગરીબો વચ્ચે આર્થિક અસંતુલનની ખાઇ વધતી જાય છે. દેશમાં એક તરફ ધનવાનોની સંપતિમાં ગંજાવર વધારો થઇ રહ્યો છે. જયારે ગરીબ અને વંચિત વધુને વધુ ભુખમરાથી પીડાય રહ્યા છે. દેશમાં ૭૦ વર્ષથી ગરીબી હટાવવાની વાતો વચ્ચે ગરીબોમાં વધારો થઇ રહ્યો છે.

દેશમાં ગરીબી પ્રશ્ન નાણા વારપવાથી અને નાણાં આપવાની ઉકેલાઇ જવાનો નથી. તેના માટે દેશમાં આંતરીક માળખાકિય સુવિધાઓ વધારવી જોઇએ. ઔઘોગિક  વિકાસ અને રોજગારીની તકો ઉભી કરીને દરેકના હાથમાં કામ આપવાથી જ ગરીબી દૂર થઇ શકે.પૈસા આપવાથી ગરીબી દૂર થતી નથી. પણ ગરીબ વધુ ગરીબ બનતો જાય છે.

ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડુતોની સ્થિતિ સુધારવા માટે દરેક ખેડુતની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી ખેડુતોને મળતી સબસીડીઓ સીધી તેમના ખાતામાં જમા કરવા જેવી યોજનાઓના પ્રયાસો થાય છે. પરંતુ ખેતીને સમૃઘ્ધ કરવા માટેના નાણાંકીય સહાયની સાથે સાથે આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ઢબે ખેતીનો વિકાસ કરવાથી ખેતીની ઉપજ સંધીરવાની (સાચવવાની) વ્યવસ્થાથી ખેડુતો સમૃઘ્ધ બની શકે.

ચુંટણી વખતે ગરીબોના ઉઘ્ધારની કલ્પના, વચન અને તૈયારી કરવી સામાજીક સમાનતાના અભિયાન અને આર્થિક વિકાસ માટે અનિવાર્ય છે. પરંતુ દરેક વખતે ચુંટણી ટાણે  જ ગરીબોને યાદ કરવાની અને ઉઘ્ધાર  કરવાના વાયદાના વલણ અને રાજકારણપના ચલણમાં પરિવર્તન લાવીને દરેક સરકારે સતત પાંચ વર્ષ સુધી ગરીબી,બેરોજગારીના ઉકેલ માટે આંતરમાળખાકીય સુવિધાઓ વધારી નકકર આયોજન કરવાની જરૂર છે.

લોકસભા ૨૦૧૯ ની ચુંટણીનું રણશીગું ફૂંકાઇ રહ્યું છે. ત્યારે ભાજપે અયોઘ્યામાં રામ અને દરેકને કામ નું ચુંટણી વચન જારી કર્યુ છે. કોંગ્રેસે દેશમાં કોઇ ભુખ્યુ અને ગરીબ ન રહેવા દેવાની અને દરેકના ખાતામાં સીધા જ પૈસા જમા કરાવી દેવાની નેમ વ્યકત કરી છે. આ વખતે લોકસભાની ચુંટણી વિકાસના રોલ મોડલ પર લડાવવાની છે ત્યારે દરેક પક્ષને એકાએક ગરીબોનો ઉધાર કરવાનો સુરાતન ચડયું હોય તેવો માહોલ ઉભો થયો છે.

અયોધ્યા મેં રામ, હર હાથ મેં કામ: ભાજપનું ચૂંટણીવચન

આગામી લોકસભાની ચુંટણીમાં બેરોજગારીનો મુદો મુખ્યત્વે રહેવાનું નિશ્ચિત બન્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા રોજગારી આપવાના પ્રયાસો ફુલ ગુલાબી બનાવવાની દિશામાં મહેનતમાં લાગી ગઈ છે. હિન્દુત્વના મુદાને મુખ્ય ચુંટણી મુસદો બનાવવાના બદલે બેરોજગારોને કામ અને વિકાસનો મુદો મહત્વનો હોવાનો નિર્દેશ અપાયો છે.

સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા આયોજીત રોજગારી આપવાના કાર્યક્રમના ઉદઘાટનમાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારનો મુખ્ય ધ્યેય અયોઘ્યા મેં રામ ઔર હર હાથ મેં કામ (અયોઘ્યામાં રામ મંદિર અને દરેક બેરોજગારોને કામ).

વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી જયારથી રાજયના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી તેમણે અસામાજીક તત્વો અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢપણે જાળવી રાજયમાં શાંતીનું વાતાવરણ બહાલ કરી વિકાસને પ્રસ્થાપિત કરવાનું જે અભિયાન શરૂ કર્યું હતું તેનાથી રાજયમાં આર્થિક વિકાસ અને ઉધોગિક મુડીરોકાણને વેગ મળ્યો હતો.

ગુજરાતમાં નવા ઉધોગની સ્થાપના કરવા માટે આંતર માળખાકિય સુવિધા કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે ઔધોગિક માહોલનું સારું વાતાવરણ ગુજરાતમાં ઉભું કરવામાં આવ્યું હતું. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, એક જમાનામાં રાજયના કેટલાક વિસ્તારો અસામાજીક તત્વોના ત્રાસથી કુખ્યાત હતા હવે ગુજરાત રોજગારી આપવા અને વિકાસ માટે જાણીતું બન્યું છે. ગુજરાતમાં દરેકને કામ મળશે જ તેવું વિશ્વાસનું વાતાવરણ ઉભું થયું છે. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત મેગા રોજગારી ભરતીના કાર્યક્રમમાં ઉપસ્થિત વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત રોજગારી માટે આદર્શ સ્થળ બન્યું છે.

