Abtak Media Google News

સ્ટેટ વીજીલન્સની ટીમે સ્થાનીક પોલીસને અંધારામાં રાખીને હાથ ધરી કાર્યવાહી: રૂ.૧.૭૮ લાખની રોકડ કબ્જે

ધોરાજીના ઉપલેટા રોડ પર આનંદ મેળાના ઓથ હેઠળ ચાલતી મોટી જુગાર કલબને સ્ટેટ વીજીલન્સની ટીમે પકડી પાડી છે જેમાં ૩૧ શખ્સોને રૂ ૧.૭૮ લાખની રોકડ સાથે પકડી પાડીની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

પ્રાપ્ત થતી વિગત મુજબ ધોરાજી શહેરમાં ઉપલેટા રોડ પર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદરના ભાગે ચકરડી, અને વિવિધ રાઇડસ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ આ જ મેળામાં મોટી જુગાર કલબ ચાલતી હોવાની બાતમી મળતા સ્ટેટ ચાલતી હોવાની બાતમી મળતા સ્ટેટ વીજીલન્સની ટીમે સ્થાનીક પોલીસને અંધારામાં રાખીને દરોડો પાડયો હતો. આ વેળાએ જુગાર રમતા જુસફ, સ્ટીફન, મોહનસિંહ, આશિફ, મુકેશ, મુસ્તાક, રમણ, સીતારામ, આશીક મહમદ, સલીમ સતાર, નવાઝ, મુખ્તાર, કૌશિક, જેન્તી, ઇરસાદ, વિકાસ, મહેશ, હિતેષ, અબ્દુલ, લખન, સુનીલ, સોહેલ, ઇમરાન, ધમેન્દ્રસિંહ ગોપાલ, સાજીત, લક્ષમણ, અફજલ ઇકબાલ સહીતના ૩૧ શખ્સોનેુ રૂ ૧.૭૮ લાખની રોકડ સહીત ૯ મોટર સાયકલ અને કાર મળી કુલ રૂ ૮.૪૮ લાખના મુદામાલ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.