જી.યુ.ક્ન્વેન્શન હોલ હેલમેટ ક્રોસ રોડ ખાતે સોમવારે આયોજીત રોજગાર મેળામાં ૨૬ કંપનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ૧૦૧૫ વિદ્યાર્થીઓએ નામ નોંધણી કરાવી હતી. ૯૨ વિદ્યાર્થીઓને સ્થળ પર જ સિલેકટ કરવામાં આવ્યા હતા. કે.એસ.સ્કુલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીએ સૌથી ઉંચા ૭ લાખ રૂપિયાના વાર્ષિક પેકેજની ઓફર મેળવી હતી.

રાજયનાં શિક્ષણ વિભાગ દ્વારા ૨૩ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધીમાં આજ પ્રકારના ૨૩ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિકાસ મંત્રની ગુજરાતમાં સંપૂર્ણ ફલશ્રુતિ થતી હોવાનો નિર્દેશ આપી જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસને અગ્રીમતા આપવાના વડાપ્રધાનના રાષ્ટ્રવ્યાપી અભિયાનને અક્ષરસ ચરિતાર્થ કરવામાં આવી રહ્યું છે.

લોકસભા ચુંટણી વિકાસના મુદ્દે લડવામાં જ આવશે તેવો નિર્દેશ વચ્ચે વિજયભાઈ રૂપાણીએ ભાજપના મુખ્ય એજન્ડા રામ મંદિર અને વિકાસના સમન્વયનો નિર્દેશ આપી અયોઘ્યા મે રામ ઔર હર હાથ મે કામનું સુત્રનું પુન:ઉચ્ચારણ કરી ચુંટણીનું રણશીંગુ ભાજપની રણનીતિ અને વિકાસના વિવિધ સમન્વયનો સંકેત આપી દીધો છે.

કોઈને પણ ગરીબ નહીં રહેવા દેવાય!4 38દેશભરમાં ચૂંટણીની મોસમ પૂર બહારમાં ખીલી રહી હોય તેમ ભાજપના વિકાસના વચન સામે કોંગ્રેસે ગરીબોને કેન્દ્રમાં રાખી ગરીબોને લઘુતમ જીવવા જેવી રોજગારીની ગેરંટી આપતુ વચન આપ્યું છે.રાહુલ ગાંધીએ ચૂંટણી વચન આપ્યું છે કે, દેશમાં કોઈ ભૂખ્યુ કે ગરીબ નહી રહે.

કોંગ્રેસના યુવરાજ રાહુલગાંધીએ સોમવારે રાષ્ટ્ર વ્યાપી ધોરણે દેશના પ્રત્યેક ગરીબ પરિવારો લઘુતમ આવક થાય તેવી રોજગારીની તકો ઉપલબ્ધ કરવાનું વચન આપી, જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવશે તો દેશમાં કોઈ ગરીબ અને ભુખ્ય નહિ રહે. ગરીબોને રોજગારીની તક અને દરેક પરિવારને લઘુતમ આવકની ગેરંટી આપવાનું વચન આપી કોંગ્રેસ ઈતિહાસ રચ્યો છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતુ કે, ગરીબોના ખાતામાં સીધા જ લઘુતમ આવકની રકમ જમા થઈ જશે ભારતમાં લાગુ થનારી આ યોજના જેવી ગરીબોને સીધો લાભ આપનારી આવી યોજના કયાંક નથી.છત્તીસગઢમાં કોંગ્રેસના સમર્થનમાં યોજાયેલી ખેડુત રેલીમાં આ નિરધાર વ્યકત કર્યો હતો. દેશમાં કોઈ ભૂખ્યું અને ગરીબ નહિ રહે દરેક ગરીબને લઘુતમ આવક સીધા જ તેમન ખાતામાં જમા કરી દેવામાં આવશે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતુ કે અમે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજયોમાં જયાં જયાં અમને લોકસેવાની તક મળશે તેવા તમામ રાજયોમાં આ યોજનાનો અમલ કરવામાં આવશે.રાહુલ ગાંધીની આ જાહેરાત તત્કાલીન નાણામંત્રી પી.ચીંદમ્બરમે આપેલા સંકેતને કરેલા વ્યંગ પ્રમાણે તેમણે જણાવ્યું હતુ કે પક્ષના પ્રમુખ દ્વારા કરવામાં આવતી જાહેરાતો પૂરી કરવી પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લઘુતમ આવકના વચન સામે રાહુલ ગાંધીએ દરેક ગરીબોના ખાતામાં સીધા જ રૂપીયા જમા કરવાની જાહેરાત કરી છે.શુક્રવારે બજેટની અંતિમ ચર્ચા વચ્ચે પીયુષ ગોયેલ એ ગરીબોને રોજગારી આપવાના વચનની શકયતા અંગે જણાવ્યું હતુ. બીજી તરફ રાહુલએ આપેલુ આ વચન વડાપ્રધાનના ચૂંટણી એજન્ડા સામે ‘નેલેપે દેહાલા’ની જેમ ચૂંટણી માટે ઉપયોગી બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